Translate to...

જિયો માર્ટમાં ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેરની કેટેગરી ઉમેરાશે

જિયો માર્ટમાં ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેરની કેટેગરી ઉમેરાશે




રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, લોન્ચિંગના ખુબા જ ટૂંકા ગાળામાં રિલાયન્સના ન્યુ કોમર્સ પ્લેટફોર્મ જિયો માર્ટ સાથે અનેક લોકો જોડાયા છે. હાલમાં આના પર ગ્રોસરી જ ઉપલબ્ધ છે પણ અમે તેનો વિસ્તાર કરવા જઈ રહ્યા છીએ. આવતા દિવસોમાં જિયો માર્ટ પર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેરની કેટેગરી પણ ઉમેરવામાં આવશે. અત્યારે જિયો માર્ટના બીટા વર્ઝનનું પાઈલોટિંગ ચાલુ છે. ફેસબુક ડીલ પછી, અંબાણીએ કહ્યું હતું કે 30 કરોડથી વધુ કરિયાણાના વેપારીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાશે.

ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશેમુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયો માર્ટ સાથે ખેડૂતોને જોડી અને તેમના તાજા ઉત્પાદનોને લોકોના ઘર સુધી સીધા જ એ અમારી ગ્રોસરી સ્ટ્રેટેજીનો મુખ્ય ભાગ છે. આનાથી ખેડૂતની આવકમાં નોંધપાત્ર સુધારો થશે અને તેઓ વધુ ઉત્પાદન મેળવવા પ્રોત્સાહિત થશે.

વેપારીઓ વોટ્સએપના માધ્યમથી વ્યવસાય કરી શકશેફેસબુક સાથેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, જિઓ માર્ટ પ્લેટફોર્મ સાથે જોડાયેલા વેપારીઓ વોટ્સએપના માધ્યમથી વ્યવસાય કરી શકશે. આનાથી નાના દુકાનદારો અને ગ્રાહકોને સીધો ફાયદો થશે. ઉપરાંત, તે નાના વેપારીઓને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાની તક આપશે. આ સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોજગારની નવી તકો પણ ઉભી કરવામાં આવશે.

જિયો માર્ટને દેશના વધુ શહેરોમાં વિસ્તરશેમુકેશ અંબાણીએ કહ્યું કે, હાલમાં જિયો માર્ટ દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ છે અને દૈનિક 2.50 લાખ ઓર્ડર મળી રહ્યા છે. હવે અમે તેનો વિસ્તાર કરવા પર કામ કરી રહ્યા છીએ. આવતા દિવસોમાં દેશના અન્ય શહેરોમાં તેની સર્વિસ ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત ડિલીવરીને ઝડપી કરવા ઉપર પણ કામ ચાલુ છે.







Geo Mart will add electronics, fashion, pharmaceutical and healthcare categories, and expand its services to cities across the country