Translate to...

જો હું હાલમાં USમાં એક ભારતીય વિદ્યાર્થી હોઉં તો મારા માટે કઈ બાબતોની જાણકારી અગત્યની છે?

જો હું હાલમાં USમાં એક ભારતીય વિદ્યાર્થી હોઉં તો મારા માટે કઈ બાબતોની જાણકારી અગત્યની છે?
અમેરિકામાં ભારત સહિતના વિદેશીવિદ્યાર્થીઓ માટે એક મોટી મુશ્કેલીભરી સર્જે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.અમેરિકાએ ગઈકાલે એટલે કે 6, જુલાઈના રોજ જણાવ્યું હતું કે જે વિદેશી વિદ્યાર્થીઓના હવે પછીના તેમના સત્રના વર્ગો ઓનલાઈન કરવામાં આવ્યા હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓને દેશમાં રહેવા માટે મંજૂરી નહીં આપવામાં આવે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા ભરવામાં આવેલા આ પગલાંની અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગયેલા આશરે 2,00,000 ભારતીય વિદ્યાર્થીઓને અસર થાય તેવી શક્યતા છે.

જો તમે અમેરિકામાં F-1 વિઝા પર ભારતીય વિદ્યાર્થી હોય તો તમારે કઈ બાબત જાણવી જરૂરી છે? તમારી પાસે કયા વિકલ્પ રહેલા છે? આ તમામ પ્રશ્નોના કેટલાક જવાબો અહીં આપવામાં આવ્યા છે.

પ્રશ્નઃ F-1 વિઝા શું છે?F-1 વિઝા (એકેડેમિક સ્ટૂડેન્ટ) તમને ચોક્કસ કોલેજ, યુનિવર્સિટી, સેમિનાર, કન્ઝર્વેટરી, શૈક્ષણિક ઉચ્ચ શાળા, પ્રાથમિક શાળા, અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા ભાષા તાલીમ કાર્યક્રમમાં પૂર્ણકાલિન (Full-time) વિદ્યાર્થી તરીકે તમને પ્રવેશ આપે છે.

F-1 વિઝા પર તમને નિયમિત ફુલ-ટાઈમ ત્રિમાસિક ગાળા અથવા સેમેસ્ટર દરમિયાન પ્રત્યેક સપ્તાહ 20 કલાક સુધી કેમ્પસમાં કામ કરવા મંજૂરી આપવામાં આવે છે.

પ્રશ્નઃ US સરકાર દ્વારા તાજેતરમાં જે વિઝા નિયંત્રણ મુકવામાં આવ્યા છે તેની કોને અસર થશે?એવા વિદ્યાર્થીઓ કે જે F-1 વિઝા ધરાવે છે અથવા એવા વિદ્યાર્થીઓ કે જે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવા ઈચ્છે છે તેમને આ નિર્ણયની અસર થશે. અહીં બે અગત્યની બાબતની નોંધ કરવાની જરૂર છેઃ

પહેલી કે અમેરિકા વર્ષ 2020માં શરૂ થતા સેમેસ્ટર કે જે સંપૂર્ણપણે ઓનલાઈન છે તે માટે F-1 વિઝા વિદ્યાર્થીઓને ઈસ્યુ કરી રહ્યું નથી. બીજુ, જે વિદ્યાર્થીઓ અમેરિકામાં છે અને જો બાકીના સેમેસ્ટર સંપૂર્ણપણે ઓનલાઈન થઈ રહ્યા હોય તો તેવા પ્રોગ્રામ માટે આ વિદ્યાર્થીઓએ દેશ છોડીને જવાનું રહેશે.

પ્રશ્નઃ તો શું આનો અર્થ એવો થયો કે તેમો અભ્યાસ ક્રમ અધવચ્ચેથી જ રદ્દ કરવો પડશે?ના, જે વિદ્યાર્થીઓ અમેરિકા છોડીને જશે તેઓ પોતાના ગૃહદેશમાંથી જ ઓનલાઈન અભ્યાસક્રમ જારી રાખી શકશે.

પ્રશ્નઃ જો હું અત્યારે હું અમેરિકામાં એક ભારતીય વિદ્યાર્થી હોવું તો મારે કઈ બાબત જાણવી અગત્યની છે?જો તમે F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થી હોય અથવા અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો અમેરિકા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની તમારા પર ચોક્કસપણે અસર થશે.

પ્રશ્નઃ તો શું ભારતીય વિદ્યાર્થીઓ પાસે અમેરિકામાં પરત રહેવાનો અને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે કોઈ માર્ગ રહ્યો નથી?જો તમારી યુનિવર્સિટી શિક્ષણની હાઈબ્રિડ મેથડ શરૂ કરે જેમ કે ઓનલાઈન અને ઈન-પર્સન ક્લાસ વગેરે. તેવા સંજોગોમાં F-1 વિઝા ધારકો અમેરિકામાં રહી શકે છે અને તેમનો અભ્યાસ આગળ જાળવી શકે છે. એટલે કે ઓનલાઈન ક્લાસિસની સાથે શારીરિક રીતે વર્ગખંડમાં રહીને ઓફલાઈન વર્ગો પણ હોય તે જરૂરી છે.

