Translate to...

ટ્રમ્પે ચીનની એપ પર બેનને મંજૂરી આપી, 45 દિવસ પછી આદેશ લાગુ થશે; કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી જરૂરી




ભારત પછી અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ટિકટોક ઉપર બેન કરી દીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ ઉપર બેનના આદેશ પર ગુરુવારે સાઈન કરી હતી. તે મુજબ 45 દિવસ પછી બેન લાગુ થશે.

ટ્રમ્પે કહ્યું- ટિકટોક દ્વારા ચીનને જાસૂસીની તક મળે છે ટ્રમ્પે કહ્યું કે ચાઈનીઝ એપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને ઈકોનોમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિકટોક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિકટોક ઓટોમેટિકલી યૂઝરની જાણકારી મેળવી લે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની કમ્યનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની જિદગીમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. તેનાથી તે અમેરિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સના લોકેશનને ટ્ર્ક કરી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલી જાસૂસી કરી શકે છે. પર્સનલ માહિતીના આધારે બ્લેકમેઈલ પણ કરી શકે છે.

ભારતે અત્યાર સુધીમાં 106 ચાઈનીઝ એપ બેન કરી અમેરિકા પહેલા ભારત પણ ચાઈનીઝ એપ બેન કરી ચૂક્યું છે. જૂનના અંતમાં ભારતે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન કરી. બીજા તબક્કામાં ચીનની 47 એપ બેન કરી હતી.







Trump approved Ben on China’s app, the order will take effect 45 days later; Said- Action required in view of national security