ડેપ્યુટી CM અજિત પવારના દીકરાએ CBI તપાસની માગણી કરી, ગૃહમંત્રી અનિલ દેશમુખે પહેલાં જ CBI તપાસની ના પાડી હતી

ડેપ્યુટી CM અજિત પવારના દીકરાએ CBI તપાસની માગણી કરી, ગૃહમંત્રી અનિલ દેશમુખે પહેલાં જ CBI તપાસની ના પાડી હતી



સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા તથા ડેપ્યુટી CM અજિત પવારના દીકરા પાર્થ પવારે CBI તપાસની માગણી કરી છે. પાર્થ પવારે સોમવાર, 27 જુલાઈના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને એક પત્ર આપ્યો હતો. ગૃહમંત્રીએ પહેલાં જ કહી દીધું હતું કે આ કેસમાં CBI તપાસ થશે નહીં. હવે પાર્થના આ પત્ર બાદ ગૃહમંત્રી શું કરે છે તે જાણવું રસપ્રદ બનશે.

પાર્થ પવારે ગૃહમંત્રીને એક પત્ર આપ્યો પાર્થે પત્રમાં કહ્યું હતું, એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક અવસાનથી દેશમાં શોકનું વાતાવરણ છે. સુશાંતની જેમ જ જે યુવાનો મુંબઈ આવીને પોતાના સપના તથા આકાંક્ષાઓ પૂરી કરવા માગતા હતા, તેમને ઘણો મોટો આઘાત પહોંચ્યો છે. મને બિહાર, યુપી, એમપી, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોના યુવાઓએ અનેક ઈ-મેલ, મેસેજ તથા ફોન કર્યાં હતાં. મને ખ્યાલ છે કે આ દેશના યુવાનો તાર્કિક તથા નિષ્પક્ષ છે. આથી જ હું મારા દેશના યુવાનોના અવાજ માટે તમારી પાસે આ કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરે તેવો આગ્રહ કરું છું.

With the whole country, especially youth, seeking a proper investigation into the death of Late Sushant Singh Rajput, I urged Hon. @AnilDeshmukhNCP ji to take national emotions into consideration & initiate a CBI [email protected] @AmitShah @PMOIndia @narendramodi pic.twitter.com/NvHk4wH8nV

— Parth Pawar (@parthajitpawar) July 27, 2020

મુંબઈ પોલીસની નિષ્પક્ષતા પર વિશ્વાસ પત્રના અંતમાં પાર્થે એમ પણ કહ્યું હતું કે તેમને પોલીસની નિષ્પક્ષતા પર પૂરો વિશ્વાસ છે પરંતુ CBI યોગ્ય તપાસ કરીને આ કેસમાં યોગ્ય ન્યાય અપાવી શકે છે.

સુશાંતના અવસાનની યોગ્ય તપાસ થવી જોઈએ આ પત્રને ટ્વિટર પર શૅર કર્યા બાદ પાર્થ પવારે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના અવસાનની યોગ્ય તપાસ થવી જોઈએ.

ગૃહમંત્રીએ CBI તપાસની ના પાડી હતી 17 જુલાઈના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું, મુંબઈ પોલીસ સુશાંતના અવસાનની તપાસ કરી રહી છે અને અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. CBI તપાસની કોઈ આવશ્યકતા નથી. પોલીસ અધિકારીઓ યોગ્ય દિશામાં તપાસ કરવામાં સક્ષમ છે. પોલીસ બિઝનેસમાં દુશ્મનીના એન્ગલની પણ તપાસ કરી રહી છે.

38થી વધુ લોકોની પૂછપરછ સુશાંત આત્મહત્યા કેસમાં અત્યાર સુધી 38થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં જ પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર મહેશ ભટ્ટની પોલીસ સ્ટેશનમાં બે કલાક પૂછપરછ કરવામાં આવી હતી. હવે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાની પણ પૂછપરછ કરવામાં આવશે.







sushant singh rajput case: Deputy CM Ajit Pawar's son demands CBI probe, Home Minister Anil Deshmukh had earlier denied the CBI probe.