ટીવી ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ શરૂ થયાના માત્ર બે અઠવાડિયા થયા છે પરંતુ શૂટિંગ પર કોરોનાનું જોખમ વધી રહ્યું છે. મહાનાયક ડો.બીઆર આંબેડકરના સેટ પર એક્ટર જગન્નાથ નિવાંગુને કોરોના થયો છે. એક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શૂટિંગ 3 દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે.
ત્રીજો શો જ્યાં કોરોના પહોંચ્યોઆ ત્રીજો શો છે જેના સેટ પર કોરોનાની એન્ટ્રી થવાથી શૂટિંગ અટકાવું પડ્યું. આ પહેલાં મેરે સાઈ, સહ કુટુંબ સહ પરિવાર અને ઝી ક્રિએટિવ ટીમના એક સભ્યને કોરોના હોવાની વાત સામે આવી હતી. મેરે સાઈના સેટ પર 3 દિવસ સેનિટાઇઝેશન બાદ આજથી શૂટિંગ શરૂ થશે.
View this post on InstagramA post shared by Jagannath Nivangune official (@jagannath_nivangune) on Jul 4, 2020 at 3:15am PDT
જગન્નાથ સાવધાની રાખી રહ્યા હતાજગન્નાથ શોમાં ડો. ભીમરાવના પિતાના રોલમાં છે. તેઓ સેટ પર જરૂરી તમામ સાવધાની રાખી રહ્યા હતા અને તેના ફોટોઝ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. પ્રોડક્શન હાઉસે જગન્નાથના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી તમામ લોકોને સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકાય.
View this post on Instagramमिल ते है जल्दी नये एपिसोड के साथ. #ekmahanayakbrambedkar
A post shared by Jagannath Nivangune official (@jagannath_nivangune) on Jun 29, 2020 at 11:00am PDT
19 માર્ચથી જૂન સુધી બંધ રહેલ ટીવી ઇન્ડસ્ટ્રીએ 13 જુલાઈથી ઘણા શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ રીતે કોરોના સંક્રમણના સતત સમાચાર આવ્યા બાદ શૂટિંગ જોખમમાં છે.
Jagannath Nivangune found corornavirus positive on set of TV show Mahanayak Dr. BR Ambedkar shooting halted for 3 days