Translate to...

ચીનનો ભારત, હોંગકોંગ સહિત 27 દેશ સાથે ચાલી રહ્યો છે વિવાદ, નાના દેશોને દેવાની જાળમાં ફસાવીને વધારી રહ્યો છે હસ્તક્ષેપ 

ચીનનો ભારત, હોંગકોંગ સહિત 27 દેશ સાથે ચાલી રહ્યો છે વિવાદ, નાના દેશોને દેવાની જાળમાં ફસાવીને વધારી રહ્યો છે હસ્તક્ષેપ 
ચીની સૈનિકો સાથે અથડામણ પછી લેહ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. સાથે જ તેમણે વિસ્તારવાદી નીતિઓ માટે ઈશારામાં ચીન પર નિશાન સાધ્યું છે. ચીનનો ભારત, જાપાન સહિત અનેક દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે. જમીન પર કબજો કરવાની વિસ્તારવાદી નીતિ વર્તમાન સમયમાં શક્ય ન હોવાને લીધે ચીને પોતાની તાકાત વધારવા આર્થિક ગતિવિધિઓને હથિયાર બનાવી છે. તેના બળે તે દુનિયાભરમાં દબદબો વધારવા માગે છે. તેણે છેલ્લા 15 વર્ષમાં 125 દેશમાં મોટું રોકાણ કર્યું છે.

આ ઉપરાંત અનેક દેશોને દેવાની જાળમાં ફસાવીને તેમની જમીન ઝુંટવી લેવાની ચાલ પણ ચાલી છે. ચીનની કંપનીઓએ શ્રીલંકામાં મોટું રોકાણ કર્યું છે. ઊંચા દરે વ્યાજ વસુલવાના કારણે હવે શ્રીલંકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. લોન ન ભરવાની સ્થિતિમાં ચીનની કંપનીઓ હવે માલિકી હક માગીરહી છે. આવું જ તેણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કર્યું છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિ ચાલુ રાખવા આમ કરી રહ્યું છે. તિબેટને ઝુંટવી લેવા પણ ચીન લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે.

ગલવાનમાં અથડામણ પછી ચીન પડોશી દેશો દ્વારા ભારતને ઘેરવા માગે છેલદ્દાખના ગલવાનમાં સૈનિક સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ચીન પડોશી દેશોને પણ ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. જેમાં પાકિસ્તાન સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં પાકિસ્તાનને ચીન રૂ.3.45 લાખ કરોડ આપશે. નેપાળ પણ ચીનની શરણમાં માથું ઊંચકી રહ્યું છે. તે ચીનના વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં જોડાઈ ગયું છે. બાંગ્લાદેશમાં પણ ચીન ભારત વિરોધી શક્તિઓને ભડકાવી રહ્યું છે. ત્યાં રૂ.2.89 લાખ કરોડનું રોકાણ કરી રહ્યું છે, જેથી બાંગ્લાદેશ પણ દેવામાં દબાઈ ગયું છે. શ્રીલંકામાં ચીનનું 36 હજાર કરોડનું રોકાણ છે.

પાકિસ્તાન : 3.45 લાખ કરોડની લોન આપીને ફસાવાની ચાલ, નજર ગ્વાદર બંદર પરચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે. જે પાકિસ્તાનના ગ્વાદર બંદરને સમુદ્રના માર્ગે ચીનના ઝિજિયાંગ સુધી પહોંચાડવાની એક મોટી યોજના છે. 2442 કિમી લાંબા પ્રોજેક્ટ દ્વારા ચીન સમુદ્રી માર્ગે પાકિસ્તાન સાથેનું અંતર ઘટાડવા માગે છે. તેના દ્વારા ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ જેવી વસ્તુઓના ટ્રાન્સપોર્ટની યોજના છે. આ પ્લાન 1950માં શરૂ થયો હતો, પરંતુ પાકિસ્તાનની અસ્થિર રાજનીતિને લીધે ત્યાં અમલમાં આવ્યો ન હતો. આ યોજના અંતર્ગત ચીન, પાકિસ્તાનને 42 અબજ ડોલર એટલે કે રૂ.3.45 લાખ કરોડ આપશે. સ્પષ્ટ છે, આર્થિક સંકટમાં પાકિસ્તાન ચીનની જ ભાષા બોલશે.

શ્રીલંકા : દેવું ચૂકવવામાં નિષ્ફળ,હમ્બનટોટા પોર્ટ પર કબજાની ચીનની ઈચ્છામૈત્રિપાલ સીરીસેનાની સરકાર પર ભારતની અસર હતી. ભારતના દબાણમાં સીરીસેનાની સરકારે ચીનને આપેલા કેટલાક અધિકાર પાછા ખેંચ્યા હતા. હવે મહિંદા રાજપક્સેની સરકારમાં શ્રીલંકાએ ચીન પાસેથી મોટી લોન લઈને હમ્બનટોટા પોર્ટને 99 વર્ષની લીઝ પર આપી દીધું છે. આ ઉપરાંત શ્રીલંકામાં એરપોર્ટ, કોલ પાવર પ્લાન્ટ અને બે મોડા ડેમ સહિત અનેક પ્રોજેક્ટ માટે ચીન રૂ.36 હજાર 480 કરોડનું રોકાણ કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં પણ ભારત વિરોધી તાકાતો મજબૂત છે. બાંગ્લાદેશ પર 33 અબજ ડોલરનું દેવું હોવાનું અનુમાન છે, આથી તે ચીનની પડખે ઝુકી ગયું છે.

હોંગકોંગ : ચીનના નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લીધે વિવાદ વધ્યોહોંગકોંગમાં એક વર્ષથી ચીન પાસેથી આઝાદી અંગે દેખાવો થઈ રહ્યા છે. આથી ચીને હોંગકોંગ માટે નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કર્યો છે. જેનાથી હોંગકોંગના લોકોના તમામ વિશેષાધિકાર સમાપ્ત થઈ જશે. તેનો અર્થ એ થશે કે, હોંગકોંગમાં ચીનનો કોઈ વિરોધ કરી શકશે નહીં કે તેની વિરુદ્ધ દેખાવો પણ કરી શકશે નહીં. અમેરિકા, બ્રિટન પણ તેનો વિરોધ કરી રહ્યા છે.

ભારત સાથે સરહદ વિવાદ, જાપાન સાથે ખટપટ, હોંગકોંગમાં અત્યાચાર, કોરોનાવાઈરસ ફેલાવાનો આરોપ. આ સ્થિતિમાં દુનિયાના 27 દેશોએ ચીન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં જવાનો નિર્ણય લીધો છે.

નવા શિકાર : કેરેબિયન, લેટિન અમેરિકામાં પણ અમેરિકાનું વર્ચસ્વ સમાપ્તચીને હવે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં દબદબો બનાવી લીધો છે. 2010 પહેલા આ દેશોમાં તેનું રોકાણ માત્ર રૂ.35,000 કરોડ હતું, જે છેલ્લા 10 વર્ષમાં 5 ગણું વધીને 1.87 લાખ કરોડ થઈ ગયું છે. ઈકોનોમિક કમીશન ફોર લેટિન અમેરિકા એન્ડ કેરેબિયન અનુસાર, આ ક્ષેત્રમાં 2017 સુધી કુલ રોકાણના 65% અમેરિકા અને યુરોપિયન દેશનું હતું. જેમાં અમેરિકાનું રોકાણ 28% હતું. હવે છેલ્લા 3 વર્ષમાં આ ક્ષેત્રમાં કુલ રોકાણના 42% એકલા ચીનનું રોકાણ છે. આ ક્ષેત્રમાં છેલ્લા 7 વર્ષમાં 5.43 લાખ કરોડનું રોકાણ થયું છે, જેમાં 1.35 લાખ કરોડ એટલે કે લગભગ 25% જેટલું રોકાણ એકલા ચીને કર્યું છે. આટલું જ નહીં, ચીને આ ક્ષેત્રોમાં અમેરિકા અને યુરોપનો દબદબો સમાપ્ત કરી દીધો છે. તેણે અહીં અધિગ્રહણ અને વિલયની ગતિવિધિઓ પણ તેજ કરી છે.

પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, યુરોપ અને આફ્રિકામાં પણ ચીને મોટું રોકાણ કર્યું છે. તે અનેક દેશોમાં ઓબીઓઆર પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, જેનાથી તેનું વ્યાપારિક સામ્રાજ્ય વધુ મજબૂત થશે. આ તાકાતનો ઉપયોગ કરી તે ડિજિટલ યુઆન અને સ્થાનિક મુદ્રામાં લેવડ-દેવડને પ્રોત્સાહન આપી શકે છે.આ દેશોમાં રોકાણ દ્વારા દબાણ અને હસ્તક્ષેપ વધારી રહ્યું છે ચીન, નાના દેશો પર દબદબો વધારવાનો પ્રયાસ.