ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સે 2019માં રૂ. 1.33 લાખ કરોડનો બિઝનેસ કર્યો, ભારતનો હિસ્સો માત્ર રૂ. 43.7 કરોડ

ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સે 2019માં રૂ. 1.33 લાખ કરોડનો બિઝનેસ કર્યો, ભારતનો હિસ્સો માત્ર રૂ. 43.7 કરોડસુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આમાં સૌથી વધુ ચર્ચા ટિકટોકની થઇ રહી છે. આ એપ સાથે દેશ અને દુનિયાના કરોડો યુવાનો જોડાયેલા છે અને પોતાના વિડીયો કન્ટેન્ટને કારણે રાતોરાત સ્ટાર પણ બની ગયા છે. જોકે, ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સને આ પ્રતિબંધની કોઈ ખાસ અસર થશે નહિ કેમકે તેના કુલ બિઝનેસમાં ભારતનો હિસ્સો નજીવો છે. બાઈટ ડાન્સે 2019માં રૂ. 1.33 લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો, તેમાં ભારતનો હિસ્સો માત્ર રૂ. 43.7 કરોડ જ હતો. વર્તમાનમાં આ દુનિયાની સૌથી વધુ વેલ્યુએબલ એપ છે. ન્યુયોર્કના ઇન્વેસ્ટમેન્ટ ફંડ ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ, સેકન્ડરી માર્કેટમાં બાઈટ ડાન્સની વેલ્યુ 105-110 બિલિયન ડોલર (રૂ. 7.9-8.3 લાખ કરોડ) જેટલી થવા જાય છે.

2018માં 3 બિલિયન ડોલર (અંદાજે રૂ. 21 હજાર કરોડ)ના રોકાણ બાદ કંપનીની વેલ્યુએશન 75 અબજ ડોલર (રૂ. 5.6 લાખ કરોડ) થઇ હતી. આ રોકાણ સોફ્ટબેંક કે સોન દ્વારા કરવામાં આવ્યું હતું. ફાઇનાન્સિયલ ટાઈમ્સ અને નિષ્ણાતોના મતે પ્રસ્તાવિત IPOથી કંપનીની વેલ્યુ 180 બિલિયન ડોલર એટલે કે રૂ. 13.5 લાખ કરોડ જેટલી થઇ શકે છે.

ભારતના પ્રતિબંધથી ટિકટોકના IPOને અસર થશે?
ટિકટોક એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં ભારત ટોચના દેશોમાં સામેલ છે. પરંતુ, રેવન્યુના હિસાબે ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સના ટોચના 10 દેશોમાં પણ ભારત નથી. 2019માં બાઇટ ડાન્સની વૈશ્વિક આવક રૂ. 1.33 લાખ કરોડ હતી અને તેમાં ભારતનો હિસ્સો માત્ર રૂ. 43.7 કરોડ હતો. ભારત કંપની માટેનું બીજું સૌથી મોટું બજાર છે, પરંતુ અત્યંત ઓછા ધંધાનો હિસ્સો હોવાને કારણે કંપનીને તરત અસર કરશે નહીં. આને કારણે, કંપનીના સૂચિત IPO પર પણ અસર થશે નહીં. લાંબા ગાળે, કંપની ચોક્કસપણે ધંધો ગુમાવશે.

2019ના પહેલા છ મહિનામાં બાઈટ ડાન્સને 49 હજાર કરોડનો નફો
2019ના પહેલા છ મહિનામાં દરમિયાન ટિકટોકને રૂ. 49 હજાર કરોડ (7 બિલિયન ડોલર)નો નફો થયો હતો. કંપનીએ 14 બિલિયન ડોલર રેવન્યુનો લક્ષ્યાંક રાખ્યો હતો પણ તેની કમાણી વધીને 17 બિલિયન ડોલર થઇ હતી. બ્લૂમબર્ગ, ફાઇનાન્સિયલ ટાઈમ્સ અને પ્રાઈવેટ ઇક્વિટીના ડેટા મુજબ કંપની પાસે 6 અબજ ડોલર (રૂ. 45 હજાર કરોડ)ની કેશ છે.

બાઈટ ડાન્સને ભારતમાંથી કમાણી
2019 સુધીમાં, બાઈટ ડાન્સે ભારતમાં રૂ. 43.7 કરોડનો ધંધો કર્યો હતો. કંપનીને રૂ. 3.4 કરોડનો નફો કર્યો છે. કંપનીને અમેરિકાથી રૂ. 650 કરોડની આવક થઈ હતી. તેવી જ રીતે ચીનથી રૂ. 2500 કરોડની આવક મળી. વ્યવસાયિક આવકના મામલે બાઇટ ડાન્સના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી.

ભારતમાં સૌથી વધુ યુઝર્સ નોંધાયા
2020માં ટિકટોકના સૌથી વધુ નવા યુઝર્સ ભારતમાંથી નોંધાયા છે. મેમાં ભારતમાં આ એપ 61.1 કરોડ વાર ડાઉનલોડ થઇ છે. 19.6 કરોડ સાથે ચીન બીજા નંબરે છે જયારે 16.5 કરોડ ડાઉનલોડ સાથે અમેરિકા ત્રીજા નંબર પર છે.

