જે રામલલ્લાનો ડ્રેસ સિવે છે, જે દરરોજ 20 બીડા સ્પેશ્યલ પાન મોકલે છે; જે માળા અને દૂધ-દહીં અને થાબડી પેઁડા મોકલે છે

જે રામલલ્લાનો ડ્રેસ સિવે છે, જે દરરોજ 20 બીડા સ્પેશ્યલ પાન મોકલે છે; જે માળા અને દૂધ-દહીં અને થાબડી પેઁડા મોકલે છેશ્રીરામ જન્મભૂમિ સાથે જોડાયેલા રાજકીય ચેહરાઓને તો તમે સૌ ઓળખો છો. આજે અમે તમને રામલલ્લા સાથે જોડાયેલા 5 એવા ચહેરાઓની મુલાકાત કરાવીશું, જે સામાન્ય લોકોના અજાણ્યા ચેહરા છે. આ લોકો 5 પેઢીઓથી રામલલ્લાની સેવા કરી રહ્યા છે. જો કે, આ લોકોને તેનું મહેનતાણું મળે છે પણ આ લોકોએ ક્યારેય ઓછા કે વધુ પૈસા માટે ફરિયાદ કરી નથી. આ લોકો પોતાને રામલલ્લાના સેવક જણ ગણે છે.

પહેલી કહાનીઃ ત્રણ પેઢીઓથી રામલલ્લાને ફુલોની માળા પહેરાવી રહ્યા છે, 1985માં મુન્ના માળીના દાદાને આ કામ મળ્યું હતું રામ જન્મભૂમિ પાસે આવેલા દોરાહી કુંવા મોહલ્લામાં એક ગલીમાં નાના મકાનમાં મુન્ના માળીના માતા સોઈ દોરો લઈને ફુલોની માળા તૈયાર કરી રહ્યા છે. સાથે જ તેમની દિકરી પણ તેમનો સાથ આપી રહી છે. પુછ્યું તો મુન્ના માળીના માતા સુકૃતિ દેવીએ ગર્વથી જણાવ્યું કે, અમે ત્રણ પેઢીઓથી રામલલ્લાને માળા આપીયે છીએ.પહેલા અમારા સસરા આ કામ કરતા હતા, તેમનું મોત થઈ ગયું તો મુન્નાએ કામ સંભાળી લીધું, સુકૃતિ કહે છે કે દરરોજ સવારે 10 વાગ્યે 20 માળા મંદિર મોકલવામાં આવે છે.

મુન્ના ભગવાન રામલલ્લા માટે માળા તૈયાર કરે છે. આ માટે તેમને દર મહિને 1100 રૂપિયા મળે છે.

ક્યારેક ક્યારેક અમે પણ જઈએ છીએ. આ ઉપરાંત અયોધ્યાના અન્ય મુખ્ય મંદિરોમાં પણ માળાઓ મોકલવામાં આવે છે. હનુમાનગઢીના ગેટ પર એક ટોપલીમાં ફુલ લઈને ઊભેલા મુન્નાએ જણાવ્યું કે, અમને દર મહિને 1100 રૂપિયા મળે છે. પણ અમને એનાથી કોઈ વાંધો નથી. મુન્નાએ જણાવ્યું કે, 1985માં મારા દાદાને આ કામ મળ્યું હતું. ત્યારથી અમે આ કામ કરી રહ્યા છીએ.જો કે, મુન્નાને આશા છે કે હવે રામમંદિર બની રહ્યું છે તો તેમના દિવસો પણ પાછા આવશે.

સુકૃતિ દેવીના ત્રણ પેઢીઓ ભગવાન રામ મટે માળા તૈયાર કરવાનું કામ કરી રહી છે.

