Translate to...

જયપુરમાં રાહુલના રોડ-શોના પોસ્ટરોમાં ફક્ત પાયલટ છવાયેલા હતા, મંચ પર બન્ને નેતાને ગળે મળાવ્યા હતા

જયપુરમાં રાહુલના રોડ-શોના પોસ્ટરોમાં ફક્ત પાયલટ છવાયેલા હતા, મંચ પર બન્ને નેતાને ગળે મળાવ્યા હતા




રાજસ્થાનના રાજકારણે એક નવો જ વળાંક લઈ લીધો છે. જે સચિન પાયલટના નેતૃત્વમાં વર્ષ 2018માં કોંગ્રેસે રાજ્યમાં સત્તા હાંસલ કરી હતી તે પાયલટને હવે અધ્યક્ષ તથા નાયબ મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા છે. રાજકીય નિષ્ણાતો કહે છે-"યે તો હોના હી થા (આ તો થવાનું જ હતુ)". કારણ કે રાજસ્થાન કોંગ્રેસમાં આ બળવાખોરીની સ્ક્રીપ્ટ વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં જ લખાઈ ચુકી હતી.તે સમયે ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ થયુ ત્યારે સચિન પાયલટ અને અશોક ગેહલોત એક-બીજા સાથે એક મંચ પર આવવાથી બચવાનો પ્રયત્ન કરતા હતા. આ વાત રાહુલ ગાંધી સારી રીતે જાણતા હતા. તેમણે એકબીજા બચ્ચે જે મતભેદ હતા તેને દૂર કરવા પ્રયત્ન પણ કર્યો હતો.રાહુલ ગાંધી જયપુરમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે 13 કિ.મી લાંબો રોડ-શો કર્યો. પણ સમગ્ર માર્ગો પર અશોક ગેહલોત દરેક પોસ્ટરમાં ગુમ દેખાયા હતા. સૂત્રોચ્ચાર પણ ફક્ત સચિન પાયલટના જ લાગતા હતા. આ જોઈને રાહુલ ગાંધીને પણ આશ્ચર્ય થયુ હતું. તેમને એ વાતની ખબર પડી ગઈ હતી કે પાયલટ-ગેહલોત સાથે નહીં રહે તો ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે.રોડ-શો બાદ રાહુલ રામલીલા મેદાનમાં જાહેર સભા સંબોધિત કરવા પહોંચ્યા. અહીં તેમણે બન્નેને મળ્યા. જાહેર જનતા સમક્ષ તેઓ બન્નેને મળ્યા હતા. રાહુલનો આ પ્રયત્ન સફળ રહ્યો. પાર્ટી ચૂંટણીમાં જીતી ગઈ. સરકાર પણ બની ગઈ. પણ બન્ને નેતા વચ્ચે જે મતભેદ પ્રવર્તિ રહ્યા હતા તેનો અંત ન આવ્યો.

વિધાનસભા ચૂંટણી અગાઉની આ વાત છે

જ્યારે ગેહલોતે પોતાના સિવાય 6 લોકોના નામ CM પદની રેસમાં હોવાનું કહ્યું હતુંવાત, વર્ષ 2018 વિધાનસભા ચૂંટણીની છે. અશોક ગેહલોત જોધપુરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. અહીં પત્રકાર પરિષદમાં જ્યારે મુખ્યમંત્રી પદ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ગેહલોતે કહ્યું- અમારા પક્ષમાં એક-બે નહીં 6 લોકો મુખ્યમંત્રી બની શકે છે. તેમણે લાલચંદ કટારિયા, રામેશ્વર ડુડી, સચિન પાયલટ, ડો.સીપી જોશી, ગિરિજા વ્યાસ, રઘુ શર્માનું નામ લીધુ હતું.

પેટાચૂંટણીમાં જે વિજય મળ્યો હતો તેનો શ્રેય પાયલટને મળ્યો હતોવર્ષ 2014ની મોદી લહેરમાં પોતાની બેઠક નહીં બચાવી શકનાર સચિન પાયલટ રાજસ્થાનમાં છેલ્લી ઘડી સુધી મહેનત કરતા રહ્યા અને વસુંધરા રાજે સરકારને સતત જમીની સ્તર પર ઘેરતા રહ્યા. ત્યારબાદ વર્ષ 2018માં રાજસ્થાનમાં જે પેટાચૂંટણી યોજાઈ તેમા કોંગ્રેસને લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક પર જીત મળી હતી, જેનો શ્રેય સચિન પાયલટને મળ્યો. સચિને અલવર ઉપરાંત અજમેર બેઠક કોંગ્રેસને અપાવી હતી, જ્યાંથી પોતે હારી ગયા હતા.

