ઝેરી દારૂ પીવાથી 19 વ્યક્તિના મોત, SHO સસ્પેન્ડ; તપાસનો આદેશ

ઝેરી દારૂ પીવાથી 19 વ્યક્તિના મોત, SHO સસ્પેન્ડ; તપાસનો આદેશ



પંજાબના અમૃતસર અને તરનતારન જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝેરી દારુ પીવાથી 19 લોકોના મોત થયા છે. શુક્રવારે પંજાબ સરકારે તપાસના આદેશ આપ્યો છે. એક તરફ પોલીસે ચોરીના આરોપમાં અમુક લોકોની ધરપકડ કરી છે, બીજી તરફ એક SHOને સસ્પેન્ડ કરી દેવાયો છે. ગુરુવારે અમૃતસર જિલ્લાના મુચ્છલ ગામમમાં ઝેરી દારુ પીવાથી 8 લોકોના મોત થયા હતા. શુક્રવારે વધુ ચાર લોકોના મોત થયા છે. આ ઉપરાંત તરનતારનમાં પણ ઝેરી દારુ પીવાથી 7 લોકોના મોત થયા છે.

મુચ્છલ ગામમાં મોતને ભેટનારમાં કુલદીપસિંહ, (25), બલવિંદરસિહ (70), દલબીરસિંહ (65), મંગલસિંહ (62), કશ્મીરસિંહ (45), હરપાલસિંહ કાલા (35), બલદેવસિંહ (40)નો સમાવેશ થાય છે. પહેલા પોલીસે આ કેસને દબાવવાની કોશિશ કરી હતી, પરંતુ પછી લાપરવાહીના આરોપમાં એક SHOને સસ્પેન્ડ કરી દેવાયો છે. પોલીસ ચાર લોકોના મોતની પુષ્ટી કરી, જ્યારે ગ્રામજનો 8 મોતની વાત કરી રહ્યા છે. પોલીસે આરોપી મહિલા બલવિંદર કૌર સામે કેસ નોંધ્યો છે. તપાસ માટે એસપી (ડી) ગૌરવ તુર્રાના નેતૃત્વમાં 4 સભ્યની SIT બનાવી છે.

પરીવારજનોએ આરોપીઓ સામે કાર્યવાહી ન કરવાનો આરોપ મૃતકોમાં સામેલ બલવિંદરસિંહના પિતાનું કહેવું છે કે તેના પુત્રનું મોત ઝેરી દારુ પીવાથી થયું છે. અન્ય મૃતકની માતા જગીર કૌરના કહ્યા મુજબ તેના પુત્રનું મોત પણ ઝેરી દારુ પીવાથી થયું છે. પરીવારજનોએ પોલીસ ઉપર કાર્યવાહી ન કરાવનો આરોપ લગાવ્યો છે. સાથે કેસને દબાવવાની કોશિશ થઈ રહી હોવાનું પણ કહ્યું છે. ગામના લોકો જ દારુ વેચી રહ્યા છે, છતા પોલીસ કાર્યવાહી કરી રહી નથી.







19 deaths due to alcohol poisoning, SHO suspended; An inquiry was ordered