બીજી કહાનીઃ દરરોજ 20 બીડા સ્પેશ્યલ પાન જાય છે રામલલ્લા માટે, તેમના મસાલા પણ અલગ અલગ ડબ્બામાં હોય છે અયોધ્યાના જૈન મંદિર ચાર રસ્તા પાસે દીપક ચૌરસિયાની પાનની દુકાન છે. આમ તો દુકાન પર કોઈ બોર્ડ લગાવેલું નથી, પણ રામ જન્મભૂમિ સાથે જોડાયેલા હોવાના કારમે લોકો તેમના નામથી જ સરનામું જણાવી દે છે.દીપક કહે છે કે મારા પિતાજી ભોગ માટે પાનનું બીડું મંદિર સુધી પહોંચાડતા હતા. ત્યારે અમે નાના હતા, ક્યારેક ક્યારેક સાથે જતા હતા. પિતાજીના નિધન પછી આ જવાબદારી મારા માથે આવી ગઈ. પિતાજી હંમેશા સેવા ભાવથી જોડાયેલા રહ્યા છે. દીપકે જણાવ્યું કે, ભગવાન માટે પાન બનાવવાનું હોય છે એટલા માટે સવારે 8 વાગ્યે દુકાને આવી જાઉ છું.

દીપક ચૌરસિયા રોજ ભગવાન રામ માટે મીઠું પાન તૈયાર કરીને લઈ જાય છે. આ કામ માટે તેમને દર મહિને 700 રૂપિયા મળે છે.

8.30થી 9 વાગ્યા વચ્ચે હું ભગવાન રામ માટે 20 બીડા મીઠા પાન તૈયાર કરીને ફ્રીજમાં અલગ મુકી દઉ છું, લગભગ 10.30 વાગ્યે તેને મંદિર પોંહચાડી દઉ છું. દીપકે જણાવ્યું કે, ભગવાનના પાન માટે તમામ મસાલાના અલગ ડબ્બા રાખ્યા છે. ભગવાન માટે મીઠું પાન બનાવાયા છે. તેમા કાથો, ચૂનો, સોપારી, ગરી, વરિયાળી, લવિંગ, ગુલકંદ, ચેરી, મીઠો મસાલો, મીઠી ચટણી નાંખીને બનાવાય છે. તેમણે જણાવ્યું કે, મહિનામાં 2 એકદાશી આવે છે, જ્યારે ભગવાન વ્રત રાખે છે. ત્યારે પાન નથી લેવાતું. 5 ઓગસ્ટ માટે દીપક વિશેષ તૈયારી કરી રહ્યા છે. તેમણે સ્પેશ્યલ મસાલા રાખ્યા છે જે એ દિવસે પાનમાં નાંખશે, જેમાં બનારસી મોટું પાન, કેસર , ઈત્ર, ખજૂર વગેરે નાંખવામાં આવશે. હાલ દીપકને મહિનાના 700 રૂપિયા મળી રહ્યા છે.

ત્રીજી કહાનીઃ 30 વર્ષથી દરરોજ થાબડી પેઁડાનો ભોગ ચઢાવાય છે, દરરોજ સવાર સાંજ 1-1 કિલો પેઁડા મોકલવામાં આવે છે અયોધ્યાના મુખ્ય રસ્તા પર ચંદ્રા મિષ્ઠાન ભંડાર છે. અહીંયા અમે રંજીત ગુપ્તાને મળ્યા.ચંદ્રાની બે પેઢીઓ ભગવાન માટે મીઠાઈ મોકલવાનું કામ કરી રહી છે. રંજીતે જણાવ્યું કે, અમે ભગવાન માટે સવાર સાંજ એક એક કિલો થાબડી પેઁડા મોકલીએ છીએ. પિતાજીએ લગભગ 30 વર્ષથી પેઁડા મોકલવાનું શરૂ કર્યું હતું. હવે અમે એ પરંપરાને આગળ વધારી રહ્યા છીએ. દરરોજ લગભગ 2 કિલો પેઁડા જાય છે. ક્યારેક ઓર્ડર વધી જાય તો વધારે મોકલવામાં આવે છે.આ પેઁડા 80 રૂપિયા કિલો છે, પણ અમે ક્યારે રૂપિયા વિશે વિચાર્યું નથી. આ અમારા અને આખા દેશવાસીઓ માટે સૌભાગ્યની વાત છે કે રામલલ્લાનું મંદિર બની રહ્યું છે.રામલલ્લાની કૃપાથી અમારી ત્રણ ત્રણ દુકાન થઈ ગઈ છે. અમે હંમેશા રામલલ્લાની સેવામાં રહેવા માંગીએ છીએ

