Translate to...

તનુ વેડ્સ મનુ રિટર્નના સેટ પર 200 લોકો સામે કંગનાએ સ્વરા ભાસ્કરને અપશબ્દો કહ્યા હતા, સ્વરાએ તેને હેપ્પી મેમરી ગણાવી

તનુ વેડ્સ મનુ રિટર્નના સેટ પર 200 લોકો સામે કંગનાએ સ્વરા ભાસ્કરને અપશબ્દો કહ્યા હતા, સ્વરાએ તેને હેપ્પી મેમરી ગણાવી




સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ, પક્ષપાત, આઉટસાઈડર વગેરે મુદ્દે વિવાદ વધતા જાય છે. કંગના રનૌત ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સેલેબ્સ પર ડર રાખ્યા વગર જાહેરમાં ગંભીર આરોપ લગાવી રહી છે. કંગનાએ રિપબ્લિક ટીવીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા અને તાપસી પન્નુને બી ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. ત્યારપછી સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઇ ગયો છે. કંગનાને જવાબ આપતા હવે સ્વરા ભાસ્કરે એક ટ્વીટ શેર કર્યું છે જેમાં લખ્યું છે કે કંગનાએ 2014માં તનુ વેડ્સ મનુના સેટ પર સ્વરાને અપશબ્દો કહ્યા હતા.

કંગનાને સવાલ કરતા એક યુઝરે ટ્વીટ કર્યું કે, કંગના રનૌત મેડમ, તમે આટલા નખરા કેમ કરો છો અને તમે 200 લોકોની સામે તનુ વેડ્સ મનુ રિટર્નના સેટ પર આઉટસાઈડર સ્વરા ભાસ્કરને અપશબ્દો કેમ કહ્યા હતા કારણકે જ્યારે તેમણે એક વખતમાં શોટ આપ્યો અને ડિરેક્ટરે કહ્યું હતું ગુડ શોટ. શું આ આઉટસાઈડર સાથે અયોગ્ય વર્તન કરવું નથી? આ રીટ્વીટ કરીને સ્વરાએ લખ્યું કે, નેશનલ અવોર્ડ વિનર આઉટસાઈડર સ્ટારનો જરૂરિયાતમંદ આઉટસાઈડરને સપોર્ટ, લગભગ 2014. હેપ્પી મેમરી.

#SupportMax by reigning national award winning outsider-star to “needy- outsider” ! Circa 2014. Sigh! Such #happymemories