Translate to...

ચીન પર ટ્રમ્પ નરમ, કહ્યું, ભારત, ચીન બંને સાથે પ્રેમ, શાંતિ માટે પૂરતા પ્રયાસ કરીશ 

ચીન પર ટ્રમ્પ નરમ, કહ્યું, ભારત, ચીન બંને સાથે પ્રેમ, શાંતિ માટે પૂરતા પ્રયાસ કરીશ 
છેલ્લા કેટલાક દિવસથી ચીન બાબતે આક્રમક દેખાઈ રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ઠંડા પડ્યા છે. ભારત-ચીન તણાવ સાથે જોડાયેલા સવાલના જવાબમાં વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ કાયલે મેકનીએ મીડિયાને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત અને ચીનના લોકોને પ્રેમ કરે છે. બંને દેશ વચ્ચે શાંતિની સ્થાપના માટે તેઓ દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે ચીન અંગે કડક વલણ ધરાવતા ટ્રમ્પે પલટી મારી હોય. ટ્રેડ ડીલ અંગે ચીન પર દબાણ બનાવવાની આ ટ્રમ્પની સમજી-વિચારેલી રણનીતિ છે. ડીલથી પહેલાં યુદ્ધ જેવું વાતાવરણ બનાવે છે, પછી ઠંડા પડી જાય છે. 2019માં પણ આમ જ થયું હતું. તાજેતરમાં જ ચીનના અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂક્યો, કંપનીઓ પર સખત બન્યા. જેને ડીલના બીજા તબક્કા સાથે જોડીને જોવામાં આવે છે.

યુ ટર્ન : આ બે ઉદાહરણોથી સમજો કેવી રીતે વેપારી ફાયદા માટે ચીન પર કડક થયા પછી અમેરિકાએ કરી પીછેહઠ

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર મે-2019માં ચીન સાથે પ્રથમ ટ્રેડ ડીલની અંતિમ તબક્કાની વાટાઘાટો થવાની હતી, એ સમયે ઉઈગરો પર અત્યાચારોનો મુદ્દો ઉઠ્યો નહીં. ટ્રમ્પ તંત્રએ દલીલ આપી કે આમ કરવાથી મોટી ડીલ થઈ શકતી નહીં. આ ઉપરાંત, અમેરિકાએ ટોચની કંપનીઓ, અધિકારીઓ પર પણ પ્રતિબંધ ન લગાવ્યા, જેના પર તે હુમલા કરતો હતો. પેન્ટાગોનમાં એશિયા-પ્રશાંત સુરક્ષા સચિવ રેન્ડલ શ્રિવરે તેને ખોટું જણાવ્યું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ચીને અમેરિકા સાથે રૂ.15 લાખ કરોડની પ્રોડક્ટ-સેવાઓ લેવાની ડીલ કરી હતી.આ વર્ષે જૂનમાં અમેરિકાએ ચીનના અધિકારીઓ પર ઉઈગર મુસ્લિમોને લઈને કડક પ્રતિબંધ લગાવ્યા. દલીલ કરી કે, ત્યાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીનાં અધિકારીઓ પર આર્થિક પ્રતિબંધ લગાવાયા નહીં. જોન બોલ્ટનના પુસ્તકમાં ખુલાસો થયો છે કે, ટ્રમ્પે 2019માં જિનપિંગ સાથે બીજી વખત જીતવા માટે મદદ માગી હતી. સાથે જ ઉઈગર મુસ્લિમોના કેમ્પ બનાવવા માટે જિનપિંગને પ્રોત્સાહિત કર્યા હતા. ચીને આ વર્ષે અમેરિકા પાસેથી રૂ.4.2 લાખ કરોડની ખરીદી કરી છે, ડીલનો બીજો તબક્કો બાકી છે. આથી, અમેરિકા દબાણ બનાવી રહ્યું છે.

ચીનને જવાબ આપવાનો સમય: પોમ્પિઓઅમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે, દુનિયા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી પેદા થતા પડકારોનો જવાબ આપે. ચીને કોરોના અંગે બેજવાબદારી દાખવી, ડબલ્યુએચઓએ પણ આમ કરીને ચીનને સાથ આપ્યો. જેનાથી સ્થિતિ બગડી ગઈ.Trump softened on China, saying, I will do enough for love, peace with both India and China