ચીનને 680 કરોડ આપવા અંગે બ્રિટિશ સાંસદ ભડક્યા, પૂછ્યું- પૈસા કેમ લૂંટાવો છો?

ચીનને 680 કરોડ આપવા અંગે બ્રિટિશ સાંસદ ભડક્યા, પૂછ્યું- પૈસા કેમ લૂંટાવો છો?



બ્રિટને એક વર્ષમાં ચીનને વિદેશી સહાયપેટે 680 કરોડ રૂ. આપ્યા છે. બ્રિટન સરકારના આંતર રાષ્ટ્રીય વિકાસ વિભાગના વાર્ષિક રિપોર્ટ દ્વારા આ ખુલાસો થયો. રિપોર્ટ આવ્યા બાદ સાંસદોએ સરકારને આ મામલે તપાસની માગ કરી.

ઇયાન ડંકન સ્મિથ સહિતના સાંસદોએ સરકારને પૂછ્યું કે ચીનને આટલી રકમ શા માટે અપાઇ? તેનું અર્થતંત્ર બ્રિટનથી પાંચ ગણું મોટું છે એવામાં બ્રિટન તેનું ભાવિ ચીનના હવાલે શા માટે કરી રહ્યું છે? સરકાર દુનિયાના તમામ નિયમો તોડી રહેલા દેશ પર ધન કેમ લૂંટાવી રહી છે? રિપોર્ટ મુજબ અમુક રકમ ચીનની એક ફર્મને એટલા માટે અપાઇ કે તે બ્રિટિશ કંપનીઓ સાથે સ્પર્ધામાં ટકી રહે. ચીનની પ્રાઇમરી સ્કૂલો અને વન્યજીવોના ગેરકાયદે વેપલા સામે લડવાની યોજનામાં ખર્ચ કરવા માટે પણ ફંડ અપાયું. સાંસદોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ટેક્લોનોજીના શિક્ષણમાં અગ્રણી દેશને પ્રાઇમરી સ્કૂલનો ખર્ચ ઉઠાવવા બ્રિટનની આર્થિક મદદની જરૂર શા માટે છે? આમ તો તે મોટા સ્પેસ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે. ચીનને આ રકમ 2018માં મોકલાઇ હતી, જે 2017ની તુલનાએ 29 ટકા વધુ હતી.

ગેરરીતિનો પુરાવો: 1 વર્ષમાં કર્મચારીઓની આવક 67 લાખ સુધી વધીસાંસદોએ ચીનને મદદ પાછળ મોટા પાયે ગેરરીતિની આશંકા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ આં.રા. વિકાસ વિભાગના દરેક કર્મચારીની સરેરાશ આવક 1 વર્ષમાં અંદાજે 67 લાખ રૂ. વધી. ઘણા કર્મચારીઓ સામે જાતીય ઉત્પીડનના આરોપ પણ થયેલા છે. કર્મચારીઓએ 11 દિવસમાં લંડન અને ગ્લાસગો વચ્ચે જરૂરિયાતથી વધુ 4,098 વિમાનપ્રવાસ પણ કર્યા.







ઇયાન ડંકન સ્મિથ.