વિદ્યાર્થીએ યુનિવર્સિટી પાસેથી એ પ્રમાણિત કરાવવાનું રહેશે કે તે જે અભ્યાસ કરી રહ્યો છે તે હકીકતમાં હાઈબ્રિડ પ્રકારનો છે અને તેમ જ આ માટે પૂરાવા આપવાના રહેશે. આવશ્યક દસ્તાવેજો રજૂ કર્યા બાદ વિદ્યાર્થી તેના અભ્યાસ માટે રોકાઈ શકે છે અને તે આગળ જાળવી શકે છે.પ્રશ્નઃ મારી યુનિવર્સિટી હાઈબ્રિડ ક્લાસિસ ઓફર કરતી નથી પણ, અન્ય યુનિવર્સિટી તે ધરાવે છે. શું હું મારો અભ્યાસ અન્ય યુનિવર્સિટીમાં તબદિલ (Transfer) કરી શકું છું?

હા, ઓન-કેમ્પસ અને ઈન-પર્સન ક્લાસિસ ધરાવતી અન્ય યુનિવર્સિટીમાં તમે ટ્રાન્સફર કરવાનો વિકલ્પ ધરાવો છે. જોકે, આ સેમેસ્ટર શરૂ થાય તે અગાઉ જોડાવુ જરૂરી છે.

અલબત, અત્રે એ બાબતની નોંધ લેવી જરૂરી છે કે ઘણીબધી યુનિવર્સિટીએ તેમના સંબંધિત સેમેસ્ટરમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તેમ જ અમેરિામાં કોરોના વાઈરસના વધી રહેલા કેસની સંખ્યાને જોતા અમેરિકાની યુનિવર્સિટી વર્ષ 2021 અગાઉ ઈન-પર્સન ક્લાસિસનો વિકલ્પ અપનાવે તેવી નહીંવત શક્યતા છે.

જો કોઈ વિદ્યાર્થી ટ્રાન્સફર કરવામાં અથવા તેમના ગૃહ દેશમાં પરત ફરવામાં નિષ્ફળ જાય તો શું થાય?આ પ્રકારના કિસ્સામાં વિદ્યાર્થીને તેમના ગૃહદેશોમાં મોકલી દેવામાં આવશે.આ પ્રકારના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ કરવાને લઈ પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.

નવેસરથી F-1 વિઝા માટે અધવચ્ચે પરત ફરવા સેમેસ્ટર અગાઉ શું અરજી કરી શકાય છે?

આ અંગે ICE દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પ્રશ્નઃ જે વિદ્યાર્થીઓના સપ્ટેમ્બર,2020માં પોતાના અભ્યાસક્રમો શરૂ થવાના છે તેઓ હવે શું કરી શકે છે? શું તેઓ પોતાના એડમિશનને ત્યારપછીના સેમેસ્ટર સુધી મુલત્વી રાખી શકે છે?

હજુ ICE દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

પ્રશ્નઃ આ મહામારીને લીધે હું ભારત પરત ફર્યો છું. મે હાઈબ્રિડ ક્લાસિસની ઓફર ધરાવતી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો છે. પણ હું પ્રવાસ પર પ્રતિબંધને લીધે પરત જઈ શકું તેમ નથી. મારે શું કરવું જોઈએ?

આ પ્રકારના કિસ્સામાં વ્યક્તિ જ્યાં સુધી મુસાફરી (Travel) પરના પ્રતિબંધ રહે ત્યાં સુધી વિદ્યાર્થી ગૃહદેશમાં રહેશે.

અન્ય કયા વિઝા ધારકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે?24 જૂનથી અમલી બને તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને નીચેના વિઝા ધરાવનાર લોકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છેઃ

ઈન્ટ્રાકંપની ટ્રાન્સફર્સ માટે L-1 વિઝાH-1B ખાસ વ્યવસાયોમાં કામદારો માટે તેમ જ પતિ કે પત્ની માટે H-4 વિઝાH-2B બિન-કૃષિ કામદારો માટે હંગામીઈન્ટર્ન્સ, ટ્રેઈની અથવા સમર વર્ક ટ્રાવેલ પ્રોગ્રામમાં ભાગ લેવા એક્સચેન્જ વિઝિટર્સ માટે J-1 વિઝા

ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓને કંપની દ્વારા સાત વર્ષ માટે અમેરિકામાં ટ્રાન્સફર માટે L-1 વિઝા

પ્રશ્નઃ જો હું મારા ગૃહ દેશમાં પરત આવું અને ઓનલાઈન શિક્ષણ મેળવવાનું ચાલુ રાખુ તો શું મને મારી ફી પર કોઈ રિફંડ મળશે?

આ નિર્ણય જો કોઈ યુનિવર્સિટી પ્રાઈવેટ અને સ્વાયત હોય ત્યારે તે પોતાની રીતે લેતી હોય છે. મારે આ અંગે માહિતી માટે સંબંધિત યુનિવર્સિટીના સંપર્કમાં રહેવું જોઈએ.If I am currently an Indian student in the US, what do I need to know?