Translate to...

ચીનના 93% હેકર ગ્રુપ્સને ત્યાંની આર્મી ફન્ડિંગ કરે છે, ચીને 7 વર્ષ પહેલા કહ્યું હતું કે, સાઈબર સ્પેસ હવે યુદ્ધનું નવું મેદાન

ચીનના 93% હેકર ગ્રુપ્સને ત્યાંની આર્મી ફન્ડિંગ કરે છે, ચીને 7 વર્ષ પહેલા કહ્યું હતું કે, સાઈબર સ્પેસ હવે યુદ્ધનું નવું મેદાન
23 મે 2017 સવારે 10 વાગ્યેને 30 મિનિટે આસામના તેજપુર એરબેઝથી સુખોઈ -30 ફાઈટર જેટે ઉડાન ભરી હતી. થોડીવાર પછી 11 વાગ્યેને 10 મિનિટ પર તેની સાથે સંપર્ક તૂટી ગયો હતો. આ જેટમાં સ્ક્વોડ્રન લીડર ડી પંકજ અને ફ્લાઈટ લેફ્ટિનેન્ટ એસ અચુદેવ હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન પછી જેટનો કાટમાળ 26 મેના રોજ તેજપુર એરબેઝથી 60 કિમી દૂર જંગલોમાં મળ્યો હતો. આ ક્રેશમાં બન્ને પાયલટ્સનામોત થયા હતા.આ ઘટનાનો ઉલ્લેખ એટલા માટે કારણ કે ભારતીય સેનાના ઈન્ફોર્મેશન સિસ્ટમના પૂર્વ ડાયરેક્ટર જનરલ રિટાયર્ડ લેફ્ટિનેન્ટ જનરલ પીસી કટોચે એક લેખમાં લખ્યું હતું કે, આ ફાઈટર જેટના ક્રેશ થવાનું કારણ ટેક્નીકલ ખામી નહોતી, પણ ચીનનો સાઈબર અટેક હતો.સાઈબર વોર અંગે ચીનનું હંમેશાથી આક્રમક વલણ રહ્યું છે. 2009માં અમેરિકન પોલીલી થિંક ટેન્ક RANDનો એક અભ્યાસ સામે આવ્યો હતો. આ અભ્યાસમાં ચીનના એક ડિફેન્સ એક્સપર્ટના હવાલાથી લખવામાં આવ્યું હતું કે, 20મી સદીમાં જેવી રીતે પરમાણુ યુદ્ધ હતુ, એવી જ રીતે 21મી સદીમાં સાઈબર યુદ્ધ છે. કહેવાનો અર્થ એ જ હતો કે, રાષ્ટ્રીય સુરક્ષા માટે સાઈબર યુદ્ધ હવે મહત્વનું બની ગયું છે.15-16 જૂને લદ્દાખમાં ગલવાન ઘાટી પાસે ભારત-ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. ત્યારપછી ભારત પર ચીની હેકર્સ તરફથી સાઈબર અટેક થવાની આશંકાઓ હતી અને તેના માટે એડવાઈઝરી પણ જાહેર કરાઈ હતી. હિંસક અથડામણ પછી ચીની હેકર્સે 5 દિવસ સુધી 40 હજાર 300થી વધુ વખત સાઈબર હુમલા કર્યા હતા.

અમેરિકાની દેખા દેખીમાં ચીને પણ સાઈબર વોર શરૂ કર્યુચીનમાં સાઈબર વોર કરવા માટે હેકર્સ ગ્રુપ છે અને માનવામાં આવે છે કે દુનિયાની સૌથી મોટી હેકર્સ આર્મી ચીન પાસે છે. જેમાં 3 લાખથી વધુ હેકર્સ કામ કરે છે. જેમાંથી 93% હેકર ગ્રુપ્સને ત્યાંની પીપુલ્સ લિબરેશન આર્મી અને ચીની વિદેશ મંત્રાલય તરફથી ફંડિગ પણ કરવામાં આવે છે.

