Translate to...

છેલ્લા 24 કલાકમાં 34,820 દર્દી વધ્યા, ઐશ્વર્યા રાય નાણાવટી હોસ્પિટલમાં દાખલ, પહેલા હોમ ક્વોરન્ટિન હતા

છેલ્લા 24 કલાકમાં 34,820 દર્દી વધ્યા, ઐશ્વર્યા રાય નાણાવટી હોસ્પિટલમાં દાખલ, પહેલા હોમ ક્વોરન્ટિન હતા



દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધી 10 લાખ 40 હજાર 457 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાં 3 લાખ 59 હજાર 701 એક્ટિવ દર્દી છે. 6 લાખ 54 હજાર 78 લોકો સાજા થયા છે, જ્યારે 26 હજાર 285 દર્દીઓના મોત થયા છે. આ તમામ આંકડા covid19india.org પ્રમાણે છે.તો આ તરફ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાને શુક્રવારે મોડી રાતે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બન્નેને હળવો તાવ હતો, ત્યારપછી તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગત દિવસોમાં ઐશ્વર્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછીથી તે હોમ ક્વોરન્ટિન હતા. 11 જુલાઈએ અમિતાભ અને અભિષેક કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

રાજ્યોની સ્થિતિમધ્યપ્રદેશઃ ભોપાલમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે કેસ નવા શહેરમાં સામે આવી રહ્યા છે. છેલ્લા 4 દિવસામાં હબીબગંજમાં 42, શાહપુરામાં 27 અને કોલારમાં 18 દર્દી વધ્યા છે. ક્લેક્ટર અવિનાશ લવાનિયાએ કહ્યું કે, જ્યાં સંક્રમણ અને બેદરકારી વધી રહી છે, ત્યાં વિશેષ લોકડાઉન કરાશે. ઈન્દોરમાં 2575 સેમ્પલની તપાસમાં 2394 નેગેટિવ આવ્યા છે, જ્યારે 4 લોકોના મોત થયા છે. જુલાઈના 17 દિવસોમાં 1172 દર્દી મળ્યા છે. દર દિવસે સરેરાશ 64 દર્દી આવી રહ્યા છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં શુક્રવારે સતત બીજા દિવસે પણ આઠ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 258 લોકોના આ બિમારીને કારણે મોત થયા હતા.મુંબઈમાં 1214 કેસ આવ્યા અને અહીંયા સંક્રમિતોની કુલ સંખ્યા 99164 થઈ ગઈ છે. મુંબઈમાં 62 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં શુક્રવારે સંક્રમિતોનો આંકડો 45 હજારની પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે રેકોર્ડ 54 હજાર 207 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તો આ તરફ બાગપતના ખેકડાના કોવિડ હોસ્પિટલની બારી તોડીને એક બાળક ફરાર થઈ ગયો છે. તેને ચોરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો. પછી તે કોરોના પોઝિટિવ નીકળ્યો હતો.

રાજસ્થાનઃ શુક્રવારે રાજ્યમાં 615 કેસ આવ્યા હતા. કુલ કેસની સંખ્યા 27789 થઈ ગઈ છે. આ સાથે જ આઠ લોકોના મોત પછી મૃત્યુઆંક વધીને 546 થઈ ગયો છે. 6617 સક્રિય કેસ છે. સાથે જ અજમેરમાં 99 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

બિહારઃ રાજ્યના શ્રમ સંસાધન મંત્રી અને લખીસરાય ધારાસભ્ય વિજય કુમાર સિન્હા, પાટિલપુત્રના સાંસદ રામકૃપાલ યાદવ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મંત્રી વિજય કુમારની પટનામાં એઈમ્સમાં સારવાર ચાલી રહી છે.







આ તસવીર દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજના સ્પોર્ટ્સ કોમ્પલેક્શની છે. અહીંયા આઈસોલેશન વોર્ડમાં 50થી વધુ દર્દી છે.