Translate to...

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ




સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયેલા કોરોના વાઈરસને લઈ ચીનના પ્રોફેસરે ચીન અંગે એક ખુલાસો કર્યો છે. ચીનના પ્રોફેસરે દાવો કર્યો છે કે કોરોના મહામારીને લઈ ચીનના વહિવટીતંત્રએ મહત્વની માહિતી છૂપાવી હતી. એટલું જ નહીં તપાસકર્તાઓ વુહાનના બજારમાં પહોંચે તે અગાઉ જ પૂરાવાનો નાશ કર્યો હતો.ચીન પર આરોપ લાગતો રહ્યો છે કે તેણે ચોક્કસ સમયમાં વાઈરસ અંગે જાણકારી આપી નથી. તેને પગલે આ વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો.

શરૂઆતી કેસોને છૂપાવ્યા હતા મીડિયા અહેવાલ પ્રમાણે પ્રોફેસર ક્વોક-યુંગ યેને કહ્યું કે તેમને લાગે છે કે વુહાન પ્રશાસન તરફથી કોરોનાના શરૂઆતી કેસને છૂપાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. ચીનના પ્રોફેસર એ લોકો પૈકી એક છે જેમણે સૌથી પહેલા દાવો કર્યો હતો કે વાઈરસ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં સંક્રમણ ફેલાવી શકે છે.

કોરોના વુહાન માર્કેટમાંથી ફેલાયો હોવા અંગે તેમણે કહ્યું કે જ્યારે આ વાઈરસના પૂરાવા એકત્રિત કરવા માટે તપાસકર્તાઓ વુહાનના સીફૂડ માર્કેટ પહોંચ્યા તે અગાઉ સ્થાનિક વહિવટીતંત્રએ તે જગ્યાને સંપૂર્ણપણે સાફ કરી દીધી હતી. તમે કહી શકો છો કે ક્રાઈમ સીનને અગાઉથી જ બદલી દેવામાં આવ્યો હતો. કારણ કે સીફૂડ માર્કેટને સંપૂર્ણપણે સાફ કરવામાં આવ્યું હતું, જેથી એ વાતની ખબર ન પડે કે કયા જાનવરમાંથી આ વાઈરસ માનવીમાં આવ્યો છે.

અગાઉથી વહિવટીતંત્ર પર શંકા હતીઃ પ્રોફેસર પ્રોફેસરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે આ વિસ્તારમાં વધી રહેલા કેસને લઈ વુહાનની ધીમી કાર્યવાહીથી અમને શક હતો કે કેસને દબાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક અધિકારી જેને તાત્કાલિક કેસને ગંભીરતાથી લેવાની જરૂર હતી તેમણે આ સ્થિતિને નજરઅંદાજ કર્યો.







Chinese professor says epidemic information has been withheld, market cleared before investigators arrive