ડિરેક્ટર હંસલ મહેતા રિયા ચક્રવર્તી માટે ચિંતિત થયા, કહ્યું ‘તે પોતાને કોઈ નુકસાન પહોંચાડી લેશે તો કોણ જવાબદાર હશે?’

ડિરેક્ટર હંસલ મહેતા રિયા ચક્રવર્તી માટે ચિંતિત થયા, કહ્યું ‘તે પોતાને કોઈ નુકસાન પહોંચાડી લેશે તો કોણ જવાબદાર હશે?’સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર રોજ કઈક નવા આરોપો લાગી રહ્યા છે. રિયાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. વારંવાર મીડિયા ડિબેટમાં અને સોશિયલ મીડિયા પર રિયાને આરોપી કહેવામાં આવી રહી છે. લોકોના આ પ્રકારના જજમેન્ટને જોઇને ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ રિયા માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, જ્યાં સુધી કોર્ટ કોઈને દોષી જાહેર ન કરે ત્યાં સુધી કોઈએ રિયાને દોષી ન કહેવી જોઈએ.

‘ભગવાન માટે કોર્ટને જ દોષી કે નિર્દોષ સાબિત કરવા દો’ હંસલ મહેતાએ ટ્વીટમાં લખ્યું કે, ભગવાન ના કરે પણ આરોપ લગાવવા પર અને મીડિયાની વાતોથી તે છોકરીએ પોતાને નુકસાન પહોંચાડ્યું તો ! શું તેની પાછળ અર્નબ કે મીડિયા ડિબેટમાં બોલાવવામાં આવતા લોકો જવાબદાર હશે? ભગવાન માટે કોર્ટને જ દોષી કે નિર્દોષ સાબિત કરવા દો.

‘ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કોઈ લેવા-દેવા નથી’ અન્ય એક ટ્વીટમાં તેમણે રિયાનો પક્ષ લેતા લખ્યું કે, ગઈ સાંજે હું ઘણા એવા લોકોને મળ્યો જેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કોઈ લેવા-દેવા નથી અને તે લોકો રિયાને જજ કરીને પોતાના સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા. બેશરમ અને શોષક મીડિયા પોતાની કોર્ટ પોતાના ઈન્ટરેસ્ટ માટે ચલાવે છે તેનું આ પરિણામ છે. કોની કિંમત પર?

‘અમુક નિષ્ણાતો છે જે સત્ય અને ન્યાય માટે કામ કરે છે’ હંસલ મહેતાએ લખ્યું કે, અચાનક લોકો મેન્ટલ હેલ્થ, કાળા જાદુ, એથિક્સ અને કાનૂનના એક્સપર્ટ બની ગયા છે. અહિ અમુક નિષ્ણાતો છે જે સત્ય અને ન્યાય માટે કામ કરે છે. મીડિયાના લોકો, મિત્રો એક્સપર્ટ નહોતા અને દૂર-દૂર સુધી આ તપાસ સાથે કોઈ લેવાદેવા નથી.

બિહાર પોલીસના હાથમાં કેસ આવ્યા પછીથી રિયા ચક્રવર્તીના એન્ગલથી તપાસ ચાલુ છે. આ દરમિયાન રિયા પર આરોપો લાગી રહ્યા છે કે, તેણે સુશાંતના રૂપિયાનો ઉપયોગ કરીને તેની પર કાળો જાદુ કરાવ્યો. એક વર્ષ પહેલાં સુશાંતના બેંક અકાઉન્ટમાં 15 કરોડ રૂપિયા હતા જેનો રિયા ઉપયોગ કરતી હતી. હાલ તપાસ ચાલુ છે. એક પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં સુશાંતની બહેને કહ્યું કે, રિયા ઘરે તાંત્રિકને પણ બોલાવતી હતી.On Seeing Riya Chakraborty Being Accused, Hansal Mehta Said, 'If She Will Harm Herself, Then Who Will Be Responsible'