વિધાનસભા ચૂંટણી કેમ્પેઈન શરૂ થયુ તે અગાઉ સુધી પાયલોટ આગળ હતારાજકીય બાબતના નિષ્ણાતોના મતે વિધાનસભા ચૂંટણીની અંતિમ ક્ષણ સુધી રાજસ્થાનમાં સચિન પાયલટ કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો હતો. પાયલટે પણ વ્યક્તિગત રીતે ચૂંટણીમાં પોતાની જાતને ખૂબ જ વ્યસ્ત રાખી હતી, પણ બાદમાં ધીમે ધીમે જૂના નેતાઓએ રાષ્ટ્રીય નેતૃત્વને ફીડબેક આપ્યો કે અશોક ગેહલોતને રાજ્યમાં પરત ફરવુ જોઈએ. ગેહલોત કોંગ્રેસના મહાસચિવ તરીકે દિલ્હીમાં હતા. આ અગાઉ તેમણે ગુજરાતમાં રાહુલ ગાંધીનું સંપૂર્ણ કેમ્પેઇનનું નેતૃત્વ કર્યું હતું. દરેક મંચ પર તેઓ રાહુલ સાથે દેખાતા હતા.

રાહુલ ગાંધી સાથે રાજસ્થાનના રણમાં અશોક ગેહલોતનો પ્રવેશ થયો હતોહવે વારો રાજસ્થાનનો હતો. રાહુલ ગાંધીનું રાજસ્થાન કેમ્પેઇનની રણનીતિ તૈયાર થવા લાગી. ફરી એક વખત અશોક ગેહલોત મુખ્ય ભૂમિકામાં આવ્યા. પોતાનું ગૃહ રાજ્ય હોવાથી તેમને આ ચૂંટણીમાં વિશેષ રસ હતો. આ સંજોગોમાં કોંગ્રેસના જૂના સાથીઓએ રાહુલને ખુલ્લીને મેદાનમાં ઉતારવાની અપીલ કરી. તેમણે એવો પણ તર્ક આપ્યો કે જે ગેહલોત નહીં ઉતરે તો વસુંધરા રાજે વિરુદ્ધ સત્તા વિરોધી જે જૂવાળ છે તેનો લાભ નહીં મળે.ટિકિટ વહેચણીમં સચિન પાયલટની તુલનામાં ગેહલોતનું વલણ વધુવાત, વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેચણીની આવી. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમા ગેહલોતને વિશેષ પ્રાધાન્યતા આપી. ગેહલોતનો અનુભવ ઉમેદવારની પસંદગીમાં વિશેષ કામ આવ્યો. પ્રદેશ અધ્યક્ષ તરીકે સચિનની વાતોને પણ મહત્વ આપવામાં આવ્યું. પણ ગેહલોતને જ્યાં પણ તક મળી ત્યાં દરમિયાનગીરી કરવાની કોઈ તક જતી ન કરી. સચિનની વિરુદ્ધ એ બાબત કઈ કે અનેક જગ્યાએ તેમના યુવા સમર્થકોને ટિકિટ ન મળી.રાજકીય નિષ્ણાતો શું કહે છે-પાયલટનું આ પગલું મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાથી ભરવામાં આવ્યુંરાજસ્થાનની રાજનીતિ પર છેલ્લા ત્રણ દાયકાથી નજર રાખનાર રાજકીય નિષ્ણાત સીતારામ ઝાલાણી કહે છે કે સચિન પાયલટે આ પગલું મુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષાથી ભર્યું છે. આ મહત્વકાંક્ષા તેમના ઘણા સમય અગાઉ આવી હતી. વાત વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની છે. ત્યારે સિકંદરામાં ગુર્જરોની બેઠક ચાલતી હતી. તેમા સચિન પાયલોટ પણ ઉપસ્થિત હતા. ગુર્જરો ભાજપના સમર્થનની રણનીતિ તૈયાર કરતા હતા. તે સમયે પાયલોટે કહ્યું- કે શું તમે લોકો મને મુખ્યમંત્રી બનતા જોવા નથી ઈચ્છતા. જો તે આટલું મોટુ સ્વપ્ન જોતો હોય તો તે શાંત કેવી રીતે રહી શકે છે. ઝાલાણીના મતે રાજસ્થાનમાં સચિન પાયલટ કોંગ્રેસના 6 વર્ષ સુધી અધ્યક્ષ રહ્યા. આટલા લાંબા સમય સુધી કોઈ અધ્યક્ષ રહ્યું નથી.







When Rahul did a road show in Jaipur, only the pilots were in the posters, embracing the two leaders.