અમેરિકન એજન્સીઓના જણાવ્યા પ્રમાણે, PLAની યુનિટ 61358 ઈમેલ દ્વારા હેકિંગ કરે છે(ફાઈલ તસવીર)

ચીને આની શરૂઆત અમેરિકાને જોઈને કરી હતી. 90ના દાયકામાં ઈરાક વિરુદ્ધ અમેરિકાએ યુદ્ધ છેડ્યું હતું, હેતું હતો કુવૈતને ઈરાકને કબજામાંથી છોડાવવાનો. આ લડાઈમાં અમેરિકાનું સાથ બ્રિટન, ફ્રાન્સ, સાઉદી અરબ અને કુવૈત સહિત 34 દેશોએ આપ્યો હતો આ લડાઈને ગલ્ફ વોર અથવા ખાડી યુદ્ધ કહેવાય છે.આ યુદ્ધમાં અમેરિકન સેનાએ ટેક્નીકનો સહારો લીધો હતો. એ વખતે આને સાઈબર વોરફેર નહીં, પણ ઈન્ફોર્મેશન વોરફેર કહેવાતું હતું. એટલે કે ટેકનીક દ્વારા અન્ય દેશની ઈન્ફોર્મેશન સિસ્ટમને હેક કરીને તેમાથી તમામ માહિતી લઈ લેવી. આ ટેકનીક દ્વારા અમેરિકા અને તેના સમર્થિત દેશોને ઘણી મદદ મળી હતી અને અંતમાં જીત પણ તેમની જ થઈ હતી.

ખાડી યુદ્ધમાં ટેકનીકનો ઉપયોગ જોયા પછી જ ચીનને અનુભવાયું હતું કે, કેવી રીતે નવી ટેકનીક ખાસ કરીને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક યુદ્ધથી બચવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. ગલ્ફ વોરના બે વર્ષ પછી 1993માં ચીની સેનાએ તેની સ્ટ્રેટેજિક ગાઈડલાઈનમાં નક્કી કર્યું હતું કે, કેવી રીતે કોઈ યુદ્ધને જીતવા માટે મોર્ડન ટેક્નોલોજી મદદગાર સાબિત થઈ શકે છે.

7 વર્ષ પહેલા ચીને કહ્યું હતું- જંગ જીતવા માટે સાઈબર સ્પેસ જરૂરીગલ્ફ વોરના લગભગ 13 વર્ષ પછી 2003માં ઈરાક પર ફરી અમેરિકા અને યૂરોપિયન દેશોએ હુમલો કરી દીધો હતો. આ વખતે હેતુ ઈરાકની સત્તામાંથી સદ્દામ હુસૈનને બહાર કરવાનો હતો. એપ્રિલ 2003માં સદ્દામ હુસૈનની સત્તા ગઈ. આ યુદ્ધમાં પણ ટેકનીકની જ મદદ લેવાઈ હતી.

2004માં ઈરાક યુદ્ધના એક વર્ષ પછી ચીને ફરી ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા અને આ વખતે નક્કી કર્યું કે, કેવી રીતે આર્મ્ડ ફોર્સિસને યુદ્ધ જીતાડવા માટે સૂચનાઓ જરૂરી ફેક્ટર સાબિત હોય શકે છે.ત્યારબાદ 2013માં મિલેટ્રી સાયન્સ એકેડમીનો એક અભ્યાસ આવ્યો હતો, જેમાં ચીને પહેલી વખત સ્વીકાર્યુ હતું કે, આજના સમયમાં કોઈ યુદ્ધને જીતવા માટે સાઈબર સ્પેસ જરૂરી છે.આટલું જ નહી PLAનું એવું માનવું છે કે યુદ્ધની સ્થિતિમાં સેના પર ખર્ચ કરવાની જગ્યાએ દુશ્મન દેશ વિરુદ્ધ સાઈબર યુદ્ધ કરવુંવધું ફાયદાકારક રહેશે.

