Translate...

જેમને 70 વર્ષ બાદ રામની પૂજા કરવાનો અધિકાર મળ્યો, જન્મભૂમિથી 100 કિમી દૂર રહે છે પરિવાર, આજ કરશે રામલલાના દર્શન

જેમને 70 વર્ષ બાદ રામની પૂજા કરવાનો અધિકાર મળ્યો, જન્મભૂમિથી 100 કિમી દૂર રહે છે પરિવાર, આજ કરશે રામલલાના દર્શન22-23 ડિસેમ્બર, 1949ની રાત...મહંત અભયરામદાસ અને તેમના 60થી પણ વધુ સાથીઓએ રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ વિવાદિત સ્થળ પર મુકી હતી. તેમણે કહ્યું હતું કે, રામલલાનો જન્મ થયો છે અને જન્મસ્થાન પર કબ્જો મેળવ્યો છે. આ મામલે એફઆઈઆર થઇ હતી. જિલ્લા પ્રશાસને વિવાદિત સ્થળ પર કોઈ પણ પ્રકારના કાર્યક્રમ પર રોક લગાવી દીધી હતી.

ત્યાર બાદ 16 જાન્યુઆરી 1950ના રોજ હિન્દુ મહાસભાના નેતા ગોપાલસિંહ વિશારદે સિવિલ કોર્ટમાં મુસ્લિમ પક્ષ વિરુદ્ધ કેસ કરી કહ્યું કે રામલલા, માતા જાનકી અને લક્ષ્મણની મૂર્તિઓને હટાવવામાં ન આવે, તેમજ તેમના દર્શન અને પૂજા કરવા માટે અટકાવવામાં ન આવે.

આજે અયોધ્યામાં ભુમીપુજન કાર્યક્રમ, દીવાલો પર સુંદર કલાકૃતિઓ બનાવવામાં આવી છે.

33 વર્ષ પહેલા ગોપાલસિંહ વિશારદનું મૃત્યુ થયું તો સિવિલ કોર્ટેથી લઈને સુપ્રીમ સુધી અરજી કરી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ વિશારદે લડત લડી. 69 વર્ષ બાદ ચુકાદો આવ્યો. હવે લગભગ 10 મહિના પછી શ્રીરામ જન્મભૂમિ પૂજન માટે તેમને બોલાવવામાં આવ્યા છે. અયોધ્યા પહોંચતા પહેલા તેમણે દૈનિક ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, મને હજી તે ખબર નથી કે સુપ્રીમ કોર્ટના ફેંસલા પ્રમાણે, મારા પરિવારને રામલલાના દર્શન કરવાનો અધિકાર મળ્યો છે કે પૂજા કરાવવાનો.

ગોપાલ વિશારદના પુત્ર રાજેન્દ્રસિંહ વિશારદે પિતાના મૃત્યુ પછી સિવિલ કોર્ટથી લઈને સુપ્રીમ સુધી રામલલા કેસની લડત લડી

શ્રીરામ જન્મભૂમિથી 100 કિમી દૂર રહે છે ગોપાલસિંહ વિશારદનો પરિવાર

તેમનો પરિવાર જન્મભૂમિથી લગભગ 100 કિમી દૂર બલરામપુરમાં રહે છે. તેમના પુત્ર રાજેન્દ્રસિંહ પણ પોતાના પરિવારની સાથે રહે છે. બાલારામપુરના વીર વિનય ચોકથી લગભગ અડધો કિમી દૂર આવેલ તુલસી પાર્કમાં તેમનું ઘર લગભગ દોઢ હજાર વર્ગ ફૂટમાં બનેલું છે. ઘણા સમયથી મકાનનું સમારકામ થયું નથી. 80 વર્ષના રાજેન્દ્રસિંહ બેંકની નોકરીમાંથી નિવૃત્ત થઇ ગયા છે. ઘરમાં તેમના પત્ની, નાની વહુ અને તેમની 10 વર્ષની પૌત્રી રહે છે. મોટો પુત્ર લખનૌમાં બ્રોકરનું કામ-કાજ કરે છે, જ્યારે નાનો પુત્ર નેવીમાં છે.

જ્યારે પિતાએ કેસ કર્યો ત્યારે 13-14 વર્ષની ઉંમર હતી, નેતાઓનું આવવું -જવું વધી ગયું હતું

રાજેન્દ્રસિંહ જણાવે છે કે, અમે લોકો મૂળ ઝાંસીના રહેવાવાળા છીએ. પિતાજી બાદમાં આયોધ્યા આવીને વસ્યા હતા. અહીંયા પર તેમણે નાનો જનરલ સ્ટોર્સ ખોલ્યો હતો અને લાકડાનું કામ કરતા હતા. મને યાદ છે કે દુકાનનું નામ બુંદેલખંડ સ્ટોર્સના નામે હતું. પિતાજી જે સમયે હિન્દુ મહાસભાના નેતા હતા અને કાર્યક્રમોમાં આગળપડતા ભાગ લેતા હતા. હું વર્ષ 1968માં બેંકની નોકરી કરવા બલરામપુર આવ્યો હતો. ત્યાર બાદ અહીંયા જ રહી ગયો હતો.

