Translate to...

ડિફરન્ટલી એબલ્ડ સુપ્રિયાને ગણિતમાં 100માંથી માત્ર 2 જ માર્ક્સ મળ્યા હતા, 5000 રૂપિયાના ખર્ચે રિચેકિંગ કરાવ્યું તો પૂરા 100 માર્ક્સ મેળવ્યા

ડિફરન્ટલી એબલ્ડ સુપ્રિયાને ગણિતમાં 100માંથી માત્ર 2 જ માર્ક્સ મળ્યા હતા, 5000 રૂપિયાના ખર્ચે રિચેકિંગ કરાવ્યું તો પૂરા 100 માર્ક્સ મેળવ્યા




તમે ઘણીવાર એમ સાંભળ્યું હશે કે પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીએ રિચેકિંગ કરાવ્યું અને તેને મનગમતા માર્ક્સ મળી ગયા. શું તમે ક્યારે એ સાંભળ્યું છે કે ક્યારે કોઈ વિદ્યાર્થીને 2 માર્ક્સ આવ્યા હોય અને રિચેકિંગમાં અધધ 100માંથી 100 આવી જાય. હરિયાણામાં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. BSHE (હરિયાણા સ્કૂલ શિક્ષા બોર્ડ)માં 10મા ધોરણની સુપ્રિયાને ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ આવ્યા હતા. પરિણામથી સંતુષ્ટ ન હોવાથી સુપ્રિયાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું તો તેને 100માંથી 100 માર્ક્સ મળ્યા. સુપ્રિયા આંશિક રીતે દૃષ્ટિહિન છે. તેની આન્સરશીટ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી હતી. તેથી તેના માર્ક્સમાં ભૂલ થઈ હતી.

સામાન્ય વિદ્યાર્થીઓ સાથે સુપ્રિયાની આન્સરશીટ ચેક થઈ સુપ્રિયા જેવા ડિફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થી માટે અલગથી બધા નિયમ હોય છે. તેઓ પોતાની સાથે રાઈટર લઈ જઈ શકે છે. ગણિતનું પ્રશ્નપત્ર તમામ વિષયો કરતાં અલગ હોય છે. તેમાં A, B અને C કોડના પ્રશ્ન હોય છે. રાઈટરનું કામ પ્રશ્ન બોલવાનું અને પરીક્ષા આપનાર વિદ્યાર્થી જે જવાબ આપે તે લખવાનું હોય છે. સુપ્રિયાના પિતા છજ્જુ રામે જણાવ્યું કે, સુપ્રિયાની આન્સરશીટ સામાન્ય વિદ્યાર્થીઓ સાથે જ ચેક કરવામાં આવી, તેથી તેના આન્સર અલગ દેખાયા અને તેને માત્ર 2 જ માર્ક્સ મળ્યા.

પિતાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું હતું સુપ્રિયા જણાવે છે કે, ‘ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ જોઈ હું ખૂબ દુ:ખી અને આશ્ચર્યચકિત થઈ હતી. તેથી પિતાએ રિચેકિંગ માટે અપ્લાય કર્યું અને બાદમાં મને 100 માર્ક્સ મળ્યા. હું બોર્ડ પાસે માગણી કરું છું કે આવું કોઈ અન્ય ડિબરન્ટલી એબલ્ડ વિદ્યાર્થી સાથે ન કરે.’

Hisar: Supriya, a differently-abled student claims she was erroneously given 2 marks in maths by Haryana Board in class 10 exam as her answer sheet meant for 'blind candidate' was not checked following proper procedure. She says, "After re-evaluation, I got 100 marks." (07.08.20) pic.twitter.com/hZKPYeUNxw

— ANI (@ANI) August 8, 2020

રિચેકિંગમાં 500 રૂપિયાનો ખર્ચો થયો છજ્જુ રામ જણાવે છે કે, સુપ્રિયાને તમામ વિષયોમાં 90થી વધારે માર્ક્સ મળ્યા છે ગણિતમાં માત્ર 2 જ માર્ક્સ મળવા પર રિચેકિંગ માટે અરજી કરી. સુપ્રિયાના પિતા પોતે ગણિતના શિક્ષક છે. તેમણે રિચેકિંગ માટે 5000 રૂપિયાનો ખર્ચો કર્યો છે.

સુપ્રિયાનું સન્માન થશે સુપ્રિયાની આ ઉપલબ્ધિ પર હિસારની સરકારી સિનિયર સેકન્ડી સ્કૂલના પ્રિન્સિપલ હૃષિકેશ કુંડુ સુપ્રિયાને મહેનતુ વિદ્યાર્થી જણાવી કહે છે કે, તે ભણવામાં હોશિયાર છે અને સુપ્રિયાને સ્કૂલ ખૂલે ત્યારે સન્માનિત કરવામાં આવશે.







Haryana 10th Board| Visually Impaired Haryana Girl Supriya Who Secured 2 Marks In Maths, Got 100 Out Of 100 Marks After Re checking