ચૌબેપુર પોલીસ સ્ટેશનના SO અને ઈન્સ્પેક્ટરની ધરપકડ, વિકાસને આ અંગે જાણકારી આપી હતી
કાનપુરના બિકરુ ગામમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યાની ઘટનામાં બુધવારે પોલીસ વિભાગે મોટી કાર્યવાહી કરી. જે પોલીસ સ્ટેશનમાં આ ગામ આવે છે તે ચૌબેપુર પોલીસ સ્ટેશનના SO વિનય તિવારી અને ઈન્સ્પેક્ટરના કેકે શર્માની ધરપકડ કરી છે. કાનપુર રેન્જના IG મોહિત અગ્રવાલે કહ્યું કે તિવારી અને શર્મા બન્ને અથડામણ સમયે બિકરુ ગામમાં હતા. પણ આ એન્કાઉન્ટર શરૂ થતા જ તે બન્ને ભાગી ગયા હતા.SSP દિનેશ પ્રભૂએ કહ્યું કે તપાસમાં સામે આવ્યુ છે કે વિનય તિવારી અને કેકે શર્માએ વિકાસ દુબેને રેડની જાણકારી આપી હતી.

સમગ્ર ચૌબેપુર પોલીસ સ્ટેશન એટેચશહીદ DSP દેવેન્દ્રએ SO તિવારી પર આરોપ લગાવ્યો હતો કે ગેંગસ્ટર વિકાસ તિવારીનો તે બચાવ કરે છે. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે અથડામણ અગાઉ વિકાસે કેકે શર્માને ફોન કરી ધમકાવ્યા હતા અને પોલીસ ટીમ ગામમાં આવતા અટકાવવા કહ્યું હતું. આ અગાઉ ચોબેપુર પોલીસ સ્ટેશનના તમામ 68 કર્મચારીઓને લાઈન એટેચ કરવામાં આવ્યા હતા.

તપાસ કરી રહેલા DIGની પણ બદલીઆ અગાઉ મંગળવારે હત્યાકાંડની તપાસ કરી રહેલી STFના DIG અનંત દેવ ત્રિપાઠીને સરકારે હટાવી પીએસી મોકલી આપ્યા હતા. હત્યાકાંડમાં શહીદ થયેલા DSP દેવેન્દ્રનો એક પત્ર સામે આવ્યો હતો. આ પત્ર તે સમયના કાનપુર SSP અનંત દેવે લખ્યો હતો. તેમા કહેવામાં આવ્યુ હતું કે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં રહેલા વિનય તિવારી, વિકાસ દુબેને બચાવવા માટે કામ કરી રહ્યા છે અને તેને લઈ કાર્યવાહી થવી જોઈએ.

વિકાસની તપાસ માટે 3 રાજ્યમાં દરોડાવિકાસની તપાસમાં બુધવારે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ અને તેનો સાથી પ્રભાત ફરીદાબાદના સેક્ટર-87માં સંબંધિ શ્રવણના ઘરે રોકાયો હતો. આ અગાઉ તે હોટેલમાં રુમ બુક કરવાનો પ્રયત્ન કર્યો, પણ IDમાં ફોટો ક્લિયર નહીં હોવાથી બૂકિંગ થઈ શક્યુ ન હતું.માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો, પણ વિકાસ ત્યાંથી ભાગી છૂટ્યો હતો, તેના દિકરા અંકૂર અને પ્રભાતની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 4 પિસ્તોલ મળી છે. તે પૈકી 2 UP પોલીસની છે.શૂટઆઉટના 5 દિવસ બાદ પોલીસે વિકાસ દુબેના નજીકના અમર દુબેનું એન્કાઉન્ટર કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હમીરપુરમાં અમરને ઠાર કર્યો છે. તેની પાસેથી ઓટોમેટિક ગન અને એક ગન મળી છે. અમર 2 જુલાઈના રોજ બિકરું ગામમાં થયેલા શૂટઆઉટમાં સામેલ હતો. અમર અને તેનો સાથી CO દેવેન્દ્ર મિશ્રાને ઘસડીને વિકાસના મામા પ્રેમ કુમાર પાન્ડેના ઘરમાં લઈ ગયા હતા અને તેમના પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા 3 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી બિકરુ ગામમાં ગયા, વિકાસની ગેંગે 8 પોલીસ કર્મચારીની હત્યા કરી3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગે વિકાસના મામા પ્રેમ પ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કર્યું. કુલ 60 લોકો સામે FIR દાખલ કરવામાં આવી. વિકાસ પર 2.5 લાખ, અમર પર 25 હજાર અને અન્ય લોકો પર 18-18 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફ કલ્લુ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી લાગવાથી દયાશંકર ઈજાગ્રસ્ત થયો. તેણે ખુલાસો કર્યો કર્યો કે વિકાસે અગાઉથી આયોજન કરી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે.6 જુલાઈઃ પોલીસે અમરની માતા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના સમયે પોલીસે બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો, પણ ક્ષમાએ મદદ કરવાને બદલે પોલીસની લોકેશન બતાવી દીધુ. રેખાએ પણ ગેંગને મદદ કરી હતી.8 જુલાઈઃ STFએ વિકાસના નજીકના ગણાતા અમર દુબેને ઠાર કર્યોThe SO and Daroga of Chaubepur police station were arrested and Vikas was informed about this