Translate to...

જુહી ચાવલાએ તેના ટ્વીટને લઈને ચોખવટ કરી, અમિતાભ જી, અભિષેક, આયુર્વેદ..જલ્દી સાજા થઇ જશો - આ કોઈ ટાયપો એરર ન હતી

જુહી ચાવલાએ તેના ટ્વીટને લઈને ચોખવટ કરી, અમિતાભ જી, અભિષેક, આયુર્વેદ..જલ્દી સાજા થઇ જશો - આ કોઈ ટાયપો એરર ન હતી



બચ્ચન પરિવારમાં કોરોનાનું આગમન થયા બાદ દેશના સામાન્ય લોકો, રાજકારણીથી લઈને સેલેબ્સ તેમના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમની ચિંતા અને પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમાં જુહી ચાવલા પણ સામેલ હતી. જુહીએ તેના ટ્વીટને લઈને હવે ચોખવટ કરી છે કે, તેના અગાઉના ટ્વીટમાં કોઈ ટાયપો મિસ્ટેક ન હતી.

જૂનું ટ્વીટજુહી ચાવલાએ પહેલાં ટ્વીટ કર્યું હતું કે, અમિતજી..અભિષેક..આયુર્વેદ.. જલ્દી સાજા થઇ જશો, જોજો. આ ટ્વીટને લઈને લોકોએ કમેન્ટ કરી હતી કે આમાં ભૂલ છે, ટાઈપ કરવામાં એરર રહી ગઈ છે. લોકો જુહીને ટ્રોલ કરવા લાગ્યા હતા.

ચોખવટ કરી જૂનું ટ્વીટ ડીલીટ કર્યુંજુહીએ જૂનું ટ્વીટ ડીલીટ કરી નવું ટ્વીટ કર્યું કે, અમિતજી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા... તમે જલ્દી સાજા થઇ જાઓ એવી દિલથી શુભેચ્છા. મારું જૂનું ટ્વીટ ટાયપો ન હતું, મારો કહેવાનો મતલબ છે કે મેં જ્યારે આયુર્વેદ લખ્યું હતું ત્યારે હું કુદરતની દયા વિશે કહી રહી હતી જે તેમને જલ્દી સાજા થવામાં મદદ કરશે.

Amitji, Abhishek, Aishwarya & Aaradhya... Our heartfelt best wishes for your speedy recovery