Translate to...

જ્યારે સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઈ કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીને કંઈ ના કહો, તે આપણાં મા-બાપ સમાન છે

જ્યારે સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઈ કહ્યું હતું, ઈન્ડસ્ટ્રીને કંઈ ના કહો, તે આપણાં મા-બાપ સમાન છે
સરોજ ખાન હવે આપણી વચ્ચે નથી. સરોજ ખાનનું અંગત તથા પ્રોફેશનલ જીવન અનેક ચઢાવ-ઊતાર આવ્યા છે. તેમણે 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યા હતાં. આટલું જ નહીં સોહનલાલ પરિણીત હતાં અને ચાર બાળકોના પિતા હતાં. જોકે, લગ્ન સમયે સરોજ ખાનને આ વાતની જાણ નહોતી. લગ્નના થોડાં સમય બાદ જ બંને અલગ થઈ ગયા હતાં.

2016માં સલમાન પર આક્ષેપ મૂક્યો હતોસરોજ ખાન એકવાર સલમાન ખાન સાથે એક દર્દીને લઈ વાત કરવા માગતા હતાં. તેમણે પોતાના સાથીને કહ્યું હતું કે તે સલમાનને ફોન કરીને કહે કે માસ્ટરજી વાત કરવા ઈચ્છે છે. જોકે, સલમાને સરોજ ખાનનો ફોન લેવાની ના પાડી દીધી હતી. આ વાતથી સરોજ ખાનને ઘણો જ આઘાત લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે સલમાનનું વર્તન અપમાનિત કરવા જેવું છે. જોકે, ગયા વર્ષે સલમાને સરોજ ખાને ફિલ્મ ‘દબંગ 3’માં સાંઈ માંજરેકરને ડાન્સ ટ્રેનિંગ આપવાની જવાબદારી આપી હતી.

શાહરુખ ખાનને તમાચો માર્યો હતોકરિયરના શરૂઆતના દિવસમાં શાહરુખ ખાન ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો. તે સતત કામ કરીને થાકી ગયો હતો. એક દિવસ તેણે સરોજ ખાનને કહ્યું હતું કે તે કામ કરીને ઘણો જ થાકી ગયો છે ત્યારે સરોજ ખાને થપ્પડ મારીને સલાહ આપી હતી કે આવું ક્યારેય નહીં કહેવાનું કે કામ વધારે છે. આ ફીલ્ડમાં કામ ક્યારેય વધારે હોતું નથી.

‘તમ્મા તમ્મા’ના રીમિક્સથી નારાજ હતાં2027માં ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ના રિલીઝ સમયે સરોજ ખાનને એ વાતનું દુઃખ થયું હતું કે ‘તમ્મા તમ્મા’ ગીતની કોરિયોગ્રાફી તેમણે કરી હોવા છતાંય માધુરી દીક્ષિત જેટલું મહત્ત્વ મળ્યું નથી. સરોજ ખાને કહ્યું હતું કે માસ્ટરજી હવે જૂના થઈ ગયા છે પરંતુ માધુરી નથી થઈ. આથી જ માધુરીને બોલાવવામાં આવી. જોકે, વરુણ ધવન આ વાતને લઈ માફી માગવા તૈયાર હતો. સરોજ ખાને કહ્યું હતું કે એ લોકો કેમ તેમને બોલાવે. તેમણે વિચારી લીધું હશે જ્યારે સરોજજીની આસિસ્ટન્ટ માધુરી ત્યાં છે તો તેમને તેમની કોઈ જરૂર લાગી હશે નહીં.

ગણેશ આચાર્યે કાવતરું કરવાનો આક્ષેપ મૂક્યો હતોજાન્યુઆરી, 2020માં ગણેશ આચાર્યે સરોજ ખાન પર ષડયંત્ર તથા ઈન્ડસ્ટ્રીમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ કર્યો હતો. આ સમયે ગણેશ પર એક મહિલાએ કામના બદલામાં જબરજસ્ત એડલ્ટ વીડિયો જોવાનો આક્ષેપ મૂક્યો હતો. તે મહિલાએ ગણેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે ગણેશે કહ્યું હતું કે સરોજ ખાન તથા તેમના સાથીઓ ઈન્ડસ્ટ્રીને ભ્રષ્ટ કરી રહ્યાં છે.

કાસ્ટિંગ કાઉચ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું2018માં સરોજ ખાને કાસ્ટિંગ કાઉચને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, ‘આ તો બાબા આદમના જમાનાથી ચાલ્યું આવતું છે. દરેક યુવતી પર કોઈને કોઈ હાથ સાફ કરવાનો પ્રયાસ કરે છે. ગર્વમેન્ટના લોકો પણ આમ કરે છે. તમે કેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાછળ પડી ગયા છે, તે ઘર તો ચલાવી આપે છે. રેપ કરીને તરછોડી દેતા નથી. આ તો યુવતી પર છે કે તે શું કરવા માગે છે. તારે તેના હાથમાં નથી જવું તો તું ના જઈશ. તારી પાસે આર્ટ છે તો તું પોતાને કેમ વેચીશ? ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કંઈ ના કહેવું. તે આપણાં મા-બાપ સમાન છે.’

Yeh ladki ke upar hai ki tum kya karna chahti ho. Tum uske haath mein nahi aana chahti ho toh nahi aaogi. Tumhare paas art hai toh tum kyun bechoge apne aap ko? Film industry ko kuch mat kehna, woh humaara mai-baap hai: Saroj Khan on Casting Couch. pic.twitter.com/kYpPAPWMtB

— ANI (@ANI) April 24, 2018late saroj khan life and controversy