હાલમાં યુઝર્સની સંખ્યામાં ઝડપી વધારો થયો
એપ્સના બિઝનેસ ઉપર નજર રાખનારી સેન્સર ટાવરના જણાવ્યા મુજબ, ટિકટોકના યુઝર બેઝમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. 29 એપ્રિલના ડેટા મુજબ દુનિયાભરમાં ટિકટોક 200 કરોડ વાર ડાઉનલોડ થયું છે. વીતેલા પાંચ મહિનામાં 50 કરોડથી વધારે વખત ડાઉનલોડ થયું છે. દુનિયાભરમાં ટિકટોકના 80 કરોડ એક્ટિવ યુઝર્સ છે.

બાઇટ ડાન્સ 2012માં શરૂ થઇ હતી
ઝાંગ યીમિંગે 2012માં બાઇટ ડાન્સની શરૂઆત કરી હતી. ઝાંગ યીમિંગ વિચારી રહ્યા છે કે નવી પેઢી, જે પોતાને વ્યક્ત કરવામાં માને છે, તે દરેક પ્રકારની, સારી કે ખરાબની તેમની સાચી લાગણીઓને વ્યક્ત કરવા માંગે છે. તેથી તેણે નાના મ્યુઝિક વીડિયો સાથે કામ શરૂ કર્યું. આમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ 13.5 અબજ ડોલરની મૂડી સાથે હુરન ચાઇના રિચ લિસ્ટમાં ટોચના 20 શ્રીમંતોમાં ગણાય છે.

બાઇટ ડાન્સને વિશ્વના અન્ય દેશોમાં પણ વિવાદોનો સામનો કરવો પડ્યો છે

  • ઇન્ડોનેશિયા- ઇન્ડોનેશિયાએ અશ્લીલ વિડીયો અને અન્ય આક્ષેપોને આધારે 3 જુલાઈ 2018ના રોજ અસ્થાયીરૂપે એપ્લિકેશનને બંધ કરી દીધી હતી. નકારાત્મક કન્ટેન્ટને દૂર કરવા, ઓફિસો ખોલવા અને વય પ્રતિબંધો અને સિક્યોરિટીને મજબુત કરવા સહિતના ઘણા ફેરફારો કર્યા બાદ એક અઠવાડિયા પછી એપ્લિકેશનને અનબ્લોક કરવામાં આવી હતી.
  • ટેન્સન્ટના વીચેટ પ્લેટફોર્મ પર ડોયિનએ વીડિયો અવરોધિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ડોયિનને પછીથી ટિકટોક તરીકે રજૂ કરવામાં આવ્યું. એપ્રિલ 2018માં, ડોયિને ટેન્સેન્ટ પર દાવો કર્યો અને તેના વીચેટ પ્લેટફોર્મ પર ખોટી અને નુકસાનકારક માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો. જૂન 2018માં, ટેન્સન્ટે ટ ટાઉટિયાઓ અને ડોયિન સામે દાવો કર્યો.
  • અમેરિકા- 27 ફેબ્રુઆરી 2019ના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ ટ્રેડ કમિશને 13 વર્ષથી ઓછી ઉંમરના સગીર લોકો પાસેથી માહિતી એકત્રિત કરવા બદલ બાઈટ ડાન્સને 5.7 મિલિયનનો દંડ ફટકાર્યો. બાઈટ ડાન્સ દ્વારા ટિકટોકમાં કિડ્સ ઓન્લી મોડને ઉમેરીને જવાબ આપ્યો જે વિડીયો અપલોડિંગ, યુઝર્સ પ્રોફાઇલ્સ બનાવવાનું, ડાયરેક્ટ મેસેજિંગ અને અન્યની વિડીયો પર ટિપ્પણી કરવાનું અવરોધે છે, જ્યારે કન્ટેન્ટને જોવાની અને રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે.
  • ભારત- 3 એપ્રિલ 2019ના રોજ, મદ્રાસ હાઇકોર્ટે એક PILની સુનાવણી કરતી વખતે, ભારત સરકારને અશ્લીલ સાહિત્યને પ્રોત્સાહિત કરવાની વાતને ટાંકીને એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું હતું કે એપ્લિકેશનનો ઉપયોગ કરતા બાળકોને જાતીય શિકારી દ્વારા નિશાન બનાવવાનું જોખમ હતું. 17 એપ્રિલના રોજ, ગૂગલ અને એપલ બંનેએ ટિકટોકને ગૂગલ પ્લે અને એપ સ્ટોરથી દૂર કરી. 25 એપ્રિલ 2019ના રોજ, તમિળનાડુની અદાલતે એપ્લિકેશનના ડાઉનલોડ પર પ્રતિબંધ મૂકતા તેના આદેશને રદ કર્યા પછી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
  • હોંગકોંગ- સપ્ટેમ્બર 2019માં હોંગકોંગના દેખાવના વીડિયો સેન્સર કરવા બદલ ટિકટોકની જોરદાર નિંદા કરવામાં આવી હતી. એપ્લિકેશન પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે લોકશાહીને ટેકો આપતી વિડિઓ સામગ્રીને અવરોધિત કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગની ટીકા બાદ આ મામલો ચર્ચામાં રહ્યો હતો.
Tiktok's parent company Bite Dance will raise Rs. 1.33 lakh crore, of which India's share is only Rs. 43.7 crores