Translate to...

જે કંપનીએ સિયાચિનમાં તહેનાત જવાનો માટે નબળા સ્નો સૂટ સપ્લાઈ કર્યા, તેને વારંવાર ટેન્ડર મળ્યા, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

જે કંપનીએ સિયાચિનમાં તહેનાત જવાનો માટે નબળા સ્નો સૂટ સપ્લાઈ કર્યા, તેને વારંવાર ટેન્ડર મળ્યા, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં
બે જુલાઈ 2019ની વાત છે. ઠીક એક વર્ષ પહેલા અલ્હાબાદથી ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ આ દિવસે દેશના રક્ષા મંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે સિયાચિન ઉપર તહેનાત ભારતીય જવાનોને મળતા કપડાંની ગુણવતા ઉપર ઊઠી રહેલા સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે તેણે આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની અપીલ રક્ષા મંત્રી રાજનાથ સિંહને કરી હતી.

ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ જ આ પત્ર લખ્યો હતો કારણ કે તેમને આ અંગે ફરિયાદ મળી હતી. આ એવી ફરિયાદ હતી જે સિયાચિનમાં તહેનાત જવાનોને મળતા ઉપકરણોની ખરીદી ઉપર ગંભીર સવાલ ઊભા કરી રહ્યા હતા. વાસ્તવમાં આ પત્ર લખાયાના બે સપ્તાહ પહેલા જ ભારતીય સેનાની એમજીઓ (માસ્ટર જનરલ ઓર્ડિનેન્સ) બ્રાન્ચે એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર મુજબ સિયાચિન જેવા વિસ્તારમાં તહેનાત જવાનો માટે સ્નો સૂટ ખરીદવાના હતા. આ ખરીદીમાં થનાર સંભવિત ગરબડીની જાણકારી રીતા બહુગુણાને મળી હતી.

આવું પહેલીવાર ન હતું બન્યું કે જ્યારે રક્ષા મંત્રીના કાર્યલયને સ્નો સૂટની ખરીદીમાં થઈ રહેલા ગોટાળા વિશે જણાવાયું હોય, આ પહેલા પણ દેશના રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને આની ફરિયાદ મળી ચૂકી હતું. ભારતીય સેનાને સ્નો સૂટ સપ્લાઈ કરનાર એક કંપની ઉપર ઘણા વર્ષોથી સવાલ ઉઠી રહ્યા છે. આ કંપનીના સ્નો સૂટમાં સતત ફરિયાદો આવી રહી હતી. કંપની ઉપર વહિવટી ગોટાળા કરી ભારત સરકારને કરોડોનો ચૂનો લગાવવાનો આરોપ હતો અને તેમ છતાં પણ આ કંપનીને સતત ટેન્ડર મળી રહ્યા હતા.

2019માં ભારતીય સેનાએ એકવાર ફરી ટેન્ડર બહાર પાડ્યું તો આ મુદ્દા ઉપર નજર રાખનાર સામાજિક કાર્યકર્તાઓએ દેશના રક્ષા મંત્રીને ચેતવ્યા હતા. આથી આ ખરીદીને થોડા સમય માટે રદ્દ કરાઈ, પરંતુ ફરિયાદીઓની આશંકા આજે પણ છે. તેઓનો આરોપ છે કે આ કંપની એટલી મજબુત છે કે ઘણા વિવાદમાં ફસાયા છતાં આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની તો દૂર ભવિષ્યમાં બીજીવાર ટેન્ડર મેળવવામાં પણ સફળ થશે.