રંજીત ગુપ્તાની મીઠાઈની દુકાન ચલાવે છે. તે ભગવાન રામ માટે દરરોજ મીઠાઈ પહોંચાડે છે

ચોથી કહાનીઃ ત્રણ પેઢીઓથી રામલલ્લાનો ડ્રેસ સિવી રહ્યા છે, 5 ઓગસ્ટ માટે બે અલગ રંગના ડ્રેસ તૈયાર થયા પ્રમોદ વન મોહલ્લામાં ભગવત પ્રસાદ ટેલરની દુકાન ચલાવે છે. એક નાના રૂમમાં જે કપડાથી ભરાયેલો છે, એમાં ત્રણ કપડા સિવવાના મશીન રાખેલા છે.ચારેય બાજુથી રંગબેરંગી કપડાથી ઘેરાયેલા ભગવત પ્રસાદે જણાવ્યું કે,આ દુકાન અમારા પિતા બાબૂલાલ ટેલના નામથી પ્રખ્યાત છે. લગભગ 60 વર્ષથી ભગવત પ્રસાદ ટેલર જાણીતા થઈ ચુક્યા છે. જ્યારે અમે તેમની પાસે ગયા તો એક ભક્ત તેમની પત્ની સાથે ભગવાન રામલલ્લાના ડ્રેસ સિવડાવવા માટે પહોંચ્યા હતા. એ વખતે એક કોન્સ્ટેબલજી કોઈ વ્યક્તિ સાથે રામલલ્લાનો ડ્રેસ સિવડાવવા માટે પહોંચ્યા હતા. તે 6 ઓગસ્ટે રામલલ્લાને ડ્રેસ પહેરાવવાના છે. એટલા માટે ભગવત પ્રસાદ તેમને પીળા રંગના વસ્ત્ર દેખાડતા હતા અને કહ્યું કે, પડદા સાથે 2500 રૂપિયા અને પડદા વગર થોડા ઓછા પૈસા થશે. તેમણે એડવાન્સ આપ્યા અને નામ નોંધાવીને જતા રહ્યા. ભગવતે કહ્યું કે, હું તમારી સાથે ભગવાનના દર્શન માટે જાતે આવીશ. જ્યાં રામલલ્લા તેમનો ડ્રેસ પહેરશે. જ્યારે ભગવત પ્રસાદે અમારી સાથે વાત કરી તો જણાવ્યું કે, અમે ત્રણ પેઢીઓથી રામલલ્લાના ડ્રેસ સિવી રહ્યા છીએ. હાલ ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે શ્વાસ લેવાનો પણ સમય નથી. તેમણે 5 ઓગસ્ટે પહેરાવવાનો ડ્રેસ પણ બતાવ્યો. તેમણે જણાવ્યું કે, 5 ઓગસ્ટ માટે રામાદળ ટ્રસ્ટના કલ્કિ રામ મહારાજ તરફથી ડ્રેસ બનાવાઈ રહ્યો છે. આ ડ્રેસ લીલા રંગનો હશે અને નવરત્ન જડેલો હશે. તેમણે જણાવ્યું કે, રામ જન્મભૂમિ પર રામલલ્લા, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન સાથે સાથે બાળરૂપમાં અને મોટા રૂપમાં હનુમાન જી પણ છે.

