રક્તદાન, અંગદાનથી લઈને અન્નદાન સહિતના કોઈપણ દાનમાં સુરતીઓ ક્યારેય પાછી પાની કરતાં નથી.પરંતુ કોરોનામુક્ત થયા બાદ કરવામાં આવતાં પ્લાઝમાં દાન અંગે સુરતીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધીમાં 5600થી વધુ દર્દીઓ કોરોના મુક્ત થયા છે ત્યારે માત્ર 46 કોરોનામુક્ત દર્દીઓએ પ્લાઝમાના દાન કર્યા છે. કોરોના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમાની સારવારઘણી આશિર્વાદરૂપ નીવડે છે કોરોના મુક્તથયેલાસ્વસ્થ વ્યક્તિ 28 દિવસ બાદ પોતાના પ્લાઝમા ડોનેટ કરી અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓને નવું જીવન બક્ષી શકે છે. કોરોનામુક્ત થયેલાં જાગૃત્ત વ્યક્તિઓ નવી સિવીલ અને સ્મીમેરહોસ્પિટલની પ્લાઝમા બ્લડ બેંકમાંમોટી સંખ્યામાં નામ નોંધાવી રહ્યા છે,ત્યારે આજ સુધી નવી સિવીલમાં 25 અને સ્મીમેરમાં 21મળી કુલ 46 પ્લાઝમા ડોનરોએ પ્લાઝમા ડોનેટ કર્યાછે.
ત્રીજીવાર પ્લાઝમા ડોનેશનનો નિર્ણયનવી સિવિલના મેડિસીન વિભાગના કોરોનામુક્ત થયેલા 27 વર્ષીય ડો. શ્વેતા રાજકુમાર(એમ.બી.બી.એસ., એમ.ડી. મેડિસીન)એ પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે. જ્યારે નવી સિવિલ ખાતે બે વાર પ્લાઝમા ડોનેટ કરનારા ફૈઝલ ચુનારા 15 દિવસ બાદ ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કરવાંનો નિર્ણય કરી સિવિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સિવિલ-સ્મીમેર હોસ્પિટલ પ્લાઝમા ડોનેશન દ્વારા કોરોના સામેના જંગમાં સહભાગી બની ક્રિટીકલ દર્દીઓ માટે આશાનું કિરણ બન્યા છે.
પ્લાઝમા સંગ્રહ બેન્કમાં કરાશેડો. મયુર જરગ (સિવિલ લેબોરેટરી ઇન્ચાર્જ) કહે છે કે,પ્લાઝમા આપવાથી ICUના દર્દીઓમાં રિકવરીનું પ્રમાણ વધારે હોય છે.સાજા થયેલા દર્દીઓના લોહીમાં 55 ટકા પ્લાઝમા હોય છે.લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. કોવિડ-૧૯ના બિમારીમાંથી સ્વસ્થ થતા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાનેકન્વેર્લિસેન્ટ પ્લાઝમાકહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે.ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી સમયમાં વિવિધ બ્લડ ગ્રુપ ધરાવતા પ્લાઝમા ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરી નિયમોનુસાર પ્લાઝમા બેન્કમાં સંગ્રહ કરવામાં આવશે.
ગાઈડલાઈનને અનુસરવામાં આવે છેસ્મીમેર મેડીકલ કોલેજના ડીન ડો.બંસલેજણાવ્યું હતું કે,અદ્યત્તન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીના શરીરમાંથી નીકાળીને કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે જેનાથી દર્દીઓની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.
ડોનેશની પ્રક્રિયા સરળ અને સુરક્ષિતરક્તદાતાને તમામ પ્રકારની માહિતી આપી અને મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ બ્લડ બેંકમાં એફેરેસીસ નામના મશીનમાં લોહીના ઘટકો અલગ પાડીને 500 મીલી પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે અને બાકીના રક્તદાતાના શરીરમાં પરત આપી દેવામાં આવે છે. કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેશન એકદમ સરળ અને સંપૂર્ણપણે સુરક્ષિત પક્રિયા છે. જેમાં માત્ર લોહીનો એકજ ઘટક પ્લાઝમા ડોનેટ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનર દર 15 દિવસ પછી ફરી કન્વેર્લિસેન્ટ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. આ પ્લાઝમાં ડોનેશનથી આઈ.સી.યુ.માં રહેલા કોરોના દર્દીઓની જીવન બચાવી શકાય છે. જેથી વધુમાં વધુ કોવિડ-19ના રોગમાંથી મુકત થયેલા વ્યકિતઓ વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરે તેવી અપીલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.
કોણ પ્લાઝમા ડોનેટ કરી શકેજેમની ઉમર 18 થી 60 વર્ષની વચ્ચે હોય,જેમનું વજન 55 કિલો કે તેથી વધારે હોય,જેમણે થોડા સમય પહેલા જ કોવીડ-19નો રોગ થયેલો હોય,તાવ અને ખાંસીના લક્ષણો હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સારા થયાના 28 દિવસ અને જેમને ડાયાબિટીસ,હદયરોગ કે અન્ય ગંભીર બીમારી ન હોય તેવા વ્યકિતઓ ડોનેટ કરી શકે છે.
પ્લાઝમા ડોનેશનની પ્રક્રિયાપ્લાઝમા ડોનેશનની એ લોહીના ડોનેશન જેવી જ પ્રક્રિયા છે. જે ડિસ્પોઝેબલ સ્ટરાઈલ કિટની મદદથી ઓટોમેટિક એફેરેસિસ મશીનથી લેવામાં આવે છે. મશીનમાં લોહીના રકત કણોને પ્રવાહી ભાગથી અલગ કરાય છે. અને રકતકણોને ડોનરના શરીરમાં પાછા દાખલ કરાય છે. આ રીતે એક વારમાં 500 મિલી પ્લાઝમા લઈ શકાય છે. સાદી અને સલામત પ્રક્રિયા છે.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી કોરોનામુક્ત દર્દીઓ દ્વારા પ્લાઝમાનું દાન કરવામાં આવી રહ્યું છે.