જસદણના ભંડારીયામાં 4, ત્રંબામાં 2.5, તાલાલામાં 2 ઇંચ, રાજકોટ નજીક નદીમાં બોલેરો સાથે ત્રણ વ્યક્તિ તણાયા, બેનો બચાવ, એક લાપત્તા

જસદણના ભંડારીયામાં 4, ત્રંબામાં 2.5, તાલાલામાં 2 ઇંચ, રાજકોટ નજીક નદીમાં બોલેરો સાથે ત્રણ વ્યક્તિ તણાયા, બેનો બચાવ, એક લાપત્તા



આજે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘમહેર યથાવત છે. ત્યારે જસદણના ભંડારીયા, બોઘરાવદર, વીરપર સહિતના ગામોમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજકોટ નજીક ત્રંબામાં પણ ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા ત્રિવેણી નદી ગાંડીતૂર બની છે અને ઘોડાપૂર જોવા લોકો ઉમટ્યા છે.ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે નીકળી નદીમાં એક બોલેરો તણાય છે. જેમાં ત્રણ વ્યક્તિ સવાર હતા. સ્થાનિક લોકો દોડી આવી બે વ્યક્તિને બચાવી લીધા હતા અને એક વ્યક્તિ બોલેરો સાથે તણાતા ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ શોધખોળ હાથ ધરી છે.તાલાલાના સુરવા, ધાવા, માધુપુર, જશાધાર, જાશાપુર સહિતના ગામોમાં દોઢથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ત્રંબાની ત્રિવેણી નદીમાં ઘોડાપૂર

રાજકોટ આજીડેમમાં નવા નીરની આવક
ઉપરવાસમાં ભારે વરસાદથી આજીડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્રંબામાં મૂશળધાર અઢી ઇંચ વરસાદથી આજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્રંબા ખાતે આવેલી ત્રિવેણી નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા છે. હજુ પણ ત્રંબામાં વરસાદ શરૂ છે. જસદણ પંથકમાં ભારે વરસાદથી બોઘરાવદર ગામે બનાવવામાં આવેલો ડાયવર્ઝન ધોવાય જતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. તંત્ર દ્વારા રસ્તા પરથી કોઇએ પસાર ન થવા સૂચના આપી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.ગોંડલ, દેરડીકુંભાજી, જેતપુર, ધોરાજી, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધોછે. ખેતરમાં વાવણી પર વરસાદ વરસતા ફાયદો થશે.

ઉનાની મછુન્દ્રી નદીમાં નવા નીરની આવક
ગીર ઉપરવાસમા સાર વરસાદને પગલે મછુન્દ્રી નદીમાં નવા નીર આવ્યા છે.નવા નીર આવતા ઊના શહેરીજનોએ નવા નીરને વધાવ્યા હતા.ઉના તાલુકાની જીવાદોરી સમાન મછુન્દ્રી નદી છે.મછુન્દ્રી ડેમમાં સારા વરસાદના પગલે નવા નીરની આવક થઇ છે. લાઠી પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.ધીમી ધારે મેઘવર્ષાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(કરસન બામટા, આટકોટ)









heavy rain fall in rajkot rural area and saurashtra