ભગવત પ્રસાદ ટેલરિંગનું કામ કરે છે, તે છેલ્લા ઘણા સમયથી રામલલ્લા માટે ડ્રેસ તૈયાર કરી રહ્યા છે

એટલા માટે ભગવાન માટે લીલા રંગનો પડદો જે પાછળ લગાવાશે. જ્યારે મોટું પાથરણું, પછી 5 નાના પાથરણા અને પછી 5 ડ્રેસ અને 6 દુપટ્ટા બનાવાયા છે. ભગવત પ્રસાદે ડ્રેસનો ભાવ જણાવવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે, બધુ રામની કૃપા છે. તેમણે એ પણ જણાવ્યું કે, ટ્રસ્ટ બન્યા પહેલા સરકાર વર્ષમાં 7 ડ્રેસ ભગવાન માટે બનાવડાવતી હતી જે સોમવારના દિવસે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ, શનિવારે વાદળી અને રવિવારે ગુલાબી હતો. જ્યારથી રામજી ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં આવ્યા છે ત્યારથી ભક્ત પણ ડ્રેસ આપવા માંડ્યા છે. ભગવત પ્રસાદે વાતચીતમાં જણાવ્યું કે, અમે પ્રભુ માટે કેસરિયા રંગનો ડ્રેસ પણ બનાવી રહ્યા છીએ. આવું કેમ એના જવાબમાં તેમણે જણાવ્યું કે, જો કોઈને લીલા રંગનો ડ્રેસ ન ફાવે તો કેસરિયા રંગનો ડ્રેસ પણ પહેરાવી શકાય છે. જો કે, તેમમે કહ્યું કે, આને સાવધાનીથી બનાવાયો છે. જ્યારે દિવસ બુધવારના હિસાબથી ભગવાનને લીલા રંગનો જ ડ્રેસ પહેરાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમારા પિતાજીએ આ કામ કર્યું અને અમારી સાથે સાથે અમારા બાળકો પણ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, મારો ભાઈ શંકરલાલ પણ દુકાનમાં બેસે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી રામલલ્લાની સેવા કરી છે. આશા છે કે હવે અમારા દીકરા પણ સેવા કરશે. દીકરાઓને કંઈ બીજું કરાવવાના સવાલ અંગે ભગવત પ્રસાદે કહ્યું કે, રામલલ્લાની સેવાથી શ્રેષ્ઠ શું હોઈ શકે. તેમની કૃપા હશે તો આગળ વધુ સારું થશે.

પાંચમી કહાનીઃ 60 વર્ષથી દૂધ-દહીં પહોંચાડી રહ્યા છે, જ્યારથી રામલલ્લાની મૂર્તિઓ ગર્ભગૃહમાંથી મળી ત્યારથી દૂધ-દહીં ત્યાં જાય છે

સીતારામની દૂધ-દહીંની દુકાન છે. તેમનો પરિવાર ભગવાન રામલલ્લા માટે 60 વર્ષથી દૂધ-દહીં પહોંચાડી રહ્યો છે.

રામ જન્મભૂમિ પાસે રામકોટ મોહલ્લો છે. આ સીતારામની દૂધ-દહીંની દુકાન છે. દુકાનમાં ભીડ નથી. કાઉન્ટર લગભગ 60 વર્ષના સીતારામ ઊભા છે. પુછ્યું તો જણાવ્યું કે, આ એજ દુકાન છે જ્યાંથી રામલલ્લા માટે દૂધ-દહીં જાય છે. તેમણે જણાવ્યું કે,જ્યારથી રામલલ્લાની મૂર્તિઓ ગર્ભગૃહમાં મળી છે ત્યારથી દૂધ-દહીં ત્યાં જાય છે. પહેલા પિતાજી લઈ જતા હતા, ત્યારપછી હું લઈ જાઉ છું. તેમણે જણાવ્યું કે, તીજના તહેવારે ઘી, પેંડા વગેરે પણ લઈ જાઉ છું. તેમણે જણાવ્યું કે, પહેલા રામ જન્મભૂમિના બાજુમાં જ દુકાન હતી. જ્યારે 1992માં વિધ્વંસ થયો તો મોટા પાયે હુલ્લડ થયા. તેના પછી અમે ત્યાંથી દુકાન અહીંયા શિફ્ટ કરી દીધી.ત્યારથી દુકાન અહીંયા જ છે. સીતારામે કહ્યું કે, મંદિર બની જશે પછી રૂપિયા -પૈસાની લેણદેણ થતી રહેશે.Ground Report From Ayodhya : Five Stories Of Those Who Involved In Service Of Ram Lala