Translate to...

ડેડલાઈન ખતમ થયા પછી ચીનની હ્યૂસ્ટન એમ્બેસીમાં બળજબરીપૂર્વક પાછળના ગેટથી અમેરિકન એજન્ટ દાખલ થયા, અંદરથી દરવાજો લોક કરી દીધો હતો

ડેડલાઈન ખતમ થયા પછી ચીનની હ્યૂસ્ટન એમ્બેસીમાં બળજબરીપૂર્વક પાછળના ગેટથી અમેરિકન એજન્ટ દાખલ થયા, અંદરથી દરવાજો લોક કરી દીધો હતો
અમેરિકાએ ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધું છે. ચીનને મંગળવારે હ્યૂસ્ટન એમ્બેસી 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. શુક્રવાર સાંજે 4 વાગ્યે જેવી જ ડેડલાઈન ખતમ થઈ, અમેરિકન એજન્ટ્સ આ બિલ્ડિગમાં દાખલ થઈ ગયા. અંદર રહેલા ઘણા લોકોએ ગેટ ન ખોલ્યો. આ અંગે FBIએ તેમણે વોર્નિંગ આપી દીધી. ત્યારપછી એજન્ટે દરવાજો શક્તિનો ઉપયોગ કરીને ખોલાવ્યો.

Live from #Houston: #US officials fail to enter the (former) #CCP consulate as the door is locked from inside. They walk to the side door. 現場直擊:#美國 官員 未能從正門進入 #中共 (前)#休士頓 領館,因爲門從裏面鎖上了。他們轉而走向側門。 pic.twitter.com/XYJvJbclGu

— Jennifer Zeng 曾錚 (@jenniferatntd) July 24, 2020 FBI એજન્ટ્સ પછી સ્પેશ્યલ ફોરેન્સિક ટીમ એમ્બેસીમાં દાખલ થઈ.આ દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે મોટાભાગના એજન્ટ્સ યુનિફોર્મમાં ન હતા.

હેરાન કરનારી વાત તો ચીનનું વલણ છે. વિયેના કન્વેશન પ્રમાણે, એ નક્કી કરેલા સમયમાં બિલ્ડિંગને અમેરિકન અધિકારીઓને હેન્ડઓવર કરવાની હતી. પરંતુ જ્યારે FBI એજન્ટ્સ ત્યાં પહોંચ્યા તો મઈન ગેટ અંદરથી લોક હતો. પાછળનો ગેટ પણ આવી જ રીતે બંધ હતો. પરંતુ ટીમે તેને બળજબરી ખોલાવ્યો. પથી મેઈન ગેટ પર પણ શક્તિનો ઉપયોગ કરવો પડ્યો.

FBI પહેલા લોકલ પોલીસની ટીમ એમ્બેસીના પાછળના દરવાજે પહોંચી. તેણે અહીંયા હાજર એક વ્યક્તિ સાથે થોડીવાર વાતચીત કરી

જીદે ચડ્યું છે ચીન ડિપ્લોમેસીના નિયમ પ્રમાણે ચીને અમેરિકાએ આપેલી ડેડલાઈન ખતમ થયા પહેલા એમ્બેસી ખાલી કરવાની હતી. પણ આવું ન થયું. એમ્બેસીના હે઼ડ કાઈ વેઈએ ‘ધ પોલિટિકો’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પ પ્રશાસના આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો. કહ્યું કે, આ અમારો વિરોધ કરવાની પદ્ધતિ છે. અમે એમ્બેસી ખાલી નહીં કરીએ. તેમ છતા હાલ તેમણે બિલ્ડીંગ ખાલી કરવી પડી.

તપાસ પછી ઘણા બોક્સ લાવવામાં આવ્યા. તેમાં શું હતું તેની માહિતી હજુ સુધી નથી મળી આ તસવીર સામાન્ય નથી. આ ચીનાની એ માઈન્ડગેમનો ભાગ છે જે તેને એમ્બેસીમાં રમવાનો પ્રયાસ કર્યો. ચીન બિલ્ડીંગની બહારના ભાગમાં ઘણા લોકોની મુલાકાત કરાવતું રહ્યું, જેથી બધુ સામાન્ય લાગે.અંદર પુરાવા નષ્ટ કરવાનું કામ ચાલી રહ્યું હતું.

ચીનના પક્ષમાં ચીનના મૂળ લોકો નથી એમ્બેસીની તપાસ કરતી વખતે ચોંકાવનારી વસ્તુ જોવા મળી. એમ્બેસીની બહાર ઘણા ચીની નાગરિક ભેગા થયા હતા. તેમણે અમેરિકાની કાર્યવાહીનું સમર્થન કર્યુ અને ચીનના વિરોધમાં વાતો કરી. જેમાંથી મોટાભાગના લોકો તાળીઓ વગાડીને FBI એજન્ટો જુસ્સો વધારી રહ્યા હતા. ઘણા લોકો આખી ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા.

FBIને શું મળ્યું હજુ સુધી એ સ્પષ્ટતા થઈ શકી નથી કે હ્યૂસ્ટન એમ્બેસીમાંથી અમેરિકન અધિકારીઓને શું મળ્યું છે. જો કે, એજન્ટના દાખલ થયા પછી ઘણા લોકો બોક્સ લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ લોકો લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટના હતા. FBI સાથે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની એક સ્પેશ્યલ ટીમ પણ આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ ટીમે મંગળવારે સળાગાવાયેલા દસ્તાવેજોના પુરાવાઓની તપાસ કરી ગતી. દસ્તાવેજ સળગાવવાની ઘટના પછી જ એમ્બેસી પર શંકા ગઈ હતી. ત્યારપછી તેને 72 કલાકમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

Fun times at the Houston Consulate as pro-American Chinese protesters chant slogans as the CCP clears out of the building. pic.twitter.com/YZVUGOmZ8w

— Ian Miles Cheong (@stillgray) July 24, 2020

દરેક પ્રવૃતિ પર નજર મંગળવાર પછીથી જ એમ્બેસીની બહાર FBIના એજન્ટ તહેનાત હતા. આ લોકો અહીંયા થતી દરેક પ્રવૃત્તિ પર બાજ નજર રાખી રહ્યા હતા. શુક્રવારે બપોરે લગભગ બે વાગ્યે અહીંયા બ્લેક SUV, ટ્રક અને બે વ્હાઈટ વાન પહોંચી હતી. ચાર વાગતા જ એજન્ટ્સે બળજબરી ગેટ ખોલાવ્યો અને આ ગાડીઓ પણ અંદર દાખલ થઈ ગઈ. આ દરમિયાન લોકલ પોલીસ બહાર તહેનાત હતી. તપાસ પછી બિલ્ડીંગને સીલ કરી દેવાઈ છે.શુક્રવારે સાંજે ચાર વાગ્યે હ્યૂસ્ટન ખાતે આવેલી ચીની એમ્બેસીમાં FBI એજન્ટ્સ દાખલ થયા હતા.