ગોપાલ વિશારદના પુત્ર રાજેન્દ્રસિંહનું ઘર. તેમનો પરિવાર જન્મભૂમિથી 100 કિમી દૂર બલરામપુરમાં રહે છે.

માતા-પિતા પણ સાથે આવી ગયા, પરંતુ પિતાને અહીંયા વધુ સારું લાગતું ન હતું. તેમને બેઠકો કરવી પસંદ હતી, તો જ્યાં સુધી તેઓ ચાલતા - ફરતા રહ્યા ત્યાં સુધી અયોધ્યા જતા હતા. મંદિર - મસ્જિદ વિવાદમાં મુખ્ય ચહેરો રહેલા કેકે નૈયર સાહેબ સાથે પિતાને સારા સંબંધ હતા. બંને ઘણા કલાકો સુધી વાતો કરતા હતા. નૈયર સાહેબ બલરામપુર પણ આવતા હતા. વર્ષ 1986માં પિતાનું મૃત્યુ થયું હતું.

મહિનામાં લગભગ બે વાર ફૈઝાબાદ જવું પડતું હતું, પહેલીવાર લખનૌમાં સતત 20 દિવસથી વધુ રોકાવું પડ્યું હતું

રાજેન્દ્રસિંહ કહે છે કે પિતાના મૃત્યુ પછી આગળ કેસ લાડવા માટે મારે જોડાવું પડ્યું. અમે પૂછ્યું કે આપ નોકરી કરી રહ્યા હતા તો કેમ જોડાયા, તો તેમણે કહ્યું કે શ્રીરામનું કામ હતું એટલે જોડાવું પડ્યું. તેઓ આગળ જણાવે છે કે જ્યા સુધી ફૈઝાબાદમાં મામલો રહ્યો, ત્યાં સુધી લગભગ મહિમાના બે વખત આવવા-જવાનું રહેતું હતું. પછી જ્યારે કેસ લખનૌ હાલરત પહોંચ્યો તો ત્યાં પણ જવું પડતું હતું. પણ વર્ષ 2010માં ચુકાદા પહેલા મારે પહેલી વખત 20 દિવસથી વધુ સમય લખનૌમાં રહેવું પડ્યું હતું. ત્યારે વિહિપ દ્વારા કાર્યાલયમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે અયોધ્યામાં ભૂમિપૂજન. આયોધ્યા સુસજ્જ છે

ચુકાદો આવ્યા પછી હજી સુધી નથી કર્યા રામલલાના દર્શન

રાજેન્દ્રસિંહ કહે છે કે, મને ગર્વ છે કે જે સપનું પિતાજીએ જોયું હતું, તે આજે પિતાની ગેરહાજરી બાદ મારાથી પુરહ થયું છે. ભગવાને સારું પરિણામ આપ્યું છે. આનાથી સારું બીજું કોઈ સૌભાગ્ય ન હોઈ શકે. આજે સમગ્ર હિન્દૂ સમાજમાં ખુશી છે. હું પણ ખુબ જ ખુશ છુ. ચુકાદો આવ્યા બાદ હું ફક્ત બે વખત ફૈઝાબાદ ગયો હતો, પણ રામલલાના દર્શન કરી શક્યો ન હતો.

રાજેન્દ્રસિંહ કહે છે કે મને ગર્વ છે કે પિતાનું સપનું પૂર્ણ થયું. ભગવારે સારું પરિણામ આપ્યું.

હજી સુધી સમજાયું નથી કે શું ફેંસલો છે

રાજેન્દ્રસિંહ કહે છે કે, સુપ્રીમ કોર્ટનો ફેંસલોઃ આવી ગયો છે, પણ હાજી સુધી મને તેનો મતલબ સમજાયો નથી. જ્યારે પિતા દર્શન કરવા આવતા હતા તો તેમને અટકાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમણે કેસ કર્યો હતો. હાજી મને તે ખબર નથી કે રામલલા જઈને ફક્ત દર્શન કરવાને જ પૂજાનો અધિકાર માનવામાં આવશે કે ત્યાં પૂજા કરવાનો અધિકાર જ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ બાબતે મેં હાજી સુધી કોઈ વકીલને પણ પૂછ્યું નથી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દેશના જાણીતા સંતો-મહંતો સહીત 175 લોકોને ભૂમિપૂજન સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.

શું છે ફેંસલાનો અર્થ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગોપાલસીઓહં વિશારદને આપવામાં આવેલ અધિકાર બાબતે જયારે અમે રામલલા કેસથી જોડાયેલા સિનિયર એડવોકેટ રંજના અગ્નિહોત્રી સાથે વાત કરી તો, તેમણે જણાવ્યું કે ગોપાલસિંહ વિશારદે 1950માં કેસ કર્યો હતો, તે તે હતો કે તેમને ભક્તના રૂપે પૂજા કરવાનો અધિકાર આપવામાં આવે. પુજારીના રૂપે પૂજા કરવાનો અધિકાર ન આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ ફેંસલો સંભળાવતા ગોપાલસિંહ વિશારદના પરિવારને સામાન્ય ભક્તની જેમ જ પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ગોપાલસિંહ વિશારદે કરેલ કેસ મામલે કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.Those who got the right to worship Ram after 70 years, the family lives 100 km away from the motherland, will visit Ramallah today