Translate to...

ચીને ચેંગ્દૂ શહેરમાં અમેરિકન એમ્બેસી બંધ કરવાના આદેશ આપ્યા, લાઈસન્સ રદ કર્યુ, અમેરિકાએ ટેક્સાસ અને હ્યૂસ્ટનમાં ચીની એમ્બેસી બંધ કરી હતી

ચીને ચેંગ્દૂ શહેરમાં અમેરિકન એમ્બેસી બંધ કરવાના આદેશ આપ્યા, લાઈસન્સ રદ કર્યુ, અમેરિકાએ ટેક્સાસ અને હ્યૂસ્ટનમાં ચીની એમ્બેસી બંધ કરી હતીચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકાએ હ્યૂસ્ટન અને ટેક્સાસમાં ચીની એમ્બેસી બંધ કરવાના આદેશ આપ્યા હતા. હવે ચીને તેનો વળતો જવાબ આપ્યો છે. શુક્રવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ચેંગ્દૂ શહેરમાં અમેરિકન એમ્બેસીનું લાઈસન્સ રદ કરી દેવાયું છે. અમેરિકાનું પગલુ બિનજરૂરી હતું. તેણે જેવું કર્યું એવો જ સામે જવાબ આપવો જરૂરી અને યોગ્ય છે.બે એમ્બેસી બંધ થયા પછી ચીને અમેરિકાને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પગલું રાજકીય કારણોથી ભરવામાં આવ્યું છે. અમે આની નિંદા કરીએ છીએ.

ત્રણ દિવસની અંદર બે એમ્બેસી બંધ કરીઅમેરિકામાં ત્રણ દિવસની અંદર ચીનની બે એમ્બેસી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અમેરિકન વિદેશ વિભાગે આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું. ઓર્ડરની એક કોપી ચીનને મોકલવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોમાં ચીનના રાજદૂત અમેરિકામાં જાસૂસી કરતા જોવા મળ્યા છે. આ ઉપરાંત પણ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. અમેરિકા તેને ચલાવી નહીં લે.

ટ્રમ્પે કહ્યું-ચીનની અન્ય એમ્બેસી પણ બંધ કરાવી શકીએ છીએઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, તે ચીનની અન્ય એમ્બેસી પણ બંધ કરાવશે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી દૂતાવાસ બંધ કરવાનો સવાલ છે તો અમે અમેરિકામાં અન્ય જગ્યાએ પણ આવું કરી શકીએ છીએ. ચીનને જે બે એમ્બેસી બંધ કરવા માટે કહેવાયું છે ત્યાં ઘણા સંવેદનશીલ દસ્તાવેજોને સળગાવવાની વાત સામે આવી હતી. અમેરિકન ગુપ્તચર એજન્સી FBIએ આ દાવો કર્યો હતો વિઝા ફ્રોડ કેસનો આરોપી ચીની વૈજ્ઞાનિક પણ ચીનની એક એમ્બેસીમાં સંતાયો છે.આ તસવીર અમેરિકાના હ્યૂસ્ટન ખાતે આવેલી એમ્બેસીની છે. સંવેદનશીલ દસ્તાવેજ સળગાવવાની વાત સામે આવ્યા પછી અમેરિકાએ ચીનને તેને બંધ કરવા માટે કહ્યું હતું.