Translate to...

ડોભાલે ચીનના સૈનિકો ભારતમાં પ્રવેશવાની વાત નથી કરી, તેમજ ભારતે પેંગોંગ તળાવ કબજે કર્યું નથી

ડોભાલે ચીનના સૈનિકો ભારતમાં પ્રવેશવાની વાત નથી કરી, તેમજ ભારતે પેંગોંગ તળાવ કબજે કર્યું નથીગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત કરીને ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદમાં ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું. મે મહિનાની શરૂઆતમાં જ ભારત-ચીનના સૈનિકોની વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો હતો. 15 જૂનની રાતે આ અથડામણ વધુ હિંસક બની હતી અને 20 બહાદુર ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

આ દરમિયાન ભારત-ચીન સીમા વિવાદથી સંબંધિત અફવાઓથી લોકો ઘણા હેરાન થઈ ગયા છે. કેટલીકવાર નકલી વીડિયો અથવા ફોટો તરીકે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. તો ક્યારેક સેલિબ્રિટીઝના ભારત-ચીનના સીમા વિવાદ સાથે જોડાયેલી ખોટા નિવેદન વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે દિવ્ય ભાસ્કરની ફેક્ટ ચેક ટીમે આ દાવાની તપાસ કરીને વાચકોને સુધી ખોટા સમાચારો રોકવાની જવાબદારી નિભાવી.

વાંચોવિવાદથી સંબંધિત તે 10 મોટા દાવાઓ,જે અમારી તપાસમાં ખોટા હોવાનું બહાર આવ્યું છે

વાઈરલ દાવોઃ એક વીડિયો શેર કરવામાં આવ્યો. દાવો હતો કે, ગલવાન ઘાટીમાં તે અથડામણનો વીડિયો છે, જેમાં 20 ભારતીય જવાન શહીદ થઈ ગયા.સામે આવી હકીકતઃ આ વીડિયો 2 વર્ષ જુનો છે. તેનો ગલવન ઘાટીવાળી ઘટના સાથે કોઈ સંબંધ નથી.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે RBIએ બેંક ઓફ ચાઈનાને ભારતમાં બ્રાંચ ખોલવાની મંજૂરી આપી.સામે આવી હકીકતઃ 2 વર્ષ પહેલા જ બેંક ઓફ ચાઈનાને ભારતમાં બ્રાંચ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. વર્તમાન સીમા વિવાદ સાથે તેને કોઈ લેવા દેવા નથી.સપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ PM મોદીએ ચીનની સીમા પર 41 એરપોર્ટ બનાવ્યા. જ્યારે પૂર્વ PM મનમોહન સિંહે ચીનના ડરથી 10 વર્ષથી અરુણાચલની મુલાકાત નથી લીધીસામે આવી હકીકતઃ ઓક્ટોબર 2019માં ડો. મનમોહન સિંહે અરુણાચલની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારે ચીનની સીમા પર બનેલા વિમાનમથકોની સંખ્યા સત્તાવાર રીતે જાહેર કરી નથી. આમ બંને દાવા ખોટો નીકળ્યાં.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ ચીનના ભાગવાળા પેંગોંગ તળાવને હવે ભારતીય સેના દ્વારા કબજો કરવામાં આવ્યો છે.સામે આવી હકીકતઃ બંને દેશની સરકારો અથવા સેનાની તરફથી જાહેર કરવામાં આવેલું આવું કોઈ નિવેદન નથી મળ્યું. દાવો નકલી હોવાનું બહાર આવ્યું છે.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ સૈનિકોના મૃતદેહનો એક ફોટો. દાવો હતો કે તે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોના મૃતદેહ છે.સામે આવી હકીકતઃ આતંકવાદી સંગઠન બોકો હરામ દ્વારા માર્યા ગયેલા 105 નાઇજિરિયન સૈનિકોનો પાંચ વર્ષ જુનો ફોટો છે. જે ખોટા દાવા સાથે વાઈરલ કરવામાં આવ્યો.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ તિંરગામાં લપેટેલ તાબૂતોનો ફોટો. જેને 15 જૂનની રાતે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનોનો જણાવીને શેર કરવામાં આવ્યો.સામે આવી હકીકતઃ ફોટો તપાસમાં 1 વર્ષ જુનો નીકળ્યો. ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય સૈનિકો સાથે તેનો કોઈ સંબંધ નથી.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ ઈઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ભારત-ચીન વિવાદમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં ટ્વીટ કરી છે. ટ્વીટનો એક સ્ક્રીશોર્ટ પણ શેર કરવામાં આવી રહ્યો છે.સામે આવી હકીકતઃ વાઈરલ થઈ રહેલો સ્ક્રીનશોર્ટ બેન્જામિન નેતન્યાહુ નામના એક નકલી ટ્વિટર હેન્ડલનો છે.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

વાઈરલ દાવોઃ બોયકોટ ચાઈના લખેલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ચીનમાં જ કરવામાં આવી રહ્યું છેસામે આવી હકીકતઃ ચીનથી બીજા દેશોમાં પ્રોડક્ટસ એક્સપોર્ટ કરનાર વેપારીઓએ કહ્યું કે, ચીનમાં આવું કરવું ગેરકાયદેસર છે. આમ આ દાવો પણ ખોટો નીકળ્યો.સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો.

વાઈરલ દાવોઃ યુદ્ધ જહાજનો ફોટો વાયરલ થયો.તેના આધારે દાવો કરવામાં આવ્યો કે ભારત ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારતનો સાથ આપતા જાપાને સમુદ્રના રસ્તે ચીનને ઘેરી લીધું છે.સામે આવી હકીકતઃ વાઈરલ થઈ રહેલો ફોટો ત્રણ વર્ષ પહેલાનો માલાબાર સેન્ય અભ્યાસનો છે. તેને ખોટા દાવાની સાથે વાઈરલ કરવામાં આવી રહ્યો છે.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરોવાઈરલ દાવોઃ એક પત્રના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે એનએસએ અજીત ડોભાલે ચીનની સેનાના ભારતીય સીમામાં પ્રવેશ કરવાની વાત સ્વીકારી છે.સામે આવી હકીકતઃ અજીત ડોભાલે આવો કોઈ પત્ર નથી લખ્યો. નવેમ્બર 2019ના એક પત્ર સાથે ચેડાં કરીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાઈરલ કરવામાં આવી રહ્યો છે.સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરોDoval did not talk about Chinese troops entering India,