બે જુલાઈ 2019ની વાત છે. ઠીક એક વર્ષ પહેલા અલ્હાબાદથી ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશીએ આ દિવસે દેશના રક્ષા મંત્રીને પત્ર લખ્યો હતો

આ આશંકા પાછળ ઘણા કારણો છે, આ કારણોને સમજવાની શરૂઆ ત્યાંથી કરીએ જ્યાંથી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ

24 ઓગસ્ટ 2015ના રોજ શ્રીલંકાના રહેવાસી એસ સત્યજીતે ભારતના રક્ષા મંત્રાલયને એક ખાનગી પત્ર લખ્યો હતો. તેમા તેણે જણાવ્યું હતું કે કેવી રીતે શ્રીલંકાની કંપની રેનવિયર પ્રાઈવેટ લિમિટેડ ભારતીય સેનાને નબળી ગુણવતાના ઉત્પાદનો વેચીને ગોટાળો કરી રહી છે. આ કંપની હતી જે સિયાચિનમાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ ભારતીય સેનાને વેચી રહી હતી. એસ સત્યજીત ખુદ લાંબા સમયથી કંપનીમાં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરી ચૂક્યા હતા.

સત્યજીતે લખ્યું હતું કે વર્ષ 2008 અને 2009માં થયેલા પરીક્ષણ અને ફિલ્ડ ટ્રાયલ દરમિયાન કંપનીની સારી ગુણવતા વાળી વસ્તુઓ મળી હતી પરંતુ પ્રોડક્શન દરમિયાન નબળી ગુણવતા વાળી વસ્તુઓ બનાવી. 2012થી લઈ 2015 સુધી આ કંપનીએ ભારતીય સેનાને નબળી વસ્તુઓ વેંચીને બે મિલિયનથી વધારેનો ચૂનો લગાવ્યો છે.

પત્ર મોકલ્યાના ચાર મહિના પછી પણ કોઈ નક્કર કાર્યવાહી ન થઈ તો 28 ડિસેમ્બર 2015ના રોજ સત્યજીતે બીજો પત્ર રક્ષા મંત્રાલયને મોકલ્યો હતો. તેમા લખ્યું હતું કે મારી ફરિયાદ પછી કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશને મારો સંપર્ક કર્યો હતો અને મારી પાસેથી તમામ જાણકારી મેળવી હતી. તેઓએ એક મહિનાની અંદર મને મળવાનું કહ્યુ હતું. પરંતુ હજુ સુધી ન તો મારો સંપર્ક કર્યો છે કે ન તો આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ છે.

આ પત્રમાં સત્યજીતે આગળ લખ્યું છે કે જ્યારે રેનવિયર પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો ભારત સરકાર સાથે સોદો નક્કી થયો ત્યારે ભારતમાં UPA સરકાર હતી. પરંતુ હવે ભારતમાં ભાજપની સરકાર છે અને મને આશા હતી કે આ સરકાર આ કંપની સામે કાર્યવાહી કરશે. પરંતુ હું પરેશાન છું કે આ નવી સરકાર પણ ભ્રષ્ટ કંપની અને તેના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો ઈનકાર કરી રહી છે.

સત્યજીતે રક્ષા મંત્રાલયને ચેતવણી પણ આપી હતી કે જો આ કંપની સામે કાર્યવાહી કરવામાં ન આવી તો તે ભવિષ્યમાં ભારતીય સેના સાથે મોટો ગોટાળો કરી શકે છે. સત્યજીતની ચેતવણી આગળ જતાં સાચી સાબિત થઈ. જુલાઈ 2017ના રોજ રેનવિયર પ્રાઈવેટ લિમિટેડે ભારતીય સેના પાસેથી વધુ એક ટેન્ડર મેળવી લીધું. આ વખતે મામલો વધુ ગંભીર હતો કારણ કે ફરિયાદ રક્ષા મંત્રાલય સુધી પહોંચી ચૂકી હતી, રાષ્ટ્રીય મીડિયામાં પણ આ અંગે સમાચાર પ્રકાશિત થઈ ચૂક્યા હતા તેમજ ખુદ ભારતીય સેનાના આંતરિક રિપોર્ટ્સમાં પણ રેનવિયર પ્રાઈવેટ લિમિટેડની વસ્તુની ગુણવતા ઉપર સવાલો ઉઠ્યો હતો.

સ્ટોરીમાં વિગતો ઉમેરવામાં આવી રહી છે.The company that supplied the weakest snow suit to go to Indian army in Siachen has repeatedly received tenders, yet no action has been taken.