દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં જલાલપોરમાં 4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે.
તરોટા બજાર, નવસારીપાણી ભરાય જતા લોકોને મુશ્કેલી હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે નવસારીમાં પણ 4 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાય ગયા છે.
ગોલવાડ-તરોટા, નવસારીમુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા નવસારી શહેર અને જલાલપોર તાલુકા મોડી રાતથી ધાધમાર વરસાદના આગમન સાથે અવિરત વરસાદ ખાબકતાં નવસારી- વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહચાલકો અને નોકરિયાત લોકોને હાલાકી પડી છે. નવસારી જિલ્લામાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતો વાવણી તરફ જોતરાયા છે.
આશાપુરી મંદિર પાછળ, જલાલપોરદક્ષિણ ગુજરાતમાં સવારે 6થી 10 વાગ્યા સુધીનો વરસાદ
તાલુકો વરસાદ(મિમિ) જલાલપોર 112 નવસારી 66 વઘઈ 22 આહવા 15 મહુવા 12 ચંદનવન, જલાલપોર વિજલપોર રેલ્વે ફાટક નજીક નવસારી -વિજલપોર રોડ નવસારી સ્ટેશન રોડજલાલપોરમાં સરદાર ચોક નજીક, આશાપુરી મંદિર પાછળ પાણી ભરાયા