Translate to...

જાપાની ડિઝાઇનર શિગેતાકાએ 176 યૂનિક આઇકન બનાવ્યા હતા, જાપાને ઇમોજી માટે કી-બોર્ડ બનાવ્યું અને હવે ઇમોજી બ્રિટનના સિલેબસમાં પણ સામેલ

જાપાની ડિઝાઇનર શિગેતાકાએ 176 યૂનિક આઇકન બનાવ્યા હતા, જાપાને ઇમોજી માટે કી-બોર્ડ બનાવ્યું અને હવે ઇમોજી બ્રિટનના સિલેબસમાં પણ સામેલ
આજના સમયમાં ઇમોજી એ આપણી દિનચર્યાનો ભાગ બની ગયો છે. તે આપણી ભાવનાને દર્શાવે છે. મેસેજમાં ઇમોજી મોકલીને સામેવાળી વ્યક્તિને આપણે આપણી ફીલિંગ્સ જણાવી શકીએ છીએ. આજે એટલે કે 17 જુલાઈએ વર્લ્ડ ઇમોજી ડે છે જેણે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. ઇમોજીને જાપાનના ડિઝાઇનર શિગેતારા કુરીતાએ 25 વર્ષની વયે ડિઝાઇન કર્યું હતું. તેમણે વર્ષ 1999માં ઇમોજીના 176 સેટ તૈયાર કર્યા હતા, જે નાના-નાના ડોટના રૂપમાં હતા. આ એટલા ફેમસ થઈ ગયા કે તેને ન્યૂ યોર્કના મ્યૂઝિયમ ઓફ મોડર્ન આર્ટમાં પર્મેનન્ટ કલેક્શન તરીકે રાખવામાં આવ્યા.

ગયા વર્ષે બ્રિટનની યુનિવર્સિટીમાં ઇમોજીનો કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો. કિંગ્સ કોલેજ, એડિનબર્ગ અને કાર્ડિફ સહિત તમામ યુનિવર્સિટીની ભાષા, માર્કેટિંગ, સાઇકોલોજી અને પોલિટિક્સના સિલેબસમાં ઇમોજી પણ હવે કોર્સનો ભાગ બનશે. ઇમોજીપીડિયાના ફાઉન્ડર જેરેમી બર્ગે ઇમોજીની સિદ્ધિઓને વિશ્વમાં લાવવા માટે 17 જુલાઇએ વર્લ્ડ ઇમોજી ડેની જાહેરાત કરી. વર્ષ 2014માં પહેલો ઇમોજી ડે ઉજવવામાં આવ્યો હતો. તો ચાલો આજે વર્લ્ડ ઇમોજી ડેના દિવસે ઇમોજીની જર્ની વિશે વિગતવાર જાણીએ.

ઇ-મેલમાં શબ્દોની જગ્યાએ ઇમોજીનો ઉપયોગ કરાયોફાધર ઓફ ઇમોજી તરીકે ઓળખાતા શિગેતાકા કુરિતાએ ન તો એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને ન તો તેઓ કોઈ ડિઝાઇનર હતા. ઇકોનોમિક્સનું ભણનારા શિગતાકાએ એક મોબાઇલ ઇન્ટરનેટ સેવા કંપની માટે ઇમોજી બનાવ્યું. તે સમયે મોબાઇલ ઇન્ટરનેટથી ઇ-મેલ મોકલવા માટેના કેરેક્ટરની સંખ્યા માત્ર 250 હતી. આ દરમિયાન કુરિતાને લાગ્યું કે, ઓછા શબ્દોમાં બોલવાની શ્રેષ્ઠ રીત ઇમોજીસ હોઈ શકે છે. તેથી, ઇ-મેલ્સમાં શબ્દોને બદલે ઇમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો.

ઇમોજીના પ્રથમ સેટમાં હાસ્ય, દુખ અને સરપ્રાઇઝ જેવા ભાવ હતા

શિગેતાકાએ હવામાનનું ચિત્ર, કોમિક બુકમાંથી લાઇટ બલ્બ અને ટિકલિંગ બોમ્બ વગેરે આઇડિયા લઇને પ્રથમ ઇમોજી સેટ બનાવ્યો, જેમાં હાસ્ય, દુ: ખ, ક્રોધ, સરપ્રાઇઝ અને કન્ફ્યુઝનની ભાવના દર્શાવતી ઇમોજીસ પણ સામેલ હતાં. જાપાનમાં ઇમોજીની વધતી લોકપ્રિયતા જોઈને આઇફોને તેના મોબાઇલ ફોનમાં ઇમોજી કી-બોર્ડ આપ્યું. ધીમે-ધીમે તેનો ઉપયોગ SMS અને ચેટિંગમાં થવા લાગ્યો.

ઇમોજી શબ્દ ઓક્સપર્ડ ડિક્ષનરીમાં સામેલ થયોઇમોજી એટલી હદે લોકોની બોલચાલની ભાષામાં આવી ગયા કે વર્ષ 2013માં ઓક્સફર્ડ ડિક્ષનરીએ તેના શબ્દકોશમાં આ શબ્દ ઉમેર્યો. વર્ષ 2015માં ઓક્સફર્ડ ડિક્ષનરીએ તેને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો. વર્ષ 2016માં ન્યુ યોર્કના મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં શિગેતાકા કુરિતાના 176 ઇમોજીસના પ્રથમ સેટને સામેલ કરવામાં આવ્યો.

ઇમોજી બનવાનું કેવી રીતે નક્કી થાય છે?યુનિકોડ સ્ટાન્ડર્ડ લિસ્ટ અનુસાર, અત્યાર સુધીમાં 3,304 ઇમોજીસ બનાવવામાં આવી ચૂક્યા છે. યુનિકોડ કમિટી અનુસાર, દર વર્ષે સેંકડો નવી ઇમોજી બનાવવા એપ્લિકેશન આવે છે. ઇમોજી બનવા જોઇએ કે નહીં તે યુનિકોડ કન્સોર્ટિયમ ઇમોજી દ્વારા નક્કી કરવામાં આવે છે પરંતુ એપલ અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પોતાના પર્સનલ ઇમોજીસ બનાવવા માટે મુક્ત છે. વર્લ્ડ ઇમોજી ડે શરૂ કરનાર જેરેમી બર્ગ પોતે યુનિકોડ કમિટીના સભ્ય છે. તેમના મતે દર વર્ષે નવા ઇમોજી બનવા માટે સેંકડો અરજીઓ આવે છે.

બ્રિટનના સિલેબસમાં ઇમોજી ભણાવાશે

બ્રિટનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હવે કોર્સમાં ઇમોજી પણ શીખવવામાં આવશે. કિંગ્સ કોલેજ, એડિનબર્ગ અને કાર્ડિફ સહિતની તમામ યુનિવર્સિટીઓના ભાષા, માર્કેટિંગ, સાયકોલોજી અને પોલિટિક્સના સિલેબસમાં ઇમોજીસ ઉમેરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ઇમોજી હવે ભવિષ્યની ભાષા બનશે. લોકો હવે શબ્દો ઓછા પસંદ કરી રહ્યા છે અને ઇમોજીસ દ્વારા ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે.Japanese designer Shigetaka created 176 unique icons, Japan created a keyboard for emojis and now emojis are also included in Britain's syllabus.