Translate to...

જોફરા આર્ચરે કહ્યું- આઇસોલેશન દરમિયાન લોકોએ રંગભેદ અંગે ઓનલાઇન ખોટી વાતો કહી, મેં ECBને ફરિયાદ કરી




ઇંગ્લેન્ડનો ઝડપી બોલર જોફરા આર્ચર રંગભેદનો શિકાર થયો છે. લોકોએ તેને સોશિયલ મીડિયા પર ઓનલાઇન ખોટી વાતો કહી હતી. આર્ચરે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ને આ અંગે ફરિયાદ કરી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સીરિઝમાં બાયોસિક્યુરિટી નિયમ તોડવાને કારણે આર્ચર 5 દિવસ આઇસોલેશનમાં રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે આ ઘટના બની હતી.

ઇંગ્લેન્ડની ટીમ પોતાના ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે બાયોસિક્યુરિટી નિયમ હેઠળ 3 ટેસ્ટની સીરિઝ રમી રહી છે. તેવામાં પ્રથમ મેચ પછી આર્ચર નિયમ તોડીને પોતાના ઘરે ગયો હતો. તેના કારણે તેને બીજી મેચમાંથી બહાર કરવામાં આવ્યો હતો, તેમજ 5 દિવસ માટે આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું.

ઘણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફોલો કરવાનું બંધ કર્યું

આર્ચરે ડેઇલી મેઇલ માટે પોતાની કોલમમાં કહ્યું, "છેલ્લા કેટલાક દિવસોથી મેં ઘણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફોલો કરવાનું બંધ કર્યું છે. અમુક એકાઉન્ટ્સને મ્યૂટ પણ કર્યા જેથી હું તેમને ટાળી શકું (રંગભેદ જેવી વસ્તુઓ). હું ફરીથી આ બિનજરૂરી એકાઉન્ટ્સને ફોલો કરીશ નહીં. હું જાણું છું કે આ લોકો મેચમાં બે વિકેટ ઝડપીને પાછા આવશે. આપણે ખૂબ અસ્થિર દુનિયામાં જીવીએ છીએ. "

હવેથી રંગભેદ જેવી બાબતો સહન નહીં કરું

ઝડપી બોલરે કહ્યું કે, "છેલ્લા કેટલાક દિવસોમાં મેં ઇન્સ્ટાગ્રામ પર રંગભેદનો બહુ સામનો કર્યો છે. લોકો ખોટા શબ્દો કહી રહ્યા છે. મેં નક્કી કર્યું છે કે, બસ હવે બહુ થયું. તાજેતરમાં, એક 12 વર્ષીય બાળકે ક્રિસ્ટલ પેલેસના ફૂટબોલર વિલફ્રેડ જાહાને ખોટી વાતો કહી હતી. ત્યારથી મેં આ બધું સહન ન કરવાનો નિર્ણય લીધો છે, તેથી મેં ECBને ફરિયાદ કરી. "

ખેલાડીઓએ ઘૂંટણે બેસીને બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટને ટેકો આપ્યો

25 મેના રોજ અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડ પોલીસ બર્બરતા દ્વારા માર્યો ગયો. ત્યારથી, રંગભેદ સામે 'બ્લેક લાઇવ્સ મેટર' આંદોલન વિશ્વભરમાં શરૂ થયું. વેસ્ટ ઇન્ડીઝ-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં પણ ખેલાડીઓ મેચ પહેલાં ઘૂંટણે બેસીને તેને સપોર્ટ કરી રહ્યા છે.





આર્ચેરે 8 ટેસ્ટમાં 33 અને 14 વનડેમાં 23 વિકેટ ઝડપી છે. તેમજ 1 T-20માં 2 વિકેટ ઝડપી છે.