Translate to...

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય




શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કેસ અનલોક બાદ વધારો થયો છે અને ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં ધરખમ કેસનો વધારો થયો છે. જેને લઈને ડાયમંડ ઉદ્યોગ સાત દિવસ માટે બંધ કરી દેવાયો હતો. દરમિયાન ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ કેસનો વધારો થતા આજે ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગને લઈને આરોગ્યમંત્રી કુમાર કાનાણી અને સાંસદ સીઆર પાટીલ દ્વારા ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી, જે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જે માર્કેટની દુકાનમાં કેસ નોંધાશે તે દુકાન અને ફ્લોર બંધ કરવામાં આવવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ડાયમંડ ઉદ્યોગને સાત દિવસ માટે બંધ કરાયાને પૂર્ણ થતાસાવચેતી સાથે ડાયમંડ ઉદ્યોગ પણ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.

ઉદ્યોગકારોએ બાહેધરી આપી કે હવે કેસ નહી વધશેઅનલોક બાદ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કેસમાં ધરખમ વધારો થયો હતો. જેને પગલે પાલિકા દ્વારા સાત દિવસ માટે ડાયમંડ ઉદ્યોગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને આજે આરોગ્ય મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ ઉદ્યોગકારોએ બાહેધરી આપી કે હવે કેસ નહી વધશે. જેથીડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમતો થવાની શક્યતા છે. આ સાથે ફરી કારખાનાં શરૂ કરાશે અને કેસના વધે તેનું ધ્યાન રાખવાનું રહેશે. જો કોઈ વેપારીઓ કાયદાનું પાલન નહીં કરશે અને કેસ વધશે તો ચોક્સસ કાયદાકીય પગલાં લેવાશે.

ચર્ચા વિચારણા બાદ નિર્ણયસુરતમાં કોરોનાના કેસની સ્થિતિ બગડતી જઈ રહી છે. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો ફરી શરૂ થતા કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હતા. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં આરોગ્યમંત્રી કુમાર કાનાની, સાંસદ સીઆર પાટીલ, સાંસદ દર્શના જરદોષ અને મેયર જગદીશ પટેલ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.

આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશેઉદ્યોગના અગ્રણીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતુ કે, નિયમનું પાલન કરવામા નહીં આવે તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દુકાનદાર અને બહારથી આવતાં તમામે આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે. વેપારીઓએ પણ કોવિડની ગાઈડ લાઈનનું કડક પાલન કરવા માટેની ખાતરી આપી હતી.

આગામી પંદર દિવસ સુરત માટે ફરી મહત્વના બની રહેશેસુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં હીરા ઉદ્યોગમાં 1103 અને કાપડ ઉદ્યોગમાં 765 કોરોના પોઝિટિવ કેસ થઈ ગયાં છે. આ ઉદ્યોગને ચાલુ રાખવા કે બંધ રાખવા તે માટે મુખ્યમંત્રીએ સુરતના પ્રતિનિધિઓને વેપારીઓ સાથે વાત કરીને નિર્ણય કરવા જણાવ્યું હતું. હાલમાં હીરા ઉદ્યોગમાં સંક્રમણ વધતાં હીરાના કારખાના બંધ કરાવાયા છે પરંતુ હવે ફરીથી શરૂ થઈ રહ્યાં છે. સુરતમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પાલન ન થતું હોય તેવા ઉદ્યોગ શરૂ થતાં આગામી પંદર દિવસ સુરત માટે ફરી મહત્વના બની રહેશે.







આરોગ્યમંત્રી, સાંસદ, મેયર સહિતનાની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ હતી