Translate to...

જીવન માટે પ્રેમ ઉજાગર કરે છે દિલ બેચારા, આ જોઈને દિલ કહે છે, સુશાંત તારે પણ આશા છોડવાની ન હતી

જીવન માટે પ્રેમ ઉજાગર કરે છે દિલ બેચારા, આ જોઈને દિલ કહે છે, સુશાંત તારે પણ આશા છોડવાની ન હતી
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું પ્રીમિયર શુક્રવારે સાંજે 7:30 વાગ્યે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર યોજાયું હતું. ફિલ્મને લઈને ક્રેઝ એટલો હતો કે ટ્વિટર પર સાંજથી જ નંબર 1 પોઝિશન પણ #DilBecharaDay ટ્રેન્ડ કરી રહ્યો હતો.

ફિલ્મનો પ્લોટ દિલ બેચારા હોલિવૂડ ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સની રિમેક છે. ફિલ્મ શું કોઈના ગયા પછી ખુશ રહી શકાય? શું ખાલીપણા સાથે જીવવા મજબૂર લોકો ખુશ રહી શકે છે? કોઈના જવાના વિચારને શું સ્વીકારી શકાય? જિંદગી અમુક લોકો સાથે વધારે નિર્દય કેમ છે?

સુશાંતના હૃદયસ્પર્શી ડાયલોગ્સ

જન્મ કબ લેના હૈ ઔર કબ મરના હૈ યે તો હમ ડિસાઈડ નહીં કર સકતે, લેકિન કૈસે જીના હૈ યે હમ ડિસાઈડ કરતે હૈ.જબ કોઈ મર જાતા હૈ ઉસકે સાથ જીને કી ઉમ્મીદ ભી મર જાતી હૈ, પર મૌત નહીં આતી.મૈં બહુત બડે-બડે સપને દેખતા હૂં પર ઉન્હેં પૂરા કરને કા મન નહીં કરતા.પ્યાર નીંદ કી તરહ હોતા હૈ ધીરે ધીરે આતા હૈ ઔર ફિર આપ ઉસમેં ખો જાતે હૈં.હીરો બનને કે લિએ પોપ્યુલર નહીં હોના પડતા, વો રિયલ લાઈફમેં ભી હોતે હૈં.મૈં એક ફાઈટર હૂં ઔર મૈં બહુત બઢિયા તરીકે સે લડા.

સ્ટોરી આ રીતે આગળ વધે છે સ્ટોરીનો હીરો ઈમેન્યુએલ જુનિયર રાજકુમાર એટલે કે મેનીને બીમારીને કારણે એક પગ ખોટો હોય છે. હિરોઈન કીઝી બાસુ થાઇરોઇડ કેન્સરથી પીડિત છે. મેનીના ફ્રેન્ડ જગદીશ પાંડેને આંખની બીમારી હોય છે જેને કારણે તેનું અંધ થવાનું નિશ્ચિત છે. આ બધી તકલીફ હોવા છતાં દરેક રોલના તેમના સપના છે. કીઝીને તેના ગમતા સિંગર અભિમન્યુ વીરને મળવું હતું. મેનીને કીઝીનું સપનું પૂરું કરવું છે.

સ્ટોરી જમશેદપુરથી શરૂ થઈને આગળ વધે છે. કડવી હકીકતથી દૂર જવાના વિચાર પણ છે. આને પોઝિટિવ રીતે જોવામાં આવે તો તેને લીપ ઓફ ફેથ પણ કહી શકાય છે. તે રોલમાં જોવા મળે છે. ઝડપથી નજીક આવતા મૃત્યુથી દૂર જવાની આખી સ્ટોરી ક્યારેક પ્રેરણા આપે તો ક્યારેક દુઃખ, તો ક્યારેક સ્તબ્ધ કરી દે છે.

મેની ખુશ રહેવાની ટ્રાય કરે છે. કીઝીને જીવવાની આશા આપે છે પણ તેને ખબર છે કે આખરે શું થવાનું છે. તે કોઈપણ કાળે આશા છોડવા નથી માગતો. તે કીઝીમાં પરિવર્તન લાવે છે. આ એક પ્રેરક, ભાવનાત્મક સ્ટોરી જેમાં બલિદાન, કડવું સત્ય અને સાચા પ્રેમ વિશે પોઝિટિવ મેસેજ છે. તે પણ જણાવે છે કે ખરાબ વસ્તુ સામાન્યથી વધારે પ્રેરક હોય શકે છે.

સુશાંતની સ્ટ્રેન્થ જોવા મળી મુકેશ છાબરાની ડિરેક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ છે. તેમણે સુશાંતની સ્ટ્રેન્થનો યોગ્ય ઉપયોગ કર્યો છે. બસ હજુ થોડું વધારે પોલિશ કરવામાં કચાશ રહી ગઈ. દુઃખને હજુ વધારે બતાવ્યું હોત તો ફિલ્મની ઊંડી છાપ રહેતી. સ્ક્રિપ્ટ રાઇટર શશાંક ખૈતાને ફિલ્મને દેશી ટચ આપ્યો છે. સ્ટોરી જમશેદપુરથી પેરિસ સુધી ટ્રાવેલ કરે છે. મૃત્યુના જોખમ વચ્ચે સતત સંતાકૂકડી રમનાર કેરેકટર્સને સહજ ભાવે રજૂ કરવામાં આવ્યા છે, પણ થોડી ચૂક સારા ડાયલોગ્સ આપવામાં રહી ગઈ. તે વિચાર આપવામાં થોડી કચાશ રહી ગઈ જે મૃત્યુ જેવા એક ગંભીર સવાલનો અસરકારક જવાબ આપી શકતી હતી.

એક ખામી પણ છે, પરંતુ તે ખૂંચતી નથી રાજેશ ખન્નાની આનંદ સિવાય અત્યારસુધી આ સવાલ પર આધારિત ફિલ્મો સામાન્યરીતે આ ખામીથી સભર રહી છે. સટીક જવાબની શોધ અહીંયા પણ રહી જાય છે. જોકે, આ ખામી ખૂંચતી નથી. તેનું સ્ટ્રોંગ કારણ મેનીના રોલમાં રહેલ સુશાંત છે. તેની એક્ટિંગમાં તે સુકૂન જોવા મળ્યું જે તેની વિશિષ્ટતા હતી.

આ સ્ટાર્સને પણ યાદ રાખજો

ડેબ્યુ એક્ટ્રેસ સંજના સાંઘીએ કીઝીના મુશ્કેલ રોલને એક હદ સુધી સારી રીતે નિભાવ્યો. અન્ય કલાકાર સાહિલ વૈદ્ય, શાશ્વત ચટર્જી અને સ્વસ્તિકા મુખર્જીએ તેમના રોલને ન્યાય આપ્યો છે.આરીફ શેખનું એડિટિંગ સારું છે. સિનેમેટોગ્રાફરે જમશેદપુર અને પેરિસ બંનેને સારી રીતે ફ્રેમમાં લીધા છે.એ આર રહેમાન અને અમિતાભ ભટ્ટાચાર્યે ફિલ્મના મ્યુઝિકને ચાર ચાંદ લગાવ્યા છે.

દિલ બેચારાના કારણે ફરી સુશાંત યાદ આવ્યો ફિલ્મ રિલીઝ થયા પહેલાં અને પછી સુશાંત માટે સોશિયલ મીડિયા પર ઘણો ઈમોશનલ માહોલ રહ્યો. દુનિયાભરના તેના ફેન્સે સુશાંતને ભીની આંખે યાદ કર્યો. બોલિવૂડ સેલેબ્સે પણ સુશાંતને યાદ કર્યો.

આવા હતા રિએક્શન

आज तालियां भी हैं, आंसू भी है उसके हिस्से की... बस देखने वाला वो अदाकार बेहद दूर चला गया.#दिल_बेचारा pic.twitter.com/XjrShUf40t

[email protected] (@Rimadas19961) July 24, 2020

@OfficalKangana "दिल बेचारा देखकर पिछले ऐसा लगा रहा था कि जैसे मैं फिल्म में जी रहा हूँ। मैं आंसुओं में हूँ, सुशांत आपको मिस कर रहा हूं पूरी दुनिया मिस कर रही है"

— Master Durgesh Shukla (@master__durgesh) July 24, 2020

Simply Brilliant, Emotional and Heart Touching Movie. Manny we will miss you