જુનમાં સોનાની આયાત 86% ઘટીને માત્ર 11 ટન થઇ, એક વર્ષ પહેલા સમાન ગાળામાં 77.73 ટનનું ઈમ્પોર્ટ હતું

જુનમાં સોનાની આયાત 86% ઘટીને માત્ર 11 ટન થઇ, એક વર્ષ પહેલા સમાન ગાળામાં 77.73 ટનનું ઈમ્પોર્ટ હતુંકેન્દ્ર સરકારના એક સૂત્રના જણાવ્યા મુજબ, આ વર્ષે જુન મહિનામાં સોનાની આયાતમાં 86%નો ઘટાડો થયો છે. તેમના મતે, સોનાના રેકોર્ડ ઉચા ભાવ અને લોકડાઉનમાં જ્વેલરીની દુકાનો બંધ રહેતા તેમજ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ બંધ રહેવાના કારણે સોનાની આયાતમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારત સોનાનું બીજું સૌથી મોટું આયાતકાર રાષ્ટ્ર છે. વર્તમાન સંજોગોને કારણે જુન 2020માં સોનાની માત્ર 11 ટનની આયાત થઇ હતી જે 2019ના સમાન ગાળામાં 77.73 ટન ઈમ્પોર્ટ થયું હતું.

વેલ્યુ ટર્મમાં આયાત 77.45% ઘટીવાર્ષિક ધોરણે જોઈએ તો ભારતે આ વર્ષે જુનમાં જે સોનું આયાત કર્યું છે તેનું મુલ્ય રૂ. 4,591 કરોડ (60.876 કરોડ ડોલર) થાય છે. ગત વર્ષે સમાન ગાળામાં રૂ. 20,364 (270 કરોડ ડોલર)નું સોનું આયાત કરવામાં આવ્યું હતું. આ રીતે વેલ્યુ ટર્મમાં સોનાની આયાતમાં 77.45%નો ઘટાડો થયો છે.

સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે પહોચ્યાંજાણકારો મને છે કે, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં સોનાના ભાવ દસ ગ્રામ દીઠ રૂ. 50,000થી ઉપર ચાલી રહ્યા છે. જે રેકોર્ડ સ્તરના ભાવ છે. આ કિમતો પર કોઈ ખરીદી નથી. વૈશ્વિક બજારોમાં સોનામાં થઇ રહેલા રોકાણના પગલે સ્થાનિક સ્તરે કિમતો વધી રહી છે. ભારતમાં પણ સોનાના વાયદામાં આ વર્ષ દરમિયાન 22%નો વધારો થયો છે.Gold imports fell 86% to just 11 tonnes in June from 77.73 tonnes in the same period a year ago.