જહાજમાંથી લીક થયેલું એક હજાર ટન ઓઈલ સમુદ્ર કિનારે ફેલાયું, પર્યટન પ્રભાવિત થશે, ઈમરજન્સી જાહેર

જહાજમાંથી લીક થયેલું એક હજાર ટન ઓઈલ સમુદ્ર કિનારે ફેલાયું, પર્યટન પ્રભાવિત થશે, ઈમરજન્સી જાહેરમોરેશિયસના દરિયા કિનાર બ્લૂ બે મરિન પાર્કમાં ગત અમુક દિવસોથી ઊભેલા જાપાની જહાજમાંથી ક્રૂડ ઓઈલ લીક થઇ હવે સમુદ્ર કિનારે ફેલાવા લાગ્યું છે. હિન્દ મહાસાગરમાં ફસાયેલા આ ટેન્કરમાં આશરે 4 હજાર ટન ઓઈલ ભરેલું છે જેમાંથી અત્યાર સુધી એક હજાર ટન ઓઈલ લીક થઈ ચૂક્યું છે. એમ.વી.વાકાશિઓ નામનું આ જહાજ 25 જુલાઈથી દરિયામાં ફસાયેલું છે અને ધીમે ધીમે ડૂબતું જઈ રહ્યું છે. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઓઈલ લીકને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઝડપી પવન અને ખરાબ હવામાનને લીધે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જહાજના નીચલા ભાગમાં પણ તિરાડો પડી રહી છે. તે સંપૂર્ણપણે ભાંગી પડી શકે છે.

કોરોનાને લીધે અર્થતંત્ર નબળું, ઓઈલ ફેલાતા પર્યટન પ્રભાવિત થશે, ઈમરજન્સી જાહેર મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જગન્નાથે પર્યાવરણ માટે કટોકટીની જાહેરાત કરતાં આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ માગી છે. તેમણે કહ્યું હતું કે ઓઈલ લીક થવાથી દેશની 13 લાખની વસતી પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે જે મોટા ભાગે પર્યટન પર નિર્ભર છે. કોરોના સંકટને લીધે પહેલાંથી જ પર્યટન ક્ષેત્રે ભારે નુકસાન વેઠ્યું છે.

બચાવ અભિયાન માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

દુર્લભ પ્રજાતિઓને સુરક્ષિત સ્થળે ખસેડાઇ રહી છે બચાવ અભિયાન માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઈન્ડિયન ઓઈલ(મોરેશિયસ)એ સાઈટ પર એક બાર્જ તહેનાત કરી દીધું છે, જેથી દરેક શક્ય મદદ કરી શકાય.

ક્રૂડ ઓઈલને હટાવવા વોલેન્ટિયર એકઠા થયા.

દરિયામાં ફેલાયેલા ક્રૂડ ઓઈલને હટાવવા વોલેન્ટિયર એકઠા થયા છે. ક્ષેત્રની આજુબાજુ ટાપુ પરથી કાચબા અને દુર્લભ સમુદ્રી છોડને સુરક્ષિત બચાવાઈ રહ્યા છે.તસવીર મોરેશિયસના દરિયા કિનાર બ્લૂ બે મરિન પાર્કની છે. જ્યાં જાપાની જહાજમાંથી ક્રૂડ ઓઈલ લીક થઇ હવે સમુદ્ર કિનારે ફેલાવા લાગ્યું છે.