અમેરિકન રાષ્ટ્રપતિએ ફરી એક વાર કોવિડ-19 મામલે ચીન પર આકરા પ્રહાર કર્યા છે. મંગળવારે રાતે મીડિયા સાથેની વાતચીતમાં ટ્રમ્પે એટલે સુધી કહી દીધું કે હાલ તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઈ વાતચીત કરવા માંગતા નથી. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, મેં અત્યાર સુધી જિનપિંગ સાથે વાતચીત કરી નથી અને હાલ એવો કોઈ પ્લાન પણ નથી. અમેરિકા અને ટ્રમ્પે ઘણી વાર કોરોના વાઈરસ માટે ચીનને જવાબદાર ગણાવ્યું છે. ટ્રમ્પના મત પ્રમાણે વાઈરસ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયો છે.
જિનપિંગ સાથે વાત કરવાનું કોઈ પ્લાનિંગ નથીચીન મામલે અમેરિકાનું વલણ દિવસે ને દિવસે કડક થઈ રહ્યું છે. પહેલાં ટ્રેડ એગ્રીમેન્ટ, પછી કોરોના વાઈરસ અને હવે દક્ષિણ ચીન સાગરના મુદ્દે બંને દેશો આમને-સામને છે. ટ્રમ્પને જ્યારે એવું પુછવામાં આવ્યું કે, શું તેઓ જિનપિંગ સાથે વાત કરશે? તે વિશે તેમણે કહ્યું છે કે, ના, મેં તેમની સાથે કોઈ વાતચીત નથી કરી, અને હમણાં જિનપિંગ સાથે વાત કરવાનું કોઈ પ્લાનિંગ પણ નથી.
કોવિડ માટે ચીન જ જવાબદારમહામારી માટે ટ્રમ્પ ઘણી વાર ચીનને જવાબદાર ગણાવી ચૂક્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમે કોઈ ભૂલ નથી કરી, આ મહામારી માટે ચીન જ જવાબદાર છે. તેણે સમગ્ર દુનિયાની મુશ્કેલી વધારી દીધી છે. ચીન આ મહામારી રોકી શકતું હતું અને તેણે રોકવું પણ જોઈએ. આનાથી વધારે અત્યારે હું કશુ નહીં કહું. કારણકે જે પણ કઈ થયું તે બધુ દુનિયાની સામે આવી ગયું છે.
WHO ચીનની કઠપૂતળીઅમેરિકાએ WHOની મેમ્બરશીપ છોડી દીધી છે. આ સંગઠન વિશે સવાલ પૂછતા ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, WHO હકીકતમાં ચીનની કઠપૂતળીથી વધારે કઈ નથી. જોય બિડેન આ વિશે નરમ વલણ કેમ અપનાવી રહ્યા છે. અમે ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવ્યો છે. અમે અમારા લોકોને સુરક્ષીત રાખવા માંગીએ છીએ. અમેરિકા વેક્સિન પણ યોગ્ય સમય સુધીમાં તૈયાર કરી દેશે.
Donald Trump Xi Jinping | US President Donald Trump on china and Xi Jinping coronavirus plan.