Translate to...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર, નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર, નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો




છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. ત્યારબાદ નવસારીમાં 4 ઈંચ, વલસાડના વાપી, રાજકોટના લોધિકા, રાજકોટના ગોંડલ, ભાવનગર, ડાંગના વધઈ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 9 તાલુકામાં સામાન્ય વરસાદ નોધાયો છે.

એક ઈંચથી ઓછો વરસાદ આણંદના ખંભાત અને વલસાડના ઉમરગામમાં 23 મિમિ, ગીરસોમનાથના ઉનામાં 22 મિમિ, તાપીના વાલોદ અને ડાંગના આહવામાં 20 મિમિ, તાપીના દોલવણમાં 16 મિમિ, સુરતના મહુવામાં 14, સુરતના માંગરોળ અને નવસારીના ગણદેવીમાં 13 મિમિ, ભાવનગરના ઘોઘા અને નર્મદાના સાગબારામાં 12 મિમિ, અમરેલીના રાજુલામાં 11 મિમિ અને તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોઁધાયેલા10 મિમિથી વધારે વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) નવસારી જલાલપોર 133 નવસારી નવસારી 86 વલસાડ વાપી 40 રાજકોટ લોધિકા 35 રાજકોટ ગોંડલ 31 ભાવનગર ભાવનગર 30 રાજકોટ કોટડાસાંગાણી 25 ડાંગ વધઈ 25 આણંદ ખંભાત 23 વલસાડ ઉમરગામ 23 ગીર સોમનાથ ઉના 22 તાપી વાલોદ 20 ડાંગ આહવા 20 તાપી દોલવણ 16 સુરત મહુવા 14 સુરત માંગરોળ 13 નવસારી ગણદેવી 13 વલસાડ કપરાડા 13 ભાવનગર ઘોઘા 12 નર્મદા સાગબારા 12 સુરત સુરત શહેર 12 નવસારી વાંસદા 12 અમરેલી રાજુલા 11 તાપી સોનગઢ 10





Today 30 july Rainfall in gujarat Yesterday Highest 5 inches rain in jalalpor of navsari