Translate to...

જમ્મૂ-કાશ્મીરના પૂંછના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કર્યો, 3 નાગરિકોના મોત, 1 ઘાયલ

જમ્મૂ-કાશ્મીરના પૂંછના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામનો ભંગ કર્યો, 3 નાગરિકોના મોત, 1 ઘાયલ




સરહદ પર પાકિસ્તાને ફરી એક વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુંછના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને શુક્રવારે રાત્રે 9 વાગ્યેને 20 મિનિટે સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પુંછના ડેપ્યુટી કમિશ્નર રાહુલ યાદવે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે.

ગત સપ્તાહે એક મહિલાનું મોત થયું હતુંપાકિસ્તાને ગત સપ્તાહે પણ લાઇન ઓફ કંટ્રોલ (LOC) નજીક સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. જેમાં 65 વર્ષની એક મહિલાનું મોત થયું હતું. જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2020માં પાકિસ્તાને 2300 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. વર્ષ 2019માં 3168 વખત અને 2018માં 1629 વખત પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

2020માં પાકિસ્તાને 2300 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો

મહિનો ઉલ્લંઘન જાન્યુઆરી 367 ફેબ્રુઆરી 366 માર્ચ 411 એપ્રિલ 387 મે 382 જૂન 411





ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો- ફાઇલ તસવીર.