વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (BWF)એ કોરોનાને કારણે તાઈપેઈ અને કોરિયા ઓપન સહિત 4 ટૂર્નામેન્ટ્સ રદ કરી દીધી છે. ફેડરેશનનું કહેવું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી કોઈ ઇવેન્ટ નહિ થાય. તાઈપેઈ ઓપન 1થી 6 સપ્ટેમ્બર સુધી, જ્યારે કોરિયા ઓપન ટૂર્નામેન્ટ 8થી 13 સપ્ટેમ્બર દરમિયાન રમાવવાની હતી. 136 દિવસથી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ રમાઈ નથી.
આ બે ટૂર્નામેન્ટ ઉપરાંત ચીન અને જાપાન ઓપન પણ રદ કરવામાં આવી છે. આ બંને ટૂર્નામેન્ટ્સ સપ્ટેમ્બરના મધ્યમાં યોજાવાની હતી.
BREAKING: BWF announces cancellation of September tournaments. "We are deeply disappointed to have to cancel tournaments, but feel the wellbeing of everyone involved is most important." - BWF Secretary General Thomas Lund#Badminton #HSBCBWFbadmintonhttps://t.co/gKppVNOFj9
— BWF (@bwfmedia) July 29, 2020BWFના સેક્રેટરી જનરલ થોમસ લુંડે કહ્યું કે અમે ટૂર્નામેન્ટ રદ કરવાના નિર્ણયથી નિરાશ છીએ. પરંતુ ખેલાડીઓ, દર્શકો અને તમામ સદસ્ય સભ્યોનું આરોગ્ય સૌથી મહત્વપૂર્ણ છે. તેને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
BWFના જનરલ સેક્રેટરીએ કહ્યું કે, અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ની ગાઈડલાઇન્સનું પાલન કરીશું. ભવિષ્યમાં પણ WHO, બેડમિન્ટન ટૂર્નામેન્ટ અંગે કોઈ નિર્ણય લેતા પહેલા સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી માર્ગદર્શિકા અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી પરના પ્રતિબંધોને ધ્યાનમાં લેવામાં આવશે.
136 દિવસથી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટ થઈ નથી. છેલ્લે માર્ચમાં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ રમાઈ હતી. -ફાઇલ ફોટો