હવે શું કરી રહ્યું છે ચીન?ચીનમાં બે પ્રકારની આર્મી કામ કરી રહી છે. પહેલી તો પીપુલ્સ લિબરેશન આર્મી છે અને બીજી સાઈબર આર્મી. ચીનમાં સાઈબર આર્મીને પણ તેટલું જ મહત્વ મળી રહ્યું છે, જેટલું PLAને મળે છે. 2019માં અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટનો એક રિપોર્ટ આવ્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે, ચીનની સાઈબર આર્મીમાં જે હેકર્સ છે, તેમનું કામ પણ વહેંચાયેલુ છે. આ લોકો બીજા દેશોની ખાનગી માહિતી ભેગી કરે છે અને તેમને કોમ્પ્યૂટર નેટવર્ક પર હુમલા કરે છે.એટલું જ નહીં, ચીનની PLA પાસે કાયદેસર એક હેકિંગ યુનિટ પણ છે, જેને PLA યુનિટ 61398ના નામથી ઓળખાય છે. તેનું હેડક્વાર્ટર 12 ફ્લોરનું છે અને તે શંઘાઈના પુડોંગમાં છે. PLAની આ યુનિટના હેડક્વાર્ટર વિશે દુનિયાને 2013માં ખબર પડી હતી. 2013માં અમેરિકન કોમ્પ્યુટર સિક્યોરિટી ફર્મ મેનડિએન્ટે આ બિલ્ડિંગ વિશે અને તેના કામ વિશે 60 પેજના એક સ્ટડીમાં જણાવ્યું હતું.જોકે PLAની આ યુનિટ વિશે ચીની સેનાના રેકોર્ડમાં ક્યાંય ઉલ્લેખ નથી. જોકે એ વાત પણ સાચી છે કે, આ યુનિટ સમગ્ર દુનિયામાં હેકિંગ કરે છે. સાઈબર એટેક કરે છે. નવેમ્બર 2008માં અમેરિકન એજન્સીએ કહ્યું હતું કે, 61398 યુનિટ ઈમેલ દ્વારા હેકિંગ કરે છે. તે પહેલાં ઈમેલ કરે છે અને ઈમેલ પર ક્લિક કરતાં જ તેમની સિસ્ટમમાં ખામી ઉભી કરી દે છે.ચીને તાજેતરમાં જ ઈન્ફોર્મેશન વોર માટે એક નવી સ્ટ્રેટજી અપનાવી છે. જેને ઈન્ટીગ્રેટેડ નેટવર્ક ઈલેક્ટ્રોનિક વોરફેર એટલે કે INEW નામ આપ્યું છે. તેના બે કામ છે. પહેલું- કોમ્પ્યુટર નેટવર્ક પર હુમલો કરવો અને બીજો- ઈલેક્ટ્રોનિક વોરફેર.તે સિવાય PLAમાં બ્લૂ ઈન્ફોર્મેશન વોર નામથી પણ એક યુનિટ છે. જે જેમિંગ અને નેટવર્ક એટેકનું કામ કરે છે.

નેવીના રિયર એડમિરલ મોહિત ગુપ્તા ડિફેન્સ સાઈબર એજન્સીના પહેલા ચીફ છે, આ એજન્સી અન્ય દેશો, ખાસ કરીને પાકિસ્તાન અને ચીનથી થતાં સાઈબર એટેકના જોખમને ટક્કર આપશે

ચીનને ટક્કર આપવાની શું છે ભારતની તૈયારી?મે 2019માં ભારતમાં સાઈબર હુમલાને ટક્કર આપવા ડિફેન્સ સાઈબર એજન્સીનું ગઠન કર્યું હતું. આ એજન્સીનું કામ ચીન અને પાકિસ્તાનના હેકર્સ તરફથી થતાં સાઈબર હુમલાનો રોકવાનું છે. આ એજન્સી ત્રણેય સેનાઓને મદદ કરે છે.એજન્સી વિશે વધારે માહિતી તો મળી નથી. જોકે અમુક રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે, એજન્સી પાસે નેટવર્ક હેક કરવા, માઉન્ટ સર્વિલાન્સ ઓપરેશન કરવા, હની પોટ્સ રાખવા, હાર્ડ ડ્રાઈવ અને સેલફોનથી ડિલીટ કરવા ગયેલા ડેટાને રિકવર કરવા, એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન અને ચેનલ્સને બ્રેક કરવા જેવી ક્ષમતા છે.ચીનની PLA પાસે હેકિંગ યુનિટ પણ છે , જેને PLA યુનિટ 61398ના નામથી ઓળખવામાં આવે છે