ચીપનું ઉત્પાદન કરતી તાઈવાન સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ કંપની (TSMC)ની માર્કેટ વેલ્યુએશનમાં બે દિવસમાં 72 અબજ ડોલર (આશરે રૂ. 5.40 લાખ કરોડ)નો વધારો થયો છે. આ વધારો આખા ગોલ્ડમેન શાશ ગ્રુપ જેટલો મોટો છે જયારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોની વેલ્યુએશન કરતા પણ વધારે છે. જિયોનું માર્કેટ વેલ્યુએશન અત્યારે રૂ. 5.16 લાખ કરોડ છે. TSMCનો સ્ટોક મંગળવારે 9.9% વધ્યો હતો. આ સાથે જ કંપની દુનિયાની 10મી સૌથી મોટી કંપની બની ગઈ છે.
કંપનીને કોરોનાની કોઈ અસર નથી ચિપમેકર કંપનીનું મૂલ્ય 410 અબજ ડોલર (રૂ. 30 લાખ કરોડ) કરતા વધારે છે, જે અમેરિકન દિગ્ગજ જોહ્નસન એન્ડ જોહ્નસન અને વિઝા ઇન્ક કરતાં પણ વધારે છે. તાઇવાનના શેર બજારમાં TSMCનો શેર 10% ઉપર ચાલી રહ્યો છે. કોવિડ-19 રોગચાળાએ આ કંપની તેમજ અન્ય તાઇવાની કંપનીઓને અસર કરી નથી. જેના કારણે કંપનીનો શેર પણ વધી રહ્યો છે.
ઇન્ટેલનો પ્રોજેક્ટ પાછળ જતા TSMCને ફાયદો થયો TSMCની પ્રતિસ્પર્ધી કંપની ઈન્ટેલે તાજેતરમાં એવી જાહેરાત કરી હતી કે તેની નેક્સ્ટ જનરેશન ચીપને લોન્ચ કરવામાં મોડું થશે. આ જાહેરાત બાદથી તાઈવાની કંપનીને ઈમ્પોર્ટન્ટ માર્કેટમાં સારો બુસ્ટ મળ્યો છે. રેન્કિંગમાં ઇન્ટેલ હાલમાં TSMC કરતા ઘણી પાછળ છે.
Taiwan's TSMC is worth Rs. 5.4 lakh crore, which is more than the total valuation of Reliance Jio