Translate to...

જૂનાગઢ, બાબરા અને ખાંભામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

જૂનાગઢ, બાબરા અને ખાંભામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી



આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે જૂનાગઢ અને ખાંભા પંથકમાં વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં 2દિવસના વિરામ બાદ વરસાદી વાતાવરણ બંધાયું હતું. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા.ઉનામાં ધોધમાર વરસાદ, લાઠીમાં ધીમી ધારેગીરસોમનાથના ઉના તાલુકાના ઉમેજ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જ્યારે લાઠીમાં પણ બપોરે વરસાદ શરૂ થયો છે. ઘનઘોર વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ખાંભામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીખાંભા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથીવાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરૂ થયો હતો. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વરસાદના પગલે રોડ-રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતા.

બાબરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમનબાબરા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે. સતત વરસતા વરસાદથી જગતનો તાત ખુશ ખશાલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ શહેરના રોડ-રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.

વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીછત્રી અને રેઇનકોટ વિના નીકળેલા લોકોએ વરસાદથી બચવા આમતેમ ભાગવું પડયું હતું. જ્યારે કેટલાક લોકોએ વરસાદમાં ભીંજાવાનો આનંદ ઉઠાવ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં રોડ પર પડેલા ગાબડામાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડતાં મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

(સરમન ભજગોતર-જૂનાગઢ, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, રાજુ બસિયા-બાબરા)







CLIMATE CHANGE IN SAURASHTRA RAIN IN JUNAGADH