ગણેશોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે. જોકે, આ વખતે 22 ઓગસ્ટથી શરૂ થનારા ઉત્સવમાં કોરોનાના કારણે વિઘ્ન આવ્યું છે. રાજ્યમાં 60 હજારથી વધુ ગણેશ મંડળ છે, 12 હજાર તો માત્ર મુંબઈમાં જ છે. મુંબઈમાં લગભગ 2 લાખ ઘરમાં પણ પ્રતિમા સ્થાપિત કરાય છે. બૃહદમુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહીબાવકર જણાવે છે કે, આ વખતે 40% ઓછા ગણેશ પંડાલ લાગશે. એટલે કે, લગભગ 7200 પંડાલમાં જ ભગવાન બિરાજશે.
મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલદર વર્ષે ગણેશજીની સ્થાપના કરનારા ઘરોમાં પણ 50% નહીં કરે. જેનું મોટું કારણ એ કે પ્રતિમા જ માંડ મળશે. દહીબાવકર કહે છે, “મોટા મંડળોએ ઓનલાઈન દર્શનની સાથે પરંપરા યથાવત રાખવી જોઈએ”. બૃહદમુંબઈ ગણેશ મૂર્તિકાર સંઘના અધ્યક્ષ ગજાનન તોંડવલકરે કહ્યું કે, ‘પ્રતિમાઓ બનાવવા માટે ગુજરાતથી 140 ટન માટી મગાવી છે, જેને 150 મૂર્તિકારોને વિતરિત કરાઈ હતી. રૂ.8.75 લાખ ખર્ચ થયા, પરંતુ કોરોના અને સરકારની નીતિઓના કારણે પ્રતિમા બનાવવી અને વેચાણ મુશ્કેલ છે. સરકારે ગણેશોત્સવ જુલુસ પર પ્રતિબંધ લગાવેલો છે. મૂર્તિનો આકાર 4 ફૂટનો રાખવા અપીલ કરી છે. મનપાએ હજુ સુધી પ્રતિમા બનાવવા માટે જગ્યા પણ આપી નથી.’
‘લાલબાગ ચા રાજા’ આ વર્ષે બિરાજશે નહીં, વાંચો મુખ્ય ગણેશ મંડળ શું કરશે100 વર્ષ જૂના ‘ચિંચપોકલીના ચિંતામણિ’માં નાની પ્રતિમા‘ચિંચપોકલીના ચિંતામણી’નું આ 101મું વર્ષ છે. મંડળના અધ્યક્ષ ઉમેશ સીતારામ નાઈકે કહ્યું કે, ગયા વર્ષે 18 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપી હતી, પરંતુ આ વખતે પ્રતિમા નહીં લાવીએ. માત્ર ચાંદીની નાની પ્રતિમા મુકીશું. જેનું વિસર્જન નહીં કરીએ. દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં પણ 3 ફૂટની પ્રતિમા જ સ્થાપિત કરાશે. અહીં ગયા વર્ષે 35 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ હતી.
જીએસબી ગણપતિમાં ઓનલાઈન બુકિંગથી જ દર્શન, વિશેષ રાહત માગીજીએસબી સેવા મંડળના ટ્રસ્ટી આર.જી ભટ્ટે કહ્યું કે, અમે ગણેશોત્સવ મનાવીશું. દર્શનના ઓનલાઈન સ્લોટ આપીશું. દર વર્ષે ગણેશને 70 કિલો સોના અને 350 કિલો ચાંદી સહિત રૂ.22 કરોડના ઘરેણા પહેરાવાય છે. નાની પ્રતિમામાં આ શક્ય નથી. વિશેષ રાહત માગી છે.
‘અંધેરી કા રાજા’નું 2028 સુધી બુકિંગ, નિર્ણય બાકીઆઝાદનગર સાર્વજનિક ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ‘અંધેરી કા રાજા’ ગણેશોત્સવ મંડળે ગણપતિની પ્રતિમાના સાંચાનું 2016થી ટ્રેડમાર્ક લઈ રાખ્યું છે. લોકોમાં પ્રતિમા બનાવવા માટે દાન કરવાની એટલી ઈચ્છા છે કે, 2028 સુધીનું બુકિંગ ફુલ છે. ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી જેવા સ્ટાર વેઈટિંગમાં છે. પ્રવક્તા ઉદય સાલિયને કહ્યું કે, શ્રાવણમાં ગણેશોત્સવ મનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી નિર્ણય લઈશું.
ફાઇલ તસવીર