Translate to...

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું, 3 દિવસ પહેલાં પણ તાકાત દેખાડી

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું, 3 દિવસ પહેલાં પણ તાકાત દેખાડી



ભારતીય વાયુસેના લદ્દાખમાં ચીન સીમા પર સતત તાકાત દેખાડી રહ્યું છે. હવે રાત્રે પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સોમવારે રાતે ફોરવર્ડ એરબેઝ પર મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક, અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં 3 દિવસ પહેલાં પણ સુખોઈ-30, MKI અને મિગ-29 ફાઈટર પ્લેનથી ઉડાન ભરી હતી.

ગ્રૂપ કેપ્ટને કહ્યું- રાતનું ઓપરેશન થોડું અલગ ગોય છેઆ દરમિયાન સીનિયર ફાઈટર પાઈલટ અને ગ્રૂપ કેપ્ટન એ રાઠીએ કહ્યું કે, રાતનું ઓપરેશન થોડું આશ્ચર્ય પમાડે તેવું હોય છે. ભારતીય વાયુસેના આધુનિક સાધનો અને હિંમતવાળા જવાનો સાથે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

#WATCH Night operations have inherent element of surprise. IAF is fully trained&ready to undertake entire spectrum of ops in any environment with help of modern platforms&motivated personnel:Group Captain A Rathi, senior fighter pilot at a forward air base near India-China border pic.twitter.com/sCc5tJdz8Q

— ANI (@ANI) July 7, 2020

ફોરવર્ડ એરબેઝથી લડાકુ વિમાન સિવાય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પણ સતત ઉડાન ભરી રહ્યા છે. તેમાં રશિયાના ઈલ્યૂશિન-76 અને ઈન્ટોનોવ-32 સાથે અમેરિકન C-17, C-130 સામેલ છે. ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી જવાનોને અલગ અલગ જગ્યાઓએ પહોંચાડવામાં આવી રહ્યા છે. તે સિવાય હથિયાર LAC પાસે પહોંચાડવામાં આવી રહ્યા છે.

15 જૂને ઝપાઝપીમાં 20 જવાન શહીદ થયા હતા15 જૂને લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના 40થી વધારે સૈનિકોના મોત થયા હતા. જોકે ચીને અત્યાર સુધી મૃત્યુ પામેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી.







India China Border News/Indian Air Force (IAF) Operations Update | IAF Apache Attack Helicopter Forward Airbase Near India China Border