ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું, સુશાંતની છેલ્લી ફિલ્મ સેલિબ્રેટ કરવાની ઈચ્છા નથી, મીઠાની સાથે કડવો અનુભવ પણ થઈ રહ્યો છે

ડિરેક્ટર મુકેશ છાબરાએ કહ્યું, સુશાંતની છેલ્લી ફિલ્મ સેલિબ્રેટ કરવાની ઈચ્છા નથી, મીઠાની સાથે કડવો અનુભવ પણ થઈ રહ્યો છેસુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચારા’નું પ્રીમિયર આજે એટલે કે 24 જુલાઈના રોજ છે. ફિલ્મના ડિરેક્ટર તથા સુશાંતના મિત્ર મુકેશ છાબરાએ ફિલ્મ તથા એક્ટર અંગે વાત કરી હતી. મુકેશ છાબરાએ કહ્યું હતું કે આ અનુભવ તેમના માટે મીઠો તથા કડવો છે અને સુશાંતની અંતિમ ફિલ્મ હોવાને કારણે તે આ ખુશીઓ સેલિબ્રેટ કરવા ઈચ્છતા નથી.

વાતચીતમાં છાબરાએ કહ્યું હતું, ‘મને ખ્યાલ નથી કે મારી માનસિક સ્થિતિ શું છે. આ એક મિશ્રિત લાગણી છે. કડવી અને મીઠી એમ બે પ્રકારની લાગણી છે. ચાહકોની પ્રતિક્રિયા બહુ જ સારી છે. સુશાંત માટે તેમનો પ્રેમ બહુ જ વધારે છે પરંતુ મને આ બધું વિચિત્ર લાગે છે.’

વધુમાં મુકેશ છાબરાએ કહ્યું હતું, ‘મારા જીવનનું આ સૌથી મોટું પરિવર્તન છે. હું મારી પહેલી ફિલ્મને લઈ ખુશ નથી. હું આ ખુશીઓ સેલિબ્રેટ કરવા માગતો નથી, કારણ કે આ સુશાંતની અંતિમ ફિલ્મ છે. પહેલી ફિલ્મને લઈ વ્યક્તિ ખુશ હોય છે અને તેનામાં ઘણો જ ઉત્સાહ હોય છે પરંતુ મારા માટે આ એકદમ અલગ અનુભવ છે.’

‘આ બહુ જ વિચિત્ર લાગણી છે. હું આ અંગે વિચારતો રહું છું. હું ઈચ્છું છે કે લોકો સુશાંતની પોઝિટિવિટીમાંથી પ્રેરણા લે અને ખુશ રહે.’ ઉલ્લેખનીય છે કે કાસ્ટિંગ ડિરેક્ટરમાંથી ડિરેક્ટર બનનાર મુકેશ છાબરાની ‘દિલ બેચારા’ માટે સુશાંતે તરત જ હા પાડી દીધી હતી. સુશાંતે સ્ક્રિપ્ટ પણ વાંચી નહોતી. 2013માં ફિલ્મ ‘કાઈ પો છે’ દરમિયાન મુકેશ છાબરા તથા સુશાંત વચ્ચે મિત્રતા થઈ હતી.

24 જુલાઈએ ફિલ્મ સ્ટ્રીમ થશેમુકેશે કહ્યું હતું કે 24 જુલાઈના રોજ સાંજે 7.30 વાગે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર આ ફિલ્મ સ્ટ્રીમ થશે. આ સાથે જ મુકેશે કહ્યું હતું, ‘આપણે દરેક માટે આને વધુ ખાસ બનાવવા ઇચ્છીએ છીએ. તારીખ અને સમય લૉક કરી લો. ચાલો સાથે મળીને ફિલ્મ જોઈએ. ફિલ્મનું પ્રીમિયર, એક જ સમયે અલગ-અલગ જગ્યા પર (પોતાના ઘરમાં) પરંતુ એક દર્શક તરીકે. આ સુશાંત સિંહ રાજપૂત માટે છે.’

View this post on Instagram

We want to make this even more special for everyone. Lock the date and time. Let's all watch it together, the premiere of the film, same time, different places (your homes) but as one audience in whole. This one for #SushantSinghRajput ❤️ Dil Bechara to premiere on 24th July on Disney+ Hotstar in India and on Hotstar in USA, UK and Canada for Subscribers and Non-Subscribers at 7:30 PM (IST). @arrahman @sanjanasanghi96 @sahilvaid24 @swastikamukherjee13 @saswatachatterjeeofficial #SaifAliKhan @shashankkhaitan @suprotimsengupta @amitabhbhattacharyaofficial @foxstarhindi @disneyplushotstarvip @sonymusicindia @mukeshchhabracc repost and share if you can ❤️