Translate to...

જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 24 કેસ નોંધાયા, રાજકોટ જિલ્લામાં 13, જામનગરમાં 7, ભાવનગરમાં 19 કેસ

જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 24 કેસ નોંધાયા, રાજકોટ જિલ્લામાં 13, જામનગરમાં 7, ભાવનગરમાં 19 કેસરાજકોટમાં 6, ભાવનગરમાં 19અને દીવમાં 1 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટજિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 333કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ ધોરાજીમાં નોંધાયા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 34 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 189પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલીમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારે જામનગરમાં આજે વધુ 7 કેસ નોંધાયા છે. બોટાદમાં બે પોઝિટિવ કેસ આવ્યા છે. બોટાદના ઢીકવાળી ગામે 57 વર્ષના પુરુષ અને બરવાળાના ભીમનાથ ગામે 70 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ થતા એક જ દિવસમાં 24 પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં આંબેડકરનગરમાં 3, દોલતપરામાં 5,ગણેશનગરમાં 1, જોષીપરાના શાંતેશ્વરમાં 14 અને સાંઇબાબા સોસાયટીમાં 1 કેસ નોંધાયો છે. ધોરાજીમાં વધુ 7 કેસ નોંધાયા છે.

ભાવનગર શહેરમાંવધુ પાંચ કેસ નોંધાયા છે. જેમાં લીલા સર્કલ માઘવાનંદ -2માં રહેતા ડોક્ટર આરતીબેન બાબુભાઇ બાંભણીયા (ઉં.વ. 26), તળાજાના સરતાનર ગામે રહેતાં અને વડોદરા નોકરી કરતા દિલીપભાઈ બોઘાભાઈ બારૈયા (ઉં.વ.31), )વલ્લભીપુરના દરેડ ગામે રહેતાં કાળુભાઈ મોહનભાઈ નાથાણી (ઉં.વ. 70), વલ્લભીપુરના મોણપુર ગામે રહેતાં અને અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા રાજુભાઈ મથુરભાઈ (ઉં.વ. 39) અને વલ્લભીપુર ચમારડી દરવાજાના રહેવાસી જૈમિનભાઇ ધાનાણી (ઉં.વ.30)નો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં જેસરમાં 3, ભંડારીયા ગામે 1, મહુવાના નાના આસરણા ગામે 1, મહુવાના અખેગઢ ગામે 1, મહુવાના તરેડ ગામે 1 અને વલ્લભીપુરમાં 1 કેસ નોંધાયો છે.ગીર સોમનાથવધારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તાલાલાના ગુંદરણ ગામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. SBI બેંકના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા બેન્કનું કામ ભંધ કરવામાં આવ્યું છે.તમામ કર્મચારીઓને ફેસિલિટી ક્વોરન્ટીન કરાયા છે.

ધોરાજીમાં વધુ 7 કેસ નોંધાયાધોરાજીમાં વધુ સાત કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાંસત્યમ શિવ વાળી શેરી જેતપુર રોડ પર 16 વર્ષીય યુવતી,અલીનગર વિસ્તારમાં 18 વર્ષીય યુવક,ગ્રીન પાર્ક પોસ્ટ ઓફિસ વિસ્તારમાં 65 વર્ષીય વ્રુદ્ધા,જમનાવડ રોડ પર રેલ્વે ફાટક પાસે 31 વર્ષીય યુવક, જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં 19 વર્ષીય યુવક, જમનાવડ રોડ પર ગોપીપાન પાછળનાં વિસ્તારમાં 45 વર્ષીય યુવક,જનસેવા સોસાયટી કોલેજ ગ્રાઉન્ડ પાસે 60 વર્ષીય વ્રુદ્ધાનો સમાવેશ થાય છે.ધોરાજી તાલુકામાં કુલ કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.જામનગરમાં સાત કેસ નોંધાયાજામનગરમાં નોંધાયેલા સાત કેસોમાં દક્ષાબેન ખાખરીયા (ઉ.વ.57), મનસુખભાઇ ખાખરીયા (ઉ.વ.61), દીપાલી મહેતા (ઉ.વ.34), કૃણાલ મોદી (ઉ.31), માલદેવ હરબચંદ રાયસિંહ (ઉ.વ.58), અબ્દુલ રાજવાણી (ઉ.વ.70) અને મનોહર ભોલાણી (ઉ.57)નો સમાવેશ થાય છે.

