Translate to...

છેલ્લા 24 કલાકમાં 61 હજાર 455 દર્દી વધ્યા, દેશમાં અત્યાર સુધી 20.86 લાખ કેસ; રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારની પાર

છેલ્લા 24 કલાકમાં 61 હજાર 455 દર્દી વધ્યા, દેશમાં અત્યાર સુધી 20.86 લાખ કેસ; રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારની પાર




દેશમાં સંક્રમિતોનો આંકડો 20 લાખ 86 હજાર 864 થઈ ગયો છે. સતત બીજા દિવસે 61 હજારથી વધુ દર્દીઓની પુષ્ટી થઈ છે. છેલ્લા 24 કલાકમાં 61 હજાર 455 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

આ સાથે જ આસામમાં સંક્રમિતોની સંખ્યા 55 હજારને પાર થઈ ગઈ છે. અહીંયા શુક્રવારે 2 હજારથી વધુ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજસ્થાનમાં દર્દીઓની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. તો આ તરફ કોરોનાની વેક્સીન બનાવવા માટે દેશમાં કામ અને ટ્રાયલ ચાલી રહ્યું છે. કોરોનાની દવા બનાવવા માટે બે કંપનીઓ- ભારત બાયોટેક અને જાયડસ કેડિલા કામ કરી રહી છે. હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ચુક્યો છે. મોદી સરકાર પણ આ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરી રહી છે.જેના માટે કેન્દ્રએ બે પેનલની રચના કરી છે.

કોરોના અપડેટ્સ

પશ્વિમ બંગાળના સિલીગુડીમાં શનિવારે લોકડાઉનના કારણે બજાર બંધ. રસ્તા પણ સુના જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 20,21,22,27,28 અને 31 ઓગસ્ટે પણ રાજ્યમાં લોકડાઉન રહેશેઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પણ આજે વીકલી લોકડાઉન છે. સવારે બજાર બંધ જોવા મળ્યાકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 51 હજાર 537 કેસ સામે આવ્યા છે અને 933 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 20 લાખ 88 હજાર 611 થઈ ગઈ છે. જેમાં 6 લાખ 19 હજાર 88 એક્ટિવ કેસ છે, જ્યારે 14 લાખ 27 હજાર 6 દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ 42 હજાર 518 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, શુક્રવારે 5 લાખ 98 હજાર 778 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 2 કરોડ 33 લાખ 87 હજાર 171 સેમ્પલની તપાસ કરાઈ છે.

રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશઃ અનલોક-3 અંગે રાજ્ય સરકારે શુક્રવાર સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, તહેવાર પર બહાર નીકળવાની છૂટ નહીં મળે. બજાર રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. નાઈટ કર્ફ્યુ સવારે 5 વાગ્યા સુધી હશે. ભોપાલ સહિત રાજ્યમાં માત્ર રવિવારે જ લોકડાઉન રહેશે. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, હોટલ અને રેસ્ટોરન્ટ હવે રાતે 10 વાગ્યા સુધી ખુલી શકશે, પરંતુ તેમણે આ વખતે ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું પડશે. ઈન્દોર પ્રશાસને માત્ર 56 દુકાનોને જ પુરી રીતે ખોલવાની મંજૂરી આપી છે. આ પહેલા કોરોના સમીક્ષામાં મુખ્યમંત્રી શવિરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કરી દીધું હતું કે, સંક્રમણના કારણે આ વખતે ગણેશ ઉત્સવ, મોહરમ, જન્માષ્ટમીના તહેવારની સાર્વજનિક ઉજવણી નહીં કરાય.તેની ઘરમાં જ ઉજવણી કરવામાં આવશે. જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે હવે નીચલા સ્તરે મોનિટરિંગ કરાશે.

રાજસ્થાનઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. આ પહેલા 25 હજાર દર્દી 134 દિવસમાં મળ્યા હતા, જ્યારે ત્યારપછી 25 હજાર માત્ર 25 જ દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં 14 જુલાઈ સુધી 25,571 સંક્રમિત હતા. શુક્રવારે આ આંકડો 50,157 થઈ ગયો. જેને ધ્યાનમાં રાખીએ તો આગામી 25 દિવસમાં જ રાજ્યમાં એક લાખથી વધુ સંક્રમિત સંભવ છે. રાજસ્થાન 50 હજારથી વધુ સંક્રમિતો વાળું 12મું રાજ્ય છે.

બિહારઃ રાજ્યમાં કોરોના સેમ્પલની તપાસ અંગે કુલ સંક્રમિતોની સંખ્યામાં વધારાનો સતત નવો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 71,520 કોરોના સેમ્પલની તપાસ કરાઈ છે, જેમાં 3,646 નવા સંક્રમિતોની ઓળખ કરાઈ છે. રાજ્યમાં સંક્રમણની ટકાવારી સતત ઘટી રહી છે. છેલ્લા દસ દિવસોની વાત કરવામાં આવે તો 31 જુલાઈએ સંક્રમણની ટકાવારી 13.12%એ પહોંચી હતી. પરંતુ 7 ઓગસ્ટે સંક્રમણની ટકાવારી 5.09% રહી છે. એટલે કે ઈન્ફેક્શનની ટકાવારી અડધાથી પણ ઘટી ગઈ છે.

મહારાષ્ટ્રઃ મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં શુક્રવારે સાત નવા કેસ નોંધાયા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2,604એ પહોંચી ગઈ છે. તો આ તરફ પૂણેમાં એક્ટિવ કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમાં સૌથી વધારે થઈ ગઈ છે. શુક્રવાર સુધી અહીંયા કુલ સંક્રમિત દર્દી 1 લાખ 264 છે, જેમાંથી 30 હજારથી વધુ એક્ટિવ દર્દી છે. અહીંયા 2,290 દર્દીઓના મોત પણ થઈ ચુક્યા છે. સતત વધી રહેલા કેસ વચ્ચે હવે પૂણેમાં 3 જમ્બો કોવિડ સેન્ટર તૈયાર કરાયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યના મુખ્ય સચિવ અવસ્થીએ કહ્યું કે, અમે કોવિડ ગાઈડલાઈન્સનું સખતાઈથી પાલન કરાવી રહ્યા છીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી કલમ 188 હેઠળ કુલ 1 લાખ 74 હજાર FIR કરવામાં આવી છે.







આ તસવીર દિલ્હીની છે. અહીંયા શુક્રવારે 23 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા.