ટીમોને મળ્યા કોલંબો સુપર કિંગ્સ, જાફના સનરાઈઝર્સ જેવા નામ, યૂઝર્સે કહ્યું- તે IPLની B ટીમો જેવી લાગે છે

ટીમોને મળ્યા કોલંબો સુપર કિંગ્સ, જાફના સનરાઈઝર્સ જેવા નામ, યૂઝર્સે કહ્યું- તે IPLની B ટીમો જેવી લાગે છેશ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)એ કોરોના વાઈરસની સ્થિતિ વચ્ચે લંકા પ્રીમિયર લીગ (LPL)ને મંજૂરી આપી છે. લીગમાં 28 ઓગસ્ટથી 5 ટીમ 23 મેચ રમાશે. ફાઈનલ 20 સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેના એક દિવસ પહેલા 19 સપ્ટેમ્બરથી UAEમાં ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) શરૂ થશે. આ સંજોગોમાં બન્ને લીગ વચ્ચે વિશેષ ટક્કર નહી થાય.જોકે, શરૂ થતા પહેલા લીગ ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ છે. કારણ કે ટીમોના નામ IPL જેવા રાખવામાં આવ્યા છે. જેમ કે કોલંબો સુપર કિંગ્સ, જાફના સનરાઈઝર્સ. સોશિયલ મીડિયા યુઝર્સ કહે છે કે નવા શુ નવા નામ રાખી શકાય તેમ ન હતા. તે IPLની બી ટીમ લાગે છે.

અગાઉ શ્રીલંકા બોર્ડે જણાવ્યુ હતું કે લીગમાં 5 ટીમ કોલંબો સુપર કિંગ્સ, ગાલે લાયન્સ, કેન્ડી રોયલ્સ, જાફના સનરાઈઝર્સ તથા દાંબુલા કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા, દાંબુલાના રંગગીરી, કેન્ડીના પલ્લેકલ તથા હંબનટોટાના સૂર્યા વેદા મહિંદા રાજપક્ષે સ્ટેડિયમમાં રમાશે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત લાયન્સ, રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની માફક નામ રાખ્યા બાદ ક્રિકેટ પ્રશંસક LPLને ટ્રોલ કરી રહ્યા છે. 93 ઈન્ટરનેશનલ ખેલાડી LPLમાં ભાગ લેશે LPLની યાદીમાં ઈગ્લેન્ડની 2019 વિશ્વ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ઝડપી બોલર લિયામ પ્લેન્કેટ અને ન્યૂઝીલેન્ડની ટીમ સાઉદી સહિત 93 ઈન્ટરનેશનલ ક્રિકેટર્સના નામ છે. પાકિસ્તાનનો ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝ તથા વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન સ્મિથ પણ લીગમાં રમશે.

પ્લેઈંગ ઈલેવનમાં 4 જ વિદેશી ખેલાડી રમી શકશે દરેક ફ્રેચાઈઝીને પોતાની ટીમમાં 6 વિદેશી ખેલાડી રાખવાની મંજૂરી આપી છે. IPLની માફક LPLમાં પણ ટીમો પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત 4 જ વિદેશી ખેલાડી રમાડી શકે છે. લીગમાં 93 ખેલાડી ઉપરાંત 8 કોચ પણ આ માટે તૈયાર થઈ ચુક્યા છે. ખેલાડીઓ માટે 8થી 45 લાખ સુધીની કેપ પ્રાઈઝ શ્રીલંકાના અગ્રણી ક્રિકેટર્સ માટે 45 લાખની કેપ પ્રાઈઝ રાખવામાં આવી છે. ટોપના ખેલાડી માટે આ રકમ 30થી 38 લાખ રૂપિયા રહેશે. જૂનિયર પ્લેયર્સ માટે કેપ પ્રાઈઝ 8થી 30 લાખ રૂપિયા સુધી છે. બીજી બાજુ વિદેશી ખેલાડીઓ તેમના સ્ટેટસ પ્રમાણે 8થી 45 લાખ રૂપિયા સુધી મળી શકે છે.કોરોનાની સ્થિતિ વચ્ચે લંકા પ્રીમિયર લીગ (LPL) દર્શકો વગર રમાશે. તમામ મેચ 4 સ્ટેડિયમમાં રમાશે-ફાઈલ ફોટો