Translate to...

ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે બધી લાઈટ્સ ઓન થઈ જાય છે, ટ્રેન રવાના થતાંની સાથે જ 50% લાઈટ્સ ઓટોમેટિક બંધ થઈ જાય છે

ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે બધી લાઈટ્સ ઓન થઈ જાય છે, ટ્રેન રવાના થતાંની સાથે જ 50% લાઈટ્સ ઓટોમેટિક બંધ થઈ જાય છે




ભારતીય રેલવે પોતાની અનોખી પહેલના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પશ્ચિમ મધ્ય રેલવેએ ઉર્જા સંરક્ષણ માટે જે ટેક્નિક અપનાવી છે, તેને ટૂંક સમયમાં સમગ્ર દેશના રેલવે સ્ટેશન પર લાગુ કરવામાં આવશે. પશ્ચિમ મધ્ય રેલવે ઝોન અંતર્ગત આવતા મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર અને નરસિંહપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ 100% લાઇટ ચાલુ થઈ જાય છે અને ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળતાની, સાથે જ 50% લાઇટ આપમેળે બંધ થઈ જાય છે.

નાનાં સ્ટેશનો પર 30% અને મોટા સ્ટેશનો પર 50% લાઇટ જ ચાલુ રહે છેરેલવેએ ઉર્જા સંરક્ષણના ઉદ્દેશથી આ પહેલ શરૂ કરી છે. પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી પ્રિયંકા દિક્ષિતના જણાવ્યા પ્રમાણે, અહીંના જીએમ શૈલેન્દ્ર કુમાર સિંહની પહેલ પર આ સિસ્ટમ પર કામ કરવામાં આવ્યું છે. અત્યારે તો નાનાં સ્ટોશનો પર સામાન્ય રીતે 30% લાઇટ ચાલુ રાખવામાં આવી રહી છે, તેમજ મોટા સ્ટેશનો પર 50% લાઈટ ઓન રહે છે. ટ્રેન આવે ત્યારે પ્લેટફોર્મની લાઈટ 100% ચાલુ થઈ જાય છે. અત્યારે આ વ્યવસ્થા ભોપાલ, જબલપુર અને નરસિંહપુર સ્ટેશનો પર કરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય સ્ટેશનો પર પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

પ્લેટફોર્મની લાઇટિંગ સિસ્ટમ ઘર અને સ્ટાર્ટર સિગ્નલ સાથે જોડવામાં આવી છે.સ્ટેશનના હોમ સિગ્નલ પર ટ્રેન આવતાની સાથે જ તમામ લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે.

સાંજે 6થી સવારે 6વાગ્યા સુધી કામ કરે છે આ ઓટોમેટિક સિસ્ટમભોપાલ રેલવે ડિવિઝનના ડીઆરએમ ઉદય બોરવણકરના જણાવ્યા પ્રમાણે, સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રેન ન હોવા છતાં પણ ઘણીવાર લાઇટ ચાલુ રહે છે. તેનાથી વીજળીનો વપરાશ સતત ચાલું રહે છે. બિનજરૂરી વીજ વપરાશ ઓછો કરવા માટે રેલવેએ આ શરૂઆત કરી છે. તેના માટે પ્લેટફોર્મની લાઈટિંગ સિસ્ટમને હોમ અને સ્ટાર્ટર સિગ્નલની સાથે જોડવામાં આવી છે.

આવું કરવાથી ટ્રેન જેવી સ્ટેશનના હોમ સિગ્નલ પર આવે છે તો બધી લાઈટ્સ ઓટોમેટિક ઓન થઈ જાય છે અને જેવી ટ્રેન પ્લેટફોર્મને ક્રોસ કરે છે અને ટ્રેનનો છેલ્લો કોચ સ્ટાર્ટર સિગ્નલને ટચ કરે છે, પ્લેટફોર્મની 50% લાઈટ્સ ઓફ થઈ જાય છે. આ વ્યવસ્થા સાંજે 6થી સાવરના 6વાગ્યા સુધી ચાલે છે.

ભોપાલ રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર સાંજે 6થી સવારના 6વાગ્યા સુધી 12 કલાકમાં લગભગ 200 યુનિટ વિજળીનો વપરાશ થતો હતો, જે હવે ઘટીને 80 યુનિટ થઈ ગયો છે

ભોપાલ સ્ટેશનના એક પ્લેટફોર્મ પર 12 કલાકમાં 120 યુનિટ વીજળીની બચત થઈ રહી છેરેલવેના જણાવ્યા પ્રમાણે, ભોપાલ રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર સાંજે 6થી સવારના 6વાગ્યા સુધી 12 કલાકમાં લગભગ 200 યુનિટ વિજળીનો વપરાશ થાય છે, જે હવે ઘટીને 80 યુનિટ થઈ ગયો છે. રેલવેની આ પહેલથી એક પ્લેટફોર્મના વાર્ષિક બિલમાં લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાનો ઘટાડો થશે. આ માત્ર એક રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મના બિલમાં થતી બચત છે, આ પહેલથી રેલવે સમગ્ર દેશના સ્ટેશનો પર કરોડો રૂપિયાની બચત કરવાની તૈયારી કરી રહ્યું છે.







ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ 100% લાઈટ ઓન થઈ જાય છે