રાજકોટમાં 6કેસ પોઝિટિવ નોંધાયા-પ્રભાબેન શત્રુગ્નભાઈ આરદેશણા (57)રહે. ફ્લેટ નં. 403, મારુતિ મેનોર એપાર્ટમેન્ટ, મુરલીધર ચોક, રાજકોટ.-ધીરજલાલ ચત્રભુજભાઈ ડઢાણીયા (68)રહે. કિંગ્સ હાઇટસ-2, 1002-વિદ્યાકુંજ સોસાયટી મેઇન રોડ, અમીન માર્ગ, રાજકોટ.- રવિરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.4),શાંતિવન સોસાયટી-2, પંચાયતનગર ચોક-વજુભાઈ મગનભાઇ સાનુરા (ઉં.વ.58),રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નં.-1, ગોંડલ ચોકડી નજીક-અતુલભાઈ ચીમનલાલ મોદી (ઉં.વ.79),જલારામ-૩, શેરી નં. 2, ઈન્દીરા સર્કલ-યશ રમેશભાઈ પાડલીયા(ઉં.વ. 35),વાલકેશ્વર એપાર્ટમેન્ટ, ફ્લેટ નં. 901, અમીન માર્ગ

અમરેલી જિલ્લામાં એકનું કોરોનાથી મોતઅમરેલીના રાજકીય આગેવાન કીરીટ વામજાનું અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કીરીટ વામજાના મોતથી શોકનો માહોલ છવાયો છે.

ભાવનગરમાં છ પોઝિટિવ કેસ નોંધાયાભાવનગરમાં વિજયરાજનગર શેરી નં .5, પ્લોટ નં .378 માં રહેતા લાભુબેન ભીખાભાઇ અણઘણ (ઉં.વ.53), વડવાનેરા પીઠવાલો ખાંચાં રહેતાં હમીદાબેન રફીકભાઇ અગરીયા (ઉં.વ.43), ઘોઘા રોડ ગાયત્રીનગર સમર્પણ સોસાયટી બ્લોક નંબર 10/3621માં રહેતા પરેશભાઇ શાંતિભાઇ ભટ્ટ (ઉં.વ.55), આર.ટી ઓ રોડ શિવોમ નગર શેરી નંબર 6 માં રહેતા કલ્યાણભાઇ જીવરાજભાઇ કુકડીયા (ઉં.વ.56), દેવબાગ ઓપેરા હાઉસમાં રહેતા દર્શિત ભરતભાઈ ડાભી (ઉં.વ.22) અનેચિત્રા જીઆઈડીસી વસાહતમાં રહેતા નવીનભાઈ પથુભાઈ ચાવડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દીવમાં એક કેસ પોઝિટિવ નોંધાયોદીવમાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.દીવની SBIબેન્કમા કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ દીવમાં અત્યાર સુધીમાં કુલ 15 કેસ પોઝિટિવ નોંધાયા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌથી વધુ 34 કેસ પોઝિટિવધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસમાં કોમ્યુનિટિ સંકમણ જેવો વધારો થતાં આરોગ્ય તંત્ર દ્વારા હવે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ધોરાજીમાં ગુરૂવારે એક જ દિવસમાં 9 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે અને સતત બે દિવસમાં જ કુલ 15 કોરોના પોઝિટિવ કેસ આવવાથી શહેરીજનોમાં ડર અને ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 34 કેસ પોઝિટિવ નોંધાયા છે. ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ વધતા ધોરાજીની સોની બજાર આઠ દિવસ સુધી સંપૂર્ણ બંધ પાળશે. સુરેશભાઈ લાઠીગરાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીમાં કોરોનાનો કહેર અને સંક્રમણ વધુ ન વધે તે હેતુથી અમારા સોના-ચાંદી વેપારી એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે અને વેપારીઓએ પોતાની દુકાનો શોરૂમ તમામ ધંધા સંપૂર્ણપણે આઠ દિવસ સુધી બંધ રાખી સરકારના નિયમનું ચુસ્તપણે પાલન કરશે તેમ જણાવ્યું હતું.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરીસૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

કોરોના સાથે જીવવાનું છે પણ ડગલેને પગલે તકેદારી સાથેહવે કોરોનાના કેસ વધતા જ જવાના છે. જેમ જેમ લોકોનું સોશિયલ મૂવમેન્ટ વધશે તેમ કેસ પણ વધશે. લોકોએ કોરોના સાથે જીવતા શીખવાનું છે પણ તેનો અર્થ એ છે કે પૂરી તકેદારી રાખવાની છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત હોવા જોઈએ. ગુરુવારે જે મોત થયા તેમાં તમામ વૃદ્ધો હતા અને કો-મોર્બિડ કંડિશન હતી. સિનિયર સિટિઝન માટે આ રોગ જીવલેણ સાબિત થાય છે તેથી તેમણે તો ઘરની બહાર નીકળવું જ ન જોઈએ. જે વર્કિંગ પોપ્યુલેશન છે, મિડલ એજ ધરાવે છે તેમને તો કામ માટે ઘરની બહાર નીકળવું પડશે. તેમણે કામ પૂરું કરીને સીધા ઘરે જ આવવું અને ઘરેથી કામે બસ આ સિવાય કોઇ મૂવમેન્ટ કરવી નહીં, લોકોને મળવું નહીં તેમજ પ્રસંગોમાં જવું જ નહીં.- ડો. તેજસ કરમટા, પૂર્વ સેક્રેટરી, આઈએમએcorona rajkot live cases increase in rajkot dhoraji saurashtra