Translate...

જન્મભૂમિ જનાર દરેક મહેમાનનો કોરોના ટેસ્ટ થશે, સ્થાનિક લોકોના ઘરમાં અગામી બે દિવસ સુધી મહેમાનોના આવવા પર પ્રતિબંધ

જન્મભૂમિ જનાર દરેક મહેમાનનો કોરોના ટેસ્ટ થશે, સ્થાનિક લોકોના ઘરમાં અગામી બે દિવસ સુધી મહેમાનોના આવવા પર પ્રતિબંધભગવાન રામની નગરી અયોધ્યાને સજાવવામાં આવી છે. આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે, જેમાં સામેલ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે. તેના માટેની તૈયારીઓ પુરી થઈ ગઈ છે. આ પહેલા મંગળવારે નયા ઘાટ રામની પૈડી પર દિવાળી મનાવવામાં આવી. અહીં 3,51,000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. વડાપ્રધાન બુધવારે 12.30 વાગ્યે ભૂમિપૂજન કરશે. આ કાર્યક્રમ લગભગ 10 મિનિટ સુધી ચાલશે.

કારસેવકપુરમઃ 1500 લોકો માટે બનશે ભોજન

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય કારસેવકપુરમથી જન્મભૂમિ વચ્ચે સરકારી તંત્ર સતત દોડી રહ્યું છે. કારસેવકપુરમના ગેટ પર 4થી 5 પોલીસવાળા બેસાડવામાં આવ્યા છે. વાયરલેસ પર વીઆઈપી મુવેમેન્ટના સમાચાર સતત આવી રહ્યાં છે. ગેટ પરથી ગાડીઓ સતત અંદર આવી રહી છે. મેહમાનોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે એક હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે.

જન્મભૂમિના ભૂમિપૂજન માટે જે મહેમાનોને બોલાવવામાં આવ્યા છે, તેમની સાથે એક-એક સ્વયંસેવક છે. કાર્યાલયમાં જે પણ નેતાઓ અને હોદ્દેદારોને મળવા આવી રહ્યા છે, તેમનું નામ અને મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવી રહી છે. કાશીથી આવેલા વીરેન્દ્ર પોતાને વિહિપ નેતા ગણાવે છે. તેઓ એટલા માટે અયોધ્યા આવ્યા છે કે તેમને પણ જન્મભૂમિમાં જવા માટે પાસ મળી જાય. જોકે નેતાઓને મળ્યા પછી તેમને નિરાશા જ મળી. વીરેન્દ્ર એકલા નથી પરંતુ તેમના જેવા 500થી વધુ લોકો પાસની આશા સાથે આવ્યા છે પરંતુ તેમને ના પાડવામાં આવી છે.

માનસ ભવનઃ જન્મભૂમિમાં જનાર દરેક મહેમાનનો કોરોના ટેસ્ટ થશે

કારસેવકપુરમથી લગભગ 200 મીટર દૂર અને જ્યાં પથ્થરોને કોતરવામાં આવે છે, તે કાર્યશાળાની પાછળ માનસ ભવન છે. અહીં મોટો ગેટ બંધ કરીને માત્ર નાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જન્મભૂમિ જનારા મહેમાનો અહીં જ રોકાયા છે. અંદર જવાની સાથે જ મોટો હોલ છે. ભગવા કુર્તા અને પીળા કુર્તા પહેરીને ઉભેલા સ્વયંસેવક અજાણ્યા લોકોને રોકી રહ્યાં છે. અંદર કેટલાક લોકો કોણ ક્યાં રૂમમાં રોકાશે, તેની વ્યવસ્થા કરી રહ્યાં છે. મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે.

જાણકારોના જણાવ્યા મુજબ જ્યાં સુધી મહેમાનો પૂજામાં સામેલ થતા નથી, ત્યાં સુધી તેમણે કોઈને પણ મળવાનું નથી. એક સજ્જન મુસ્કુરાકર કહે છે કે કોરોનાનો ડર છે. અહીં 40 રૂમ હોવાનું કહેવાઈ રહ્યું છે. એક સંતની સાથે તેમનો એક સેવક છે. બાકી વિહિપના 14 કાર્યકર્તાઓને કો-ઓર્ડિનેશન માટે છે. અહીં તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ રીતે વૈદેહી ભવન, જૈન મંદિરમાં પણ મહેમાનોના રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

હનુમાનગઢીઃ 15 વર્ષમાં પ્રથમ વખત હટાવવામાં આવી હનુમાનગઢી પર લગાવાયેલી બેરિકોડિંગ, દુકાનદારે કહ્યું પ્રથમ વખત આવી વ્યવસ્થા જોઈ

હનુમાનગઢી પર લાગેલી બેરિકેડિંગને 15 વર્ષ પછી હટાવવામાં આવી છે. બાજુમાં આવેલી કપડાની દુકાનમાં બેઠેલો રૌશન કહે છે કે જ્યારે અયોધ્યામાં બ્લાસ્ટ થયો હતો ત્યારે સુરક્ષા માટે આ બેરિકેડિંગ લગાવવામાં આવી હતી. અયોધ્યા કવરેજ પર આવનારા ટીવી પત્રકારો માટેનું ફેવરેટ પ્લેસ માનવામાં આવે છે. ડ્યુટી પર તહેનાત પોલીસ કર્મચારીઓ કહે છે કે કાર્યક્રમ પુરો થઈ ગયા પછી બેરિકેડિંગ ફરીથી લગાવવામાં આવશે.

ટેઢી બજાર મોહલ્લાઃ સાંજે 4 વાગ્યા સુધીમાં ઘરે પરત ફર્યા અયોધ્યાના લોકો, મહેમાનોને બોલાવવા પર પ્રતિબંધ

રસ્તા પર લાગેલા બેરિકેડિંગની પાસે ઝાડની નીચે મોહલ્લાના કેટલાક લોકો બેસીને ભૂમિપૂજન વિશે વાત કરી રહ્યાં છે. રાકેશ કહે છે કે હું ડ્રાઈવર છું, પ્રાઈવેટ કાર ચલાવું છું. સોમવારે પેસેન્જરને લઈને ગોરખપુર ગયો હતો. પોલીસ કહે છે કે હવે કોઈ અયોધ્યાની બહાર જશે તો ઘરે આવી શકશે નહિ, હવે કાર્યક્રમ પછી જ એન્ટ્રી મળશે.

રાકેશની સાથે બેઠેલા રામજી કહે છે કે પાસેના ગામમાં રહેનાર તેમના સંબંધી અયોધ્યા આવવા માંગતા હતા. ઘણાં મહેમાનો ફોન કરીને આવવાનું કહી રહ્યાં હતા. જોકે અમે ના પાડી દીધી. પીએમનું સ્વાગત કઈ રીતે કરીશું તેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે અમે અહીં ફુલો લઈને ઉભા રહેવા માંગતા હતા પરંતુ અમને અહીં ઉભા રહેવા દેવામાં આવશે નહિ. જોકે તક મળી તો જરૂર પીએમને જોઈશું.

બરાબંકીથી અયોધ્યા સુધી 4 વખત ચેકિંગ થશે કાર્યક્રમને લઈને એસએસપી અયોધ્યા દીપક કુમારે સુરક્ષા વધારી દીધી છે. 4 ઓગસ્ટની રાતે 12 વાગ્યાથી માત્ર ભૂમિપૂજનમાં બોલવવામાં આવેલા મહેમાનો સિવાય અયોધ્યાના લોકોને જ આઈકાર્ડ બતાવીને શહેરમાં એન્ટ્રી મળશે. બારાબંકીથી અયોધ્યા તરફ જતી ગાડીઓનું 4 જગ્યાએ ચેકિંગ થઈ રહ્યું છે. અયોધ્યામાં 5 હજાર ફોર્સ તહેનાત છે.

રામ જન્મભૂમિની આસપાસ નાની ઉંમરના જવાનોને તહેનાત કરવામાં આવી રહ્યાં છે. મોટાભાગના 45થી ઓછી ઉંમરના છે. જ્યારે તેમની ટુકડીઓની સાથે અનુભવી પરંતુ ઓછીં ઉંમરના જવાનો રહેશે. શહેરની સીમામાં આવનારા વાહનોની ડિટેલ, આધાર કાર્ડ કે સરકારી આઈકાર્ડની ડિટેલ અને મોબાઈલ નંબર પણ પોલીસ નોંધી રહી છે.Every guest going to the homeland will be tested for corona, guests will not be allowed in the house of the locals for the next two days.