વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે 399 રનનો પીછો કરતા 2 વિકેટે 10 રન કર્યા છે. ક્રેગ બ્રેથવેટ 2 રને અને શાઇ હોપ 4 રને રમી રહ્યા છે. વરસાદના લીધે ચોથા દિવસની રમત શરૂ થઈ નથી.
જોન કેમ્પબેલ શૂન્ય રને બ્રોડની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી નાઇટ વોચમેન કેમર રોચ 4 રને બ્રોડની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. બ્રોડ ટેસ્ટમાં 500 વિકેટથી માત્ર એક શિકાર દૂર છે. તેણે આજે વેસ્ટ ઇન્ડીઝ તમામ 6માંથી 6 વિકેટ ઝડપી હતી. જેમાં પ્રથમ ઇનિંગ્સની અંતિમ 4 અને બીજી ઇનિંગ્સમાં પડેલી બંને વિકેટનો સમાવેશ થાય છે.
ઇંગ્લેન્ડે વિન્ડિઝને 399 રનનો ટાર્ગેટ આપ્યો
ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝને ત્રીજી અને અંતિમ ટેસ્ટ જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો છે.પ્રથમ દાવમાં 172 રનની લીડ મેળવ્યા પછી હોમ ટીમે બીજી ઇનિંગ્સમાં આક્રમક બેટિંગ કરતા 58 ઓવરમાં 2 વિકેટે 226 રન કરીને ઇનિંગ્સ ડિક્લેર કરી વિન્ડિઝને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે.ઓપનર રોરી બર્ન્સે સર્વાધિક 90 રન કર્યા હતા. તેણે 163 બોલની ઇનિંગ્સ દરમિયાન 10 ફોરની મદદથી કરિયરની આઠમી ફિફટી મારી હતી.જ્યારે કેપ્ટન જો રૂટે 56 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 68 રન કર્યા હતા. આ તેના કરિયરની 49મી ફિફટી હતી.વિન્ડિઝ માટે જેસન હોલ્ડર અને રોસ્ટન ચેઝે 1-1 વિકેટ લીધી હતી.ઓપનિંગ વિકેટ માટે 114 રનની પાર્ટનરશિપ
ડોમિનિક સિબલે 56 રને હોલ્ડરની બોલિંગમાં LBW થયો હતો. તેણે કરિયરની બીજી ફિફટી ફટકારતા 132 બોલની ઇનિંગ્સ દરમિયાન 7 ફોર મારી હતી.સિબલે અને બર્ન્સે ઓપનિંગ વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી.ચાર વર્ષે ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ 100 રનની પાર્ટનરશિપ કરી છે. છેલ્લે 2016માં એલિસ્ટર કૂક અને એલેક્સ હેલ્સે પાકિસ્તાન વિરુદ્ધ એજબેસ્ટન ખાતે 100 રનની ભાગીદારી કરી હતી.તેમજ 2016 પછી પહેલીવાર બંને ઇંગ્લિશ ઓપનર્સે એક જ ઇનિંગ્સમાં 50+ સ્કોર કર્યો છે. છેલ્લે 2016માં ભારત સામે રાજકોટ ખાતે હામિદ અને કૂકે 50+ રન કર્યા હતા.કેપ્ટન તરીકે ટેસ્ટમાં 1500+ રન અને 100+ વિકેટ:
ખેલાડી દેશ રન વિકેટ ગેરી સોબર્સ વેસ્ટ ઇન્ડીઝ 3528 117 ઇમરાન ખાન પાકિસ્તાન 2408 187 ડેનિયલ વિટ્ટોરી ન્યૂઝીલેન્ડ 1917 116 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડીઝ 1620 100*હોલ્ડર કેપ્ટન તરીકે ટેસ્ટ અને વનડેમાં 100 વિકેટ લેનાર ચોથો પ્લેયર બન્યો:
ખેલાડી દેશ ટેસ્ટ વિકેટ વનડે વિકેટ ઇમરાન ખાન પાકિસ્તાન 187 131 વસીમ અકરમ પાકિસ્તાન 107 158 શોન પોલોક દક્ષિણ આફ્રિકા 103 134 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડીઝ 100 101ઇંગ્લેન્ડને 197 રનની લીડ મળી: વેસ્ટ ઇન્ડીઝ ફર્સ્ટ ઇનિંગ્સમાં197 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને 172 રનની લીડ મળી છે. 137/6થી દિવસની શરૂઆત કરનાર વિન્ડિઝ ત્રીજા દિવસે 60 રન જ ઉમેરી શક્યું હતું. સ્ટુઅર્ટ બ્રોડના તરખાટ સામે તેઓ ઘૂંટણે બેસી ગયા હતા. બ્રોડે 6 વિકેટ ઝડપી હતી. તેણે કરિયરમાં 18મી વાર, વિન્ડિઝ સામે ત્રીજીવાર અને માન્ચેસ્ટર ખાતે બીજીવાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી છે. તેના સિવાય જેમ્સ એન્ડરસને 2, જ્યારે ક્રિસ વોક્સ અને જોફરા આર્ચરે 1-1 વિકેટ લીધી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: 1) રોરી બર્ન્સ 2) ડોમ સિબલે 3) જો રૂટ (કેપ્ટન) 4) બેન સ્ટોક્સ 5) ઓલી પૉપ 6) જોસ બટલર (વિકેટકીપર) 7) જોફરા આર્ચર 8) ક્રિસ વોક્સ 9) ડોમ બેસ 10) સ્ટુઅર્ટ બ્રોડ 11) જેમ્સ એન્ડરસન
વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ 11: 1) જોન કેમ્પબેલ 2) ક્રેગ બ્રેથવેટ 3) શામરહ બ્રુક્સ 4) શાઇ હોપ 5) જર્મેન બ્લેકવુડ 6) રોસ્ટન ચેસ 7) શેન ડાઉરિચ (વિકેટકીપર) 8) જેસન હોલ્ડર (કેપ્ટન) 9) રહકીમ કોર્નવેલ 10) કેમર રોચ 11) શેનોન ગેબ્રિયલ
England vs West